You are here
Home > Jyotish >

આ ચાર મહિનામા જન્મેલી દીકરીઓ હોય છે સાક્ષાત લક્ષ્મી નો અવતાર, લાવશે અનેક ખુશીઓ! જાણો કયો મહિનો…

જ્યારે કોઈના ઘરમાં દીકરી નો જન્મ થાંઈ છે ત્યારે એવું કહેવામા આવે છે કે લક્ષ્મી નો જન્મ થયો આવું એટલા માટે કહેવામા આવે છે કે દીકરી ને મહા લક્ષ્મી નું રૂપ માનવમાં આવે છે. દીકરી ના જન્મ પછી ઘણા લોકો ના ઘરમાં સુખ શાંતિ અને સમવૃદ્ધિ આવે છે. માટે દીકરી ને લક્ષ્મી કહેવાય છે.

ક્યારેક આવું પણ બને છે કે જે મહિનામાં છોકરીનો જન્મ થાય તે મહિનો તેના ઘરવાળા લોકો માટે ખુબજ સારો હોય છે. અમુક મહિના ને સારા માનવામાં આવે છે. અને જો આ મહિનામાં દીકરીનો જન્મ થાય તો તે દીકરી ભાગ્યશાળી હોય છે. અને આવી દીકરી ને સાક્ષાત લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે. આ મહિના માં જન્મ લેનાર દીકરી પોતાના ઘર અને સસરા ના ઘર માટે ભાગ્યશાળી હોય છે. તો ચાલો આપણે તે મહિના ક્યાં છે તેના વિષે જાણીએ.

ફેબ્રુઆરી મહિનો

ફેબ્રુઆરી મહિનામાં જન્મ લેનાર દીકરી શાંત સ્વભાવની હોય છે. અને ખૂબ બુદ્ધિશાળી હોય છે. આવી દીકરી ને સાસરું પણ ખૂબ સારું મળે છે. અને તે તેના પરિવાર માટે પણ ભાગ્યશાળી હોય છે.

એપ્રિલ મહિનો

એપ્રિલ મહિનામાં જન્મ લેનાર દીકરી ને માતા લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે. એપ્રિલ માહિનામાં જન્મ લેનાર દીકરી ની ગ્રહ ચાલ ઝડપી હોય છે, જે તેને સફળતા આપે છે. અને તેના જીવન માં ક્યારેય ગરીબી આવતી નથી.તેના લગ્ન જેની સાથે થાય તેનું પણ ભાગ્ય ચમકી જાય છે.

જૂન મહિનો

જૂન મહિનામાં જન્મ લેનાર દીકરી નસીબવાળી હોય છે. તેને સાક્ષાત માતા લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે. આ મહિનામાં જન્મ લેવા વાળી છોકરીઓ પોતાના જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા માટે ખૂબ મહેનત કરે છે અને તે સુખી થાય છે.

સપ્ટેમ્બર મહિનો

સપ્ટેમ્બર મહિનામાં જન્મ થયો હોય તે દીકરીની કુંડળીમાં ચંદ્ર, બુધ અને શુક્ર ત્રણેય ગ્રહોનું મિલન થાય છે, તેથી આ મહિનામાં જન્મ લેવા વાળી દીકરીઓ ધનવાન હોય છે. તેને જે માગે તે મળે છે. અને તેના લગ્ન અમીર ઘરમાં થાય છે.

Leave a Reply

Top