You are here
Home > News >

૧૧૫ વર્ષ થી બંધ હતો આ રૂમ, ભંગાર સમજીને જ્યારે તેને ખોલવામા આવ્યો તો દરેક ની આંખો થઈ ગઈ પહોળી

મિત્રો, ખંડેર સમજીને જે શાળા ના ઓરડા ને પાછલા ૧૧૫ વર્ષ થી ઉઘાડવામા આવ્યો ના હતો, તે ઓરડામા ભૂતકાળ નો એક એવો અમૂલ્ય વારસો છુપાવવા મા આવ્યો હતો કે જેણે સમગ્ર ભારત ની પ્રાચીન પરંપરાઓ ને પોતાની અંદર સમાવીને રાખી હતી. ૧૧૫ વર્ષ બાદ ધોલપુર ના મહારાણા ની શાળા ના ૨-૪ ઓરડા જ્યારે ૧૧૫ વર્ષ બાદ ઉઘાડવામા આવ્યા ત્યારે તે ઓરડાઓ માંથી પુસ્તકો નો ભંડાર બહાર નીકળ્યો હતો.

એવું કહેવાય છે ને કે, જેમ હીરો કોલસા ની ખાણ માંથી મળે છે. કમળ કાદવ મા ખીલે છે. સ્વર્ણ ધાતુ જમીન માંથી પ્રાપ્ત થઈ રહે છે, તેવી જ રીતે આ શાળાના ખંડ ને ખંડેર સમજીને ૧૧૫ વર્ષ સુધી ખોલવામાં આવ્યો નહોતો. પરંતુ , જ્યારે તે ખંડ ના દ્વાર ખુલ્યા ત્યારે ભૂતકાળ ના ઇતિહાસ મા બનેલી અમુક એવી ગાથાઓ નજારો સમક્ષ પ્રકટ થઈ કે જેને જોઈને સૌ કોઈ આશ્ચર્ય મા મુકાઈ ગયા હતા. ધોલપુરની આ મહારાણા શાળા ના બંધ ખંડો ખોલતાં તેમાથી પુસ્તકો નો ખજાનો મળી આવ્યો.

૧૧૫ વર્ષથી મહારાણા શાળા ના ૨-૩ ખંડ મા ૧ લાખ થી પણ વધુ પુસ્તકો તાળા પાછળ અકબંધ રહ્યા હતા. આ પુસ્તકો વર્ષ ૧૯૦૫ ની સાલ ના છે. એવું કહેવાય છે કે, મહારાજ ઉદયભાન ને દુર્લભ પુસ્તકો ના વાંચન નો ખુબ જ શોખ હતો. મહારાજા ઉદયભાનસિંહ બ્રિટિશ સમયકાળ દરમિયાન લંડન અને યુરોપ ની યાત્રા કરતા હતા. ત્યારે તેઓ આ પુસ્તકો સાથે લઈને આવતા હતા. આ પુસ્તકો મા અમુક એવા પુસ્તકો પણ સમાવિષ્ટ છે, જેમાં શાહી ની જગ્યાએ સ્વર્ણ ધાતુ ના પાણીનો ઉપયોગ કરવામાં આવતો હતો.

વર્ષ ૧૯૦૫ ના સમય મા આ પુસ્તકો નુ મૂલ્ય ૨૫ થી લઇને ૬૫ રૂપિયાની વચ્ચે નુ હતુ. તે સમયે સ્વર્ણ નુ તોલા દીઠ મૂલ્ય ૨૭ રૂપિયા હતું પરંતુ, વર્તમાન સમયમા માર્કેટમા આ પુસ્તકો નુ મૂલ્ય લાખો રૂપિયા મા આંકવામા આવી રહ્યુ છે. આ પુસ્તકો માથી મોટાભાગ ના પુસ્તકો ભારત, લંડન અને યુરોપમા છપાયા હતા. અહીં રહેલી ત્રણ ફુટ લાંબી પુસ્તકોમા સમગ્ર વિશ્વ અને દેશોના રજવાડાઓ ના નકશા છાપ્યા છે. આ પુસ્તકોમા ગોલ્ડન પ્રિન્ટિંગ છે.

આ સિવાય આપણા દેશ નો રાષ્ટ્રીય એટલાસ ૧૯૫૭ ભારત સરકાર દ્વારા મુદ્રિત, વેસ્ટર્ન-તિબેટ અને બ્રિટીશ બોર્ડર લેન્ડ, સેક્રેડ કન્ટ્રી ઓફ હિન્દુ એન્ડ બુદ્ધિશ ૧૯૦૬, અરબી, ફારસી, ઉર્દૂ અને હિન્દીમા લખેલી પાંડુલિપિઓ, ઓક્સફર્ડ એટલાસ, એનસાઈક્લોપિડિયા, બ્રિટાનિકા, લંડન ૧૯૨૫ મા છપાયેલું મહાત્મા ગાંધી નું સચિત્ર જીવનચરિત્ર “ધ મહાત્મા” પુસ્તક પણ આ પુસ્તકો ના ખજાના માંથી પ્રાપ્ત થયુ છે. ઇતિહાસ ના તજજ્ઞો આ પુસ્તકો ને જ્ઞાન નો ભંડાર ગણાવી રહ્યા છે.

૧૧૫ વર્ષ મા શાળામા ઘણા સ્ટાફ પરિવર્તિત થયા પરંતુ, કોઈએ આ શાળા ની બંધ ખંડીકાઓ ઉઘાડી નહીં. જ્યારે આ ખંડીકાઓ ને તેમા રહેલા ભંગાર ને સાફ કરવા માટે ઉઘાડવામા આવી, ત્યારે આ ખંડીકા ને જોઈને સૌ કોઈ આશ્ચર્ય મા મુકાઈ ગયા હતા. કારણ કે, આ શાળા ની બંધ પડેલી ત્રણ ખંડીકાઓ મા માત્ર પુસ્તકો જ હતા. જે ભૂતકાળ માં ઘટિત અનેક મહાન પ્રસંગો ની પુષ્ટિ ને દર્શાવે છે. આચાર્ય રમાકાંત શર્મા જણાવે છે કે જો ધોલપુરનો ભામાશાહ આગળ વધે, તો આ પુસ્તકાલય જિલ્લામાં સૌથી મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

આ શાળા મા આ પુસ્તકો માટે એક રેક બનાવવા મા આવશે અને અહીંના વિદ્યાર્થીઓ ને કેટલાક દુર્લભ પુસ્તકો વિશે માહિતી આપવામા આવશે. ઇતિહાસ ના તજજ્ઞો નુ માનવુ છે કે આ પુસ્તકો ને સાચવીને રાખવાની આવશ્યકતા છે. ભવિષ્યમાં, વિદ્યાર્થીઓ ને આ પુસ્તકો માંથી અત્યંત મહત્વપૂર્ણ માહિતી પ્રાપ્ત થઈ રહેશે.

Leave a Reply

Top