You are here
Home > News >

૩૭૪ કરોડ ની સંપતી ધરાવતા જ્યોતિરાદિત્ય નો વૈભવી રાજમહલ, એક થી એક ચડિયાતી ગાડીઓ, જુઓ તસવીરો

મિત્રો, જ્યોતિરાદિત્ય સિંધિયા એ રાજાશાહી કુટુંબ માંથી આવે છે. ગ્વાલિયર પર શાસન કરતા જ્યોતિરાદિત્યનો રાજસી વૈભવ હાલ પણ કાયમ છે. આઝાદી પૂર્વે અંગ્રેજો આ રાજવંશના શાસક ને ૨૧ બંદૂકોની સલામી આપતા હતા. જો કે, હવે આ રિવાજ રહ્યો નથી પરંતુ, સિંધિયા નો રાજમહેલ જયવિલાસ પેલેસ ઘણી બધી વિશિષ્ટતા ધરાવે છે. ગ્વાલિયરમા તેમના પૂર્વજોનો રાજમહેલ છે જેનુ નામ જયવિલાસ પેલેસ છે. જ્યોતિરાદિત્ય સિંધિયા એ ગુજરાતના જમાઈ છે.

વડોદરા ગાયકવાડ સરકાર ના સ્વ. રાજવી પ્રતાપસિંહ ગાયકવાડ ના ત્રીજો પુત્ર સંગ્રામસિંહ ની સુપુત્રી પ્રિયદર્શિની સાથે જ્યોતિરાદિત્યએ હાલ વિવાહ કર્યા છે. આ પેલેસ નુ સૌંદર્ય સમગ્ર વિશ્વ મા જગવિખ્યાત છે. તેની વિશેષતા જાણીને દરેક વ્યક્તિ એવી મહત્વકાંક્ષા ધરાવે છે કે, એકવાર તેને અવશ્ય રૂબરૂ જઈને જોવે. મહેલ મા રહેલી દરેક વસ્તુ તેમના રાજાશાહી વૈભવ ની ગાથા સંભળાવે છે. ૧૨,૭૪,૯૪૦ વર્ગ ફૂટમા પથરાયેલા સિંધિયા કુટુંબ ના આ મહેલનુ નિર્માણ જીવાજીરાવ સિંધિયાએ ૧૮૭૪ મા કરાવ્યુ હતુ.

તેની ડિઝાઈન ફ્રાંસના આર્કિટેક્ટ સર માઈકલ ફિલોસ ને સોંપવામા આવ્યુ હતુ. તે સમયે તેનુ મૂલ્ય અંદાજિત ૧ કરોડ રૂપિયા જેટલુ આંકવામા આવતુ હતુ. હાલમાં તેનુ મૂલ્ય ૧૦ હજાર કરોડ રૂપિયા કરતા પણ વધુ આંકવામાં આવે છે. આ મહેલમા હાલ ૪૦૦ જેટલા રૂમો છે. આ પેલેસ મા વિશ્વ ની અનન્ય ચીજવસ્તુઓ રહેલી છે અને સાથે જ દિવાલોમા પણ સ્વર્ણ થી મઢેલુ પોલિશ છે. ગ્વાલિયરના આ જયવિલાસ પેલેસના ૪૦ ઓરડાઓ ને હાલ મ્યુઝીયમ બનાવી દેવામા આવ્યુ છે.

આ આલીશાન મ્યુઝિયમમા સિંધિયાકાળના અસ્ત્ર-શસ્ત્ર, ડોલી, બગ્ગી અને કાંચના પાયા પર રહેલી સીડીઓની રેલિંગને પ્રદર્શિત કરવામા આવી છે. દરબાર હૉલ પેલેસ એ સૌથી વિશેષ જગ્યા છે. અહી હૉલ ની લંબાઈ ૧૦૦ ફૂટ , પહોળાઈ ૫૦ ફૂટ અને ઉંચાઈ ૪૧ ફૂટ છે. આ મહેલની સૌથી મોટી વિશેષતા એ છે કે, આ દરબાર હોલમા સાત-સાત ટનનું વજન ધરાવતા બે ઝુમ્મરો લગાવેલા છે. જે વિશ્વ ના સૌથી વધુ વજન ધરાવતા ઝુમ્મરો છે.

તેને લગાવતા પૂર્વે આર્કિટેક્ટે મહેલ ની છતની મજબૂતાઈ ને માપવા માટે ૭ દિવસ સુધી છત ઉપર ૧૦ હાથીઓને ઉભા રાખ્યા હતા. એવુ કહેવાય રહ્યુ છે કે, મહેલના ડાઈનિંગ હોલમાં જમવાનુ પીરસવા માટે ચાંદીની એક નાની ટ્રેન રાખવામા આવી છે. આવી અનેકવિધ આકર્ષક વસ્તુઓ મહેલ નુ સૌંદર્ય વધારવા માટે ઉપયોગી બને છે. મહેલની અંદરની દિવાલો પર દેશોના અનેકવિધ નકશાઓ અને કલાકૃતિઓની ઝાંખી જોવા મળશે.

સિંધિયા કુટુંબ ની સંપત્તિમાં ગ્વાલિયર નો “જયવિલાસ” મહલ , દિલ્હી નો “સિંધિયા વિલા” , “ગ્વાલિયર હાઉસ” ઉપરાંત અન્ય અનેકવિધ સંપત્તિઓનો સમાવેશ થાય છે. સિંધિયા રાજવંશના મહારાજ જીવાજીરાવ ફક્ત ૮ વર્ષની વયમા જ ગ્વાલિયરના મહારાજ નુ તખ્ત સાંભળવા સક્ષમ બની ગયા હતા. જ્યારે તેઓ યુવા હતા, ત્યારે ઈંગ્લેન્ડના શાસક એડવર્ડ નુ ભારતમા આવવાનુ આયોજન બન્યુ હતુ. જીવાજી મહારાજે એડવર્ડને ગ્વાલિયર આવવાનું નિમંત્રણ પાઠવ્યુ હતુ. ત્યારે તેમની આગતા-સ્વાગત માટે તેમણે જયવિલાસ પેલેસ બનાવવાનો નિર્ણય કર્યો હતો.

જયવિલાસ પેલેસ ની બહાર રહેલી લાઈટિંગ ની એક વિશેષ ઝલક :

જયવિલાસ મહલ ની અંદર ની તસવીર :

મહલ નો અંદર નો નજારો :

જ્યોતિરાદિત્ય સિંધિયા તેમના પત્ની સાથે :

જ્યોતિરાદિત્ય સિંધિયાને ડ્રાઇવિંગનો ખૂબ જ શોખ છે. તેમની રેન્જ રોવર કાર માંથી બહાર નીકળી રહેલા જ્યોતિરાદિત્ય.

Leave a Reply

Top