
મિત્રો, હાલ આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મંગળવાર ના રોજ જાહેરાત કરવામા આવી કે કોરોના વાયરસ થી બચવા માટે દેશ ને ૨૧ દિવસ સુધી લોકડાઉન કરવામા આવશે. આ ભયજનક વાયરસ ની સમક્ષ સૌથી અગત્ય નુ કોઈ શસ્ત્ર હોય તો સોશિયલ ડિસ્ટનસિંગ ને સખત રીતે લાગૂ કરવુ. તેવામા તે જાણવુ અત્યંત અગત્ય નું છે કે આ ૨૧ દિવસ દરમિયાન કઈ સેવા ચાલુ રહેશે અને શું બંધ થઈ જશે.
કઈ દુકાનો ચાલુ રહેશે?
હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર બંધન હશે નહી. મેડિકલ સ્ટોર અને રાશન ની દુકાનો ચાલુ રહેશે. દાક્તર ને ત્યા જવાની મંજૂરી હશે. બધી જ હોટેલ તથા દુકાનો બંધ રહેશે. પેટ્રોલ, સીએનજી, એલપીજી, પીએનજી જેવી સેવાઓ શરૂ રહેશે.
પોતાની ગાડી ને મંજૂરી?
ખાનગી ગાડીઓ ના સંચાલન ની મંજૂરી પણ ખુબ જ આવશ્યક સ્થિતિમા હશે. લોકો ને ફક્ત મેડિકલ જરૂરીયાત , રાશન, દવા, દૂધ અને શાકભાજી ખરીદવા જવા માટે પોતાની ગાડી ની બહાર લઈ જવાની મંજૂરી રહેશે.
મુસાફરી કરી શકશો?
બધા જ પ્રકારના સરકારી ટ્રાન્સપોર્ટ બંધ રહેશે. બસ કે ટ્રેન ની સેવા ચાલશે નહી.
શું રહેશે સંપૂર્ણ રીતે બંધ?
બધી જ ફેક્ટરીઓ, વર્કશોપ, ઓફિસ, ગોડાઉન, માર્કેટ, મોલ બંધ રહેશે. કેન્દ્ર અને રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશો ની તમામ ઓફિસ, ઓટોનોમસ-સબોર્ડિનેટ ઓફિસ અને પબ્લિક કોર્પોરેશન પણ બંધ રહેશે.
કઈ-કઈ સેવાઓ ચાલુ રાખવામા આવી છે ?
સંરક્ષણ, સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ, ટ્રેઝરી, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, પાવર જનરેશન એન્ડ ટ્રાન્સમિશન યુનિટ, પોસ્ટ ઓફિસ, નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર, ફોરકાસ્ટિંગ એજન્સીઓ ની સેવાઓ કાર્યરત રહેશે. પોલીસ, હોમગાર્ડ, સિવિલ ડિફેન્સ, ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ, જેલ, જિલ્લા વહીવટ અને ટ્રેઝરી, વીજળી, પાણી અને સેનિટેશન ને લગતી તમામ સેવાઓ કાર્યરત રહેશે.