You are here
Home > News >

બાર વર્ષો અગાવ કરી હતી કોરોના ની આગાહી, જાણો ક્યા સુધી રહેશે અને ક્યારે જશે આ વાયરસ

મિત્રો, તમને સૌ ને ખ્યાલ હશે જ કે કોરોના વાઇરસ એ હાલ પૂરતા વેગે વિશ્વ ને પોતાના શિકંજા મા જકડી રહ્યું છે. આ વાઇરસ જે-જે જગ્યાએ પહોંચ્યો છે ત્યાં-ત્યાં લોકો નું સ્વાસ્થ્ય કથળી જાય છે અને લોકો મૃત્યુ ના દ્વાર સુધી પહોંચી જાય તેવી પરિસ્થિતિ સર્જાય છે. આ વાઇરસ ના કારણે વર્તમાન સમય મા હજારો લોકો પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે. હાલ આપણાં દેશ સહીત વિશ્વભરના લગભગ તમામ દેશોમા આ કોરોના વાઇરસ ની અસર ધીમે-ધીમે ફેલાઇ રહી છે.

પરંતુ, શુ તમને ખ્યાલ છે કે હાલ સોશિયલ મીડિયામા એક ફોટો વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક લેખિકા દ્વારા આ કોરોના ની અનેક વર્ષો પૂર્વે આગાહી કરાઈ હતી તેવું જાહેર કરવામાં આવી રહ્યો છે. થોડા દિવસ પૂર્વે અમેરિકાની લેખિકા ડીન કુંટ્જના પુસ્તકો નો સહારો લઇને એક ઇમેજ સોશિયલ મીડિયામા વાયરલ થઇ હતી. આ પુસ્તકમા કોરોના વાઇરસ જેવા ભયજનક વાઇરસ વિશે વર્ષો પૂર્વે ચેતવણી આપવામા આવી હતી. અમેરિકી લેખક ના આ પુસ્તકમા કોરોના વાઇરસ થી મળતા લક્ષણો ની વાત નો દાવો કરવામાં આવ્યો છે.

સોશિયલ મીડિયામા આ પુસ્તકને લઇને અનેકવિધ પ્રકારના પ્રતિસાદ આવી રહી છે. અમર ઉજાલા ન્યુઝ મુજબ અમેરિકા ની લેખિકા સિલ્વિયા બ્રાઉનીએ જુલાઇ ૨૦૦૮મા “એન્ડ ઓફ ડેઝ” નામનું પુસ્તક લખ્યું હતું. આ પુસ્તકમા તેણીએ લખ્યું હતું કે, “ ૨૦૨૦ મા ન્યુમોનિયા જેવો ભયજનક રોગ સમગ્ર વિશ્વ મા ફેલાઇ જશે. આ રોગ ફેંફસા અને શ્વાસનળી પર અટેક કરશે અને તેનું કોઇ જ પ્રકારનું નિદાન નહીં મળે.”

આ ઉપરાંત આ પુસ્તકમા એ પણ લખવામાં આવ્યું હતું કે, એકાએક જ આવેલો આ રોગ એક દિવસ ગાયબ થઈ જશે અને એક વર્ષ બાદ આ પુનઃ ફરશે પરંતુ, તે આપમેળે દૂર થઇ જશે. અત્રે ઉલ્લેખનીય છે કે, સિલ્વિયા બ્રાઉની પોતાને મનોવૈજ્ઞાનિક અને આધ્યાત્મિક ગુરુ ગણતી હતી અને તેણી એવો દાવો ધરાવતી હતી કે તેણીની પાસે પ્રભુ ની આપેલી દિવ્ય તાકાત છે અને જે તે સમયે આ અંગે તેણીના ટીવી અને રેડિયો પર અનેકવિધ શો પણ આવતા હતા.

૨૦ નવેમ્બર ૨૦૧૩ના રોજ તે અવસાન પામ્યા હતા. જો કે આ સમયે કોરોના-વાઈરસની આ ભયજનક પરિસ્થિતિ વચ્ચે આ આગાહી ની વાત સમક્ષ આવ્યા બાદ આ બુક નું વેચાણ આસમાન સુધી પહોંચી ગયું છે. સિલ્વિયા બ્રાઉનીની વિશ્વસનીય વેબસાઇટ અનુસાર આ સમયે આ બુક હાજર સ્ટોક મા નથી. હવે કોરોના-વાઇરસ અને સીલવીયા બ્રાઉની ના આ બુક વચ્ચે કેટલી સામ્યતા છે અને કેટલી યથાર્થતા છે તે અંગે કોઈ સચોટ માહિતી નથી પરંતુ, આપણાં દેશ માં ક્યારે કયો ચમત્કાર થઈ જાય તેના વિશે કોઈ જ કાઈ કહી શકતું નથી.

Leave a Reply

Top