You are here
Home > Jyotish >

૭૦ વર્ષો બાદ વૃશ્ચિક મા સર્જાયો ત્રણ ગ્રહો નો મેળાપ, આ રાશિજાતકો ના જીવન મા થશે ઉથલપાથલ, જાણો તમારી રાશિ નો હાલ.

મિત્રો, જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ૭૦ વર્ષ બાદ ત્રણ ગ્રહ બુધ, ગુરુ અને શુક્ર નો મિલાપ મંગળ ની રાશિ વૃશ્ચિક મા થઈ રહ્યો છે. આથી, વૃશ્ચિક રાશિના જાતકો માટે આ સંયોગ અત્યંત મહત્વપૂર્ણ માનવામા આવે છે. આ ત્રણેય ગ્રહો નુ એક જ રાશિમા મિલાપ થવો એ સમગ્ર દુનિયા માટે શુભ સંકેત માનવામા આવે છે.

પરંતુ, જે રાશિઓ મા આ યોગ અશુભ ભાવ મા થશે તેમના માટે આવનાર સમય અત્યંત પીડાદાયી નીવડી શકે છે. જેમને આ યોગ શુભ ભાવમા થશે તેમના માટે આ સમય કોઈ વરદાન થી ઓછુ નથી. જાણો, તમારી રાશિ પર આ ત્રણ ગ્રહો નો સંયોગ કેવી અસર કરશે.

મેષ રાશી :

આ રાશી મા આઠમા ભાવમા આ ત્રણ ગ્રહોનો સંયોગ બની રહ્યો છે. તે સ્વાસ્થ્ય માટે પ્રતિકૂળ સાબિત થશે. પરંતુ, માન-સન્માનની દૃષ્ટિએ આ સમયગાળો શ્રેષ્ઠ સાબિત થશે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે. આકસ્મિક ધનલાભ થવાના યોગ સર્જાઈ રહ્યા છે. ઘર નો માહોલ ખુશનુમા બની રહેશે.

વૃષભ રાશી :

આ રાશિના સાતમા ભાવમા આ ગ્રહોના પ્રભાવથી તમારી પ્રગતિ થશે. વૈવાહિક જીવન મધુરમય બનશે. કાર્ય અને વ્યવસાય ની દૃષ્ટિએ આ સમય સાનુકુળ રહેશે. પ્રેમ-સંબંધ માટે સમય સાનુકુળ રહેશે. સમાજ માં માન-સન્માન માં વૃદ્ધિ થશે. કાર્યસ્થળે ઉચ્ચ અધિકારીઓ નો સંપૂર્ણ સહકાર પ્રાપ્ત થઇ રહેશે.

મિથુન રાશી :

આ રાશિ ને શત્રુ ભાવમાં આ ગ્રહો નો સંયોગ મિશ્રફળ આપશે. સ્વાસ્થ્ય ની દૃષ્ટિએ સાવધાન રહેવું પડશે. શત્રુઓ થી આવનાર સમય મા સાવચેત રહેવુ પડશે. આવક ની સપેક્ષ મા વધુ ખર્ચ થશે. વિદેશ યાત્રા નો યોગ સર્જાઈ રહ્યો છે. ધાર્મિક કાર્યો તરફ તમારુ મન વળી શકે છે.

કર્ક.રાશી :

આ રાશી મા પાંચમા ભાવમા ત્રણ ગ્રહો નો સંયોગ આવનાર સમય ને શુભ બનાવશે. ભાગીદારી મા કોઈ નવો વ્યવસાય પ્રારંભ કરવા માટે સારો સમય જણાઈ રહ્યો છે. સંતાન તરફ થી તણાવમય માહોલ બની શકે. તમારી વાણી પર સંયમ રાખવું નહિતર વાદ-વિવાદ સર્જાઈ શકે છે.

સિંહ રાશી :

આ રાશી મા ચોથા ભાવ મા ત્રણ ગ્રહો નો સંયોગ સર્જાવવા થી માનસિક શાંતિ નો અનુભવ થાય છે. નવુ મકાન અથવા વાહન ની ખરીદી કરવાના યોગ સર્જાઈ રહ્યા છે. કાર્યસ્થળે તમારા અથાગ પરિશ્રમ ના કારણે પદોન્નતિ થવાની શક્યતાઓ સર્જાઈ રહી છે. સ્વાસ્થ્ય સાનુકુળ રહેશે. ઘર નો માહોલ ખુશનુમા બની રહેશે.

કન્યા રાશી :

આ રાશી મા પરાક્રમ ભાવમા ત્રણેય ગ્રહો ના સંયોગ ના કારણે પરાક્રમ અને ભાગ્ય મા વૃદ્ધિ જોવા મળશે. તમને તમારા અથાગ પરિશ્રમ અનુસાર નુ ફળ પ્રાપ્ત થઇ રહેશે. આવનાર સમય મા તમને તમારા નસીબ નો સંપૂર્ણપણે સાથ મળી રહેશે. કાર્યસ્થળે કાર્યબોજ મા વૃદ્ધિ થશે. વ્યવસ્યા ક્ષેત્રે આકસ્મિક ધન-લાભ થવાના યોગ સર્જાઈ રહ્યા છે.

તુલા રાશી :

આ રાશિના ધનભાવ મા આ ગ્રહો ના મિલાપ નો સંયોગ સર્જાવવા થી તમારી તમામ આર્થિક સમસ્યાઓ દૂર થાય છે. તમારુ અટકાયેલુ ધન તમને પરત મળશે. વાણી પર સંયમ રાખવુ. જ્યા સુધી તમારુ અગત્ય નુ કાર્ય પૂર્ણ ના થઇ જાય ત્યા સુધી તેને જાહેર ના કરવુ. સ્વાસ્થ્ય અંગે વિશેષ સાવચેતી રાખવી.

વૃશ્ચિક રાશી :

આ રાશિ માટે આ સંયોગ કોઈ વરદાન થી કમ નથી. સમાજ મા માન-પ્રતિષ્ઠા મા વૃદ્ધિ થશે. તમારા નિર્ધારિત તમામ કાર્યો યોગ્ય સમયે પૂર્ણ થશે. સ્વાસ્થ્ય સાનુકુળ રહેશે. અભ્યાસ ક્ષેત્રે અવિરત સફળતા પ્રાપ્ત થશે. સંતાન તરફ થી કોઈ શુભ સમાચાર પ્રાપ્ત થઇ શકે. વિવાહ માટે શુભ સમય જણાઈ રહ્યો છે.

ધન રાશી :

આ રાશિ મા આ ત્રણ ગ્રહો નો મિલાપ માંગલિક કાર્યો ના યોગ નુ સર્જન કરાવી શકે છે. કોઈ અગત્ય ના કાર્ય હેતુસર યાત્રા પર જવુ પડી શકે છે. આર્થિક સ્થિતી મધ્યમ રહેશે. કોર્ટ-કચેરી ના કાર્યો થી દૂર રહેવુ. સ્વાસ્થ્ય સાનુકુળ રહેશે. કાર્યસ્થળ અંગે પરિવર્તન લાવવાનુ વિચારી શકો.

મકર રાશી :

આ રાશી જાતકો માટે આ ત્રણ ગ્રહો નો સંયોગ વધુ ને વધુ આવક ના સ્રોતો ઊભા કરશે. તમારા દરેક નિર્ણયો માં તમારા ઘર ના સદસ્યો નો સંપૂર્ણપણે સહકાર પ્રાપ્ત થઇ રહેશે. પૂર્વનિર્ધારિત આયોજનો સફળતાપૂર્વક પૂર્ણ થશે. નવા પ્રોજેક્ટ મળવાના યોગ સર્જાઈ રહ્યા છે. સંતાન સંબંધીત તણાવ માંથી મુક્તિ મળશે.

કુંભ રાશી :

આ રાશી મા કર્મ ભાવમાં ત્રણ ગ્રહ નો યોગ સર્જાવવા થી કાર્યક્ષેત્રે લાભદાયી સાબિત થશે. કાર્યસ્થળે ઉન્નતિ ના યોગ સર્જાઈ રહ્યા છે. ભાગીદારી મા વ્યવસાય કરવા ઈચ્છતા હોવ તો સમય સાનુકુળ રહેશે. સમાજ મા માન-સન્માન પ્રાપ્ત થશે. ઉચ્ચ અધિકારીઓ નો કાર્યસ્થળે સંપૂર્ણપણે સહકાર મળી રહેશે. નવા મકાન કે વાહન ની ખરીદી માટે શ્રેષ્ઠ સમય જણાઈ રહ્યો છે.

મીન રાશી :

આ રાશી ના ભાગ્ય ભાવમા આ ત્રણ ગ્રહોનો સંયોગ શુભ સાબિત થશે. ઘરના સદસ્યો સાથે યાત્રા પર જવાનો યોગ સર્જાઈ શકે. આત્મવિશ્વાસ અને સાહસ મા વૃદ્ધિ થશે. તમારા દ્વારા લેવાયેલા નિર્ણય અને કાર્ય ના વખાણ થશે. સ્વાસ્થ્ય અંગે વિશેષ સાવચેતી રાખવી.

Leave a Reply

Top