You are here
Home > Articles >

૨૦૦ વર્ષના ઈતિહાસમા પ્રથમ વખત આ “કોરોના” વાઇરસ ને લીધે જલિયાણ જોગી નુ વીરપુર જલારામ મંદિર રહ્યું બંધ

મિત્રો, સમગ્ર વિશ્વમા પ્રખ્યાત એવા વીરપુર મા સ્થિત જલારામ બાપાના મંદિર વિશે કોણ નથી જાણતુ. વીરપુરમા આવેલા જલારામ બાપા ના આ દેવસ્થાનકે લાખો શ્રદ્ધાળુઓ દેશ-વિદેશ થી દર્શન કરવા આવે છે અને અહી આવીને પ્રસાદ ગ્રહણ કરે છે. પરંતુ, હાલ સમગ્ર વિશ્વમા ફેલાયેલા કોરોના વાઇરસ ના હાહાકાર ના કારણે સૌપ્રથમ વાર વીરપુર ના જલારામ બાપા ના મંદિર નુ અન્નક્ષેત્ર બંધ કરી દેવામા આવ્યુ છે.

જલારામ બાપાએ તેના જીવનમા ‘દેને કો ટુકડા ભલા, લેને કો હરિ નામ’ આ જ સુત્રને જીવનમંત્ર બનાવીને અનુસરયુ હતુ. કોઈપણ પ્રકારનુ દાન લીધા વિના ૨૦૦ વર્ષથી અવિરતપણે ભૂખ્યાને ભોજન આપીને અહી જમાડવામા આવી રહ્યા છે. ૨૦૦ વર્ષમા પહેલીવાર એવુ બન્યુ છે કે આ મંદિરનુ અન્નક્ષેત્ર બંધ રાખવામાં આવ્યુ હોય. આ અન્નક્ષેત્ર બંધ થવુ એ જણાવી રહ્યુ છે કે, આ કોરોના વાઇરસ ની સમસ્યા કેટલી હદ સુધી ગંભીર છે.

પ્રાકૃતિક આપત્તિમા પણ આ મંદિર કે અન્નક્ષેત્ર બંધ થયુ નથી :

સમગ્ર ગુજરાતમા કે સમગ્ર દેશમા પણ ગમે તેવી સ્થિતિ સર્જાણી હોય કે ગમે તેવી પ્રાકૃતિક આપત્તિ સર્જાણી હોય પરંતુ, આ દિવ્ય જલારામ બાપા ના મંદિર તથા અન્નક્ષેત્ર ને ક્યારેય પણ બંધ રાખવામા આવતુ નથી. કોઈ ભૂકંપ જેવી પ્રાકૃતિક આપત્તિ અથવા તો પૂજ્ય બાપાના કુટુંબીજનો મા કોઈપણ નો દેહાંત થયો હોય ત્યારે પણ કોઈ દિવસ પૂજ્ય જલારામ બાપા નુ મંદિર કે અન્નક્ષેત્ર બંધ રાખવામા આવ્યુ નથી.

પરંતુ, લોકોના હિત માટે મંદિર દ્વારા સૌપ્રથમવાર આ નિર્ણય લેવામા આવ્યો છે. હાલ આખા વિશ્વમા કોરોના વાઇરસ ની સમસ્યા ફેલાઈ રહી છે ત્યારે પ્રધાનમંત્રી મોદીએ આખા દેશના પ્રજાજનો ને રવિવારના દિવસે જનતા કર્ફ્યુ ની અપીલ કરી હતી. જેને આખા દેશ દ્વારા સંપૂર્ણપણે સહકાર અપાયો હતો.

Leave a Reply

Top