
દરેક વ્યક્તિ ને આર્થિક સ્થિરતા તેમજ સુખ સાધનો થી સંપન્ન જીવન જીવવાની ઈચ્છા હોય છે. આવું જીવન ઘણા વ્યક્તિઓ ને સરળતાથી મળી જાય છે તો ઘણા ને તેના માટે કઠીન પરિશ્રમ કરવો પડે છે. આર્થિક સદ્ધરતા માટે વ્યક્તિ એડી-ચોટીનું જોર લગાવી દેતાં હોય છે. પરંતુ ઘણા લોકો લાખો પ્રયત્નો કરવા છતાં પણ તેમને આર્થિક તંગી ન નડે તો પણ તેના પ્રયાસો ફળતા નથી. અનેક કોશિશો કર્યા બાદ પણ ઘરમા પૈસાની અછત હંમેશા રહે છે. આવક કરતાં જાવક નુ પ્રમાણ વધુ રહેવાથી આવી સમસ્યા સર્જાતી હોય છે.
જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે આવી સ્થિતિ નો સામનો સૌથી વધુ મેષ તેમજ વૃશ્ચિક રાશિના જાતકો ને કરવો પડતો હોય છે. આ બાર રાશિઓ માથી આ બે રાશિઓ એવી છે કે જેના જાતકોના જીવનમા સદા ધનની અછત રેહતી જ હોય છે. મેષ તેમજ વૃશ્ચિક રાશિના જાતકો ને ધન પ્રાપ્તિ માટે ઘણો પરિશ્રમ કરવો પડે છે તેમજ આ પરિશ્રમ કર્યા બાદ પણ તેમની પાસે ધન ટકતું નથી. તેમના જીવનમા એક સાંધો તો તેર તૂટે તેવી સ્થિતિ હમેશા રેહતી હોય છે.
આ મેષ રાશિના જાતકોએ સૂર્યાસ્ત ના સમયે ઘરના મુખ્ય દરવાજા પર તેલ નો દીવો પેટાવવો જોઈએ. આ દીવામા મરી ના આખા બે દાણા પણ ઉમેરવા જોઈએ. આ ઉપાય તેમને કરવો કે જ્યાં સુધી તેમની આર્થિક સ્થિતીમા સુધારો ન આવે. આ ઉપાય અજમાવવા થી વ્યક્તિને તેના અટકાયેલા દરેક કાર્યોમા પણ લાભ પોહચે છે. આ રાશિના જાતકોએ આર્થિક સ્થિતિ ને સુધારવા માટે સંધ્યાકાળે ભગવાન વિષ્ણુ તેમજ માતા લક્ષ્મીના મંદિરે જઈ ત્યાં સ્થાપિત જળસ્ત્રોત માથી એક પાત્રમા પાણી ભરી ને લાવવું.
ત્યારબાદ આ પાણીને પીપળા ના ઝાડ ને ચઢાવવું. આ સિવાય પણ આ રાશિના જાતકો એક બીજો ઉપાય પણ અજમાવી શકે છે. જેના માટે તેમને વડલા ના ઝાડ નું એક પાંદડું, ઘઉંના લોટ માંથી બનાવેલું દીવા નું કોડીયું લઈ હનુમાનજી ના મંદિરે જવું. ત્યારબાદ હનુમાનજી સામે ઉભા રહી પ્રાર્થના કરતા આ વડલાના પાંદડા પર કોડીયું મુકી તેમાં તેલ નો દીવો પ્રગટાવવો. આ ઉપાય પાંચ મંગળવાર સુધી કરવો. આ ઉપાય કરવા થી થોડા જ સમય મા તમને લાભ જોવા મળશે.