
મિત્રો , બોલીવુડ જગત ના મહાનાયક તરીકે ઓળખાતા અમિતાભ બચ્ચન ના લગ્ન ના હમણા જ ૪૬ વર્ષ પૂર્ણ થયા છે. તેમના ધર્મ પત્ની જયા બચ્ચન હાલ ૭૨ વર્ષની વય વટાવી ચૂક્યા છે. તેમા કોઈ જ શંકા ને સ્થાન નથી કે જ્યારે પણ કોઈ સામાન્ય વ્યક્તિ પહેલીવાર મુંબઈ આવે છે, ત્યારે તે પહેલા અમિતાભ બચ્ચન નુ ઘર જોવાની ઇચ્છા રાખે છે.
તમને જણાવી દઈએ કે અમિતાભ બચ્ચન નો બંગલો “જલ્સા” એ અત્યંત મનમોહક છે. તે કોઈ સ્વર્ગથી કમ નથી. આ જલસા મા અમિતાભ તેમની ફેમિલી જયા, એશ્વર્યા, અભિષેક અને પૌત્રી આરાધ્યા સાથે રહે છે. દર રવિવારે અમિતાભ બચ્ચન ના ઘર ની બહાર હજારો ચાહક વર્ગ ની ભીડ રહે છે. અમિતાભ બચ્ચન ના ફેન્સ દર રવિવારે જલસા ની બહાર આવે છે અને તેમની એક ઝલક મેળવવા માટે.
પરંતુ, આજે અમે તમને આ લેખ ના માધ્યમ થી જલસા ની અંદર ફરવા લઈ જઇએ છીએ, બિગ બીનો બંગલો અંદર થી કેવો દેખાય છે, તેના વિશે થોડી માહિતી મેળવીએ. બિગ બી ના ઘરની સજાવટ ખૂબ જ આકર્ષક છે. જલસાની અંદર નુ દૃશ્ય જોઈને ફક્ત તેને જ જોતા રહેવાની ઈચ્છા થઈ જાય છે. આ સિવાય અમિતાભ બચ્ચન ના બંગલા વિશે એવુ પણ કહેવામા આવે છે કે તે સુંદર અને તમામ સુખ-સુવિધાઓ થી સજ્જ છે.
આ બંગલા ની અંદર અનેક સુંદર અને મનમોહક સુશોભન ની વસ્તુઓ જોઈ શકો. દિવાળી ના તહેવાર પર આખુ કુટુંબ એકસાથે પૂજા કરે છે. બચ્ચન પરિવારે ઘરમા પણ એક ખૂબ જ સુંદર મંદિર બનાવ્યુ છે. તમને જણાવી દઈએ કે, આ જલસા અમિતાભ બચ્ચન ને ભેટ તરીકે આપવામા આવ્યો હતો. રમેશ શિપ્પીએ ફિલ્મ સતે પે સત્તા પછી બિગ બીને આ બંગલો ભેંટ મા આપ્યો હતો.
બિગ બીનુ આ ભવ્ય ઘર જલસા ૧૦૨૫ ચોરસ ફૂટમા પથરાયેલુ છે. અમિતાભ બચ્ચનનુ ઘર સમુદ્રની તદન નજીક આવેલુ છે. જુહુ બીચ તેમના ઘરની સાવ નજીક છે. ઘર ની પાછળ થી સમુદ્ર નો નજારો અત્યંત મનમોહક દેખાય છે. આ ઘર નુ નામ અમિતાભ ના ભાઈ અજિતાભ બચ્ચન ની પત્ની રામોલા બચ્ચનના નામ પર રાખવામા આવ્યુ હતુ.
વર્ષ ૨૦૦૬ મા જલસા જયા બચ્ચનના નામે નોંધાઈ હતી. ઘણીવાર અમિતાભ બચ્ચન પણ તેમના ઘરે થી તેમના પ્રશંસકો ને શુભેચ્છા પાઠવે છે , જ્યાં તેમને જોવા માટે મોટી સંખ્યા મા ભીડ ઉમટે છે. દર વર્ષે દિવાળી ના તહેવાર પર જલસા ને ખૂબ જ સુંદર રીતે શણગારવામા આવે છે. ઘરના દરેક ખૂણામા મોંઘા કેન્ડલ મૂકીને ઘરને શણગારવામા આવે છે.