You are here
Home > News >

૧૫ દિવસ થી હતા કોરોનાગ્રસ્ત વચ્ચે છતા પણ બધા રિપોર્ટ આવ્યા નેગેટિવ, ડોકટરો પણ ચોંકી ઉઠ્યા

મિત્રો, હાલ કોરોના ની સમસ્યા વચ્ચે એક ખુબ જ વિચિત્ર ઘટના આપણી સમક્ષ આવી છે. એક એવું બાળક કે જે નિરંતર કોરોના સંક્રમિત માતા-પિતા સાથે ૧૫ દિવસ સુધી રહ્યુ તેમછતા જયારે તેનુ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યું ત્યારે તેનો રીપોર્ટ નેગેટીવ આવ્યો. પંજાબના ગુરદાસપુર જીલ્લામા સ્થિત સિવિલ હોસ્પિટલના દાકતર આ કેસ જોઇને હાલ ઊંડી વિચારસરણી મા ડૂબી ગયા છે કે, આવું કેવી રીતે શક્ય બન્યુ? આ શિશુ છેલ્લા ૧૫ દિવસથી આઇસોલેશન વોર્ડમા તેના કોરોના સંક્રમિત માતા-પિતા તથા અન્ય કોરોનાના દર્દીઓ વચ્ચે રહ્યુ તેમછતા તેને કોરોનાનો ચેપ ના લાગ્યો.

કોરોનાગ્રસ્ત માં-બાપ સાથે ૨૪ કલાક વિતાવ્યા બાદ પણ શિશુ નો કોરોના ટેસ્ટ નેગેટીવ :

આ શિશુ તેની ફેમીલી સાથે શ્રી હજૂર સાહિબ ખાતેથી ઘરે પરત આવી રહ્યુ હતુ ત્યારે તેના માતા-પિતા સહીત ૪ વ્યક્તિઓ કોરોના પોઝીટીવ આવ્યા. સરકાર દ્વારા બાળક તથા તેના માતા-પિતાને અલગ રાખવા માટે સુચન આપ્યુ હતુ પરંતુ, શિશુ અને તેમના માતા-પિતા એકબીજાથી અલગ રહી શકે તેમ નહોતા માટે તે બંને ને એકસાથે આઇસોલેશન વોર્ડમા રાખવામા આવ્યા હતા. આ દરમિયાન હોસ્પીટલમા આ શિશુ ના બે વાર કોરોના પરીક્ષણ કરવામા આવ્યા પરંતુ , બંને વાર આ શિશુ ના કોરોના ટેસ્ટ નેગેટીવ આવ્યા હતા. આ શિશુ આખો દિવસ તેની માતા પાસે જ રહેતુ , તેમની સાથે જ ભોજન કરતુ અને તેમની સાથે જ સુતુ.

જે આઇસોલેશન વોર્ડમા તેમને રાખવામા આવ્યા હતા ત્યા તેમની સિવાય અન્ય ૧૦ કોરોનાના દર્દીઓ પણ હતા તેમછતા અ શિશુ નો રીપોર્ટ નેગેટીવ આવતા હાલ સમગ્ર હોસ્પિટલ આશ્ચર્યચકિત થઇ ગયુ છે અને ઊંડી વિચારસરણીમા ડૂબી ગયા કે આ શુ થયુ? અને આટલા કોરોના સંક્રમિત દર્દીઓ સાથે રહેવા છતા પણ આ શિશુ ને કોરોના ની અસર નાં થઇ, આ કેવી રીતે શક્ય બન્યુ? તજજ્ઞો નો મત એવો છે કે, આ શિશુ ની રોગપ્રતિકારક શકતી તથા ઈમ્યુનીટી સીસ્ટમ મજબુત હોવાના કારણે તેને આ કોરોના નો ચેપ લાગ્યો નહિ. આ ઉપરાંત તે જણાવે છે કે, આ શિશુ ની રોગપ્રતિકારક શક્તિ ની તપાસ કરવી જોઈએ કદાચ આ તપાસમા કોરોના ની સમસ્યાના નિદાન માટે કોઈ નવી માહિતી મળી જાય.

૯ દર્દીઓ સ્વસ્થ થઈને પાછા ઘરે ગયા :

આ સિવાય અહીના ૯ દર્દીઓ નો બીજીવાર કોરોના ટેસ્ટ કર્યો અને તે નેગેટીવ આવતા તેમને રજા આપી દેવામા આવી. આ સ્વસ્થ થયેલા દર્દીઓમા મોટાભાગના લોકો દેવસ્થળે દર્શન કરવા માટે આવેલા ભક્તો હતા તથા એક વ્યક્તિ ગુરદાસપુર ના સંત નો સેવક છે. ઘરે પાછા ફરતા સમયે આ તમામ લોકો એ દવાખાના ના દાક્તરો થી લઈને સરકાર નો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. તેમણે જણાવ્યુ કે , અહી અમારી ખુબ જ વિશેષ રીતે સાર-સંભાળ લેવાઈ. જેથી અમે હાલ સ્વસ્થ થઈને ઘરે પરત ફરી રહ્યા છીએ.

Leave a Reply

Top