You are here
Home > Articles >

૨૧ દિવસ રાખો આ જનતા કર્ફ્યૂ નહીંતર, સૌથી મોટી મહામારી આપણા દેશ મા ભયાનક રૂપ ધારણ કરશે, ભારત હવે ત્રીજા સ્ટેજમા પહોંચી રહ્યો છે

મિત્રો, આ કોરોના વાઈરસ ની સમસ્યા હવાથી નહી પણ ડ્રોપલેટ થી ફેલાય છે એટલે કે સ્પર્શ કરવાના કારણે ફેલાય છે. સામાજિક અંતર જ આ સમસ્યા ને રોકવાનો હાલ એકમાત્ર ઉપાય છે. જો કોઇ આ વાઇરસ થી પીડાતી વ્યક્તિ કોઈ બારણા ને અડકે, જમીન પર થૂંકે, છીંક ખાય અને રૂમના ફર્નિચર પર છાંટા ઊડે તો તે વાઈરસ ત્યા જ સ્થિર થઈ જાય છે અને ૩ દિવસ સુધી જીવિત રહે છે.

આ દિવસો મા જે કોઈપણ આ વાઇરસ ના સંપર્ક મા આવે છે તે તેના શરીરમા સીધો ઘર કરી જાય છે. જો એક વ્યક્તિ ૫ દિવસમા અંદાજે ૨.૫ લોકોને નિયમિત મળે તો એક જ મહિના ની અંદર આ ચેપ ૪૦૦ લોકો સુધી પહોંચાડી શકે છે, અંદાજે ૧.૨૫ લોકોને મળે તો તે ૧૫ લોકોને આ ચેપ લગાવી શકે છે.

લાખો લોકો આ ચેપ નો શિકાર બને તેવી શક્યતા :

સમગ્ર વિશ્વ નો અભ્યાસ કરીએ એટલે અંદાજ આવે કે ત્રીજા સપ્તાહમા ઈન્ફેક્શન નુ પ્રમાણ વધી જાય છે જેને કોમ્યુનિટી સ્પ્રેડ કહેવામા આવે છે. આપણે પણ એ પરિસ્થિતિ મા પહોંચી રહ્યા છીએ કે જે રીતે હાલત બગડ્યા બાદ રોડ, શેરીઓ સૂમસામ બની છે તે આપણે અત્યાર થી જ કરવુ પડશે, ૧ નહી પણ ૨૧ દિવસ જનતા કર્ફ્યૂ કરાશે તો જ વાઈરસ રોકી શકાશે નહીતર લાખો લોકો ચેપ નો શિકાર થશે.

વિશ્વમા સૌથી મોટી મહામારી આપણે ત્યા થશે. કોરોના ની નિદાન ની વાત છે તો મલેરિયા ની ક્લોરોપિન અને હાઈડ્રોક્લોરોક્વિન તેમા સારા પરિણામ આપતી હોવાનુ પ્રારંભિક રિસર્ચમા સામે આવ્યુ છે. જ્યારે એન્ટિવાઇરલ લોપીનાવીર અને રીટોનાવીર કે જે એચઆઈવી મા વપરાય છે તે પણ અસર કરી રહી છે.

એઈમ્સ દિલ્હીએ આ નિદાન ની સંપૂર્ણ પ્રોસેસ માટે પ્રોટોકલ પણ નિર્ધારિત કર્યો છે જેમા આ દવાઓ નો સમાવેશ કરાયો છે. આમ , આ કોરોના ની સમસ્યા હજુ પણ કેટલી વિકટ બનશે અને કેટલા લોકો તેના શિકાર બનશે તેનુ કોઈ જ અનુમાન લગાવી શકાતુ નથી. તો માટે આપણે જ સજાગ રહી ને આ જનતા કરફ્યું નુ ચુસ્તપણે પાલન કરવું અને અનવાશક કામ વગર બહાર જવા થી બચવું કેમ કે ઘર મા રેહવું જ હાલ આ વાઇરસ નો મોટો ઈલાજ છે.

Leave a Reply

Top