You are here
Home > Jyotish >

આ ચાર રાશિઓ ના જાતકો પર રેહશે શનિમહારાજ ના ચારેય હાથ, કુબેરમહારાજ જેવો વૈભવ ભોગવશે

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક રાશિઓની પોતપોતાની આવડત તથા ત્રુટીઓ હોય છે. પરંતુ, આ ૪ રાશિઓ એવી છે જેના પર શનિનો પ્રભાવ સૌથી વધુ હોય છે. શનિગ્રહ થી પ્રભાવિત આવી ૪ રાશિઓ વિશે આજે આપણે આ લેખ મા વર્ણન કરીશું. આ રાશિના જાતકને વધુ પડતા નસીબદાર ગણવામા આવે છે. જો કે પરિશ્રમ વિના કોઇપણ વ્યક્તિ ને કશું જ પ્રાપ્ત થતું નથી. પરંતુ, આ રાશિના જાતક ને કોઇપણ વસ્તુ ઓછા પરિશ્રમ થી પણ પ્રાપ્ત થઈ જાય છે. તો ચાલો આ ભાગ્યશાળી રાશિઓ વિશે વિસ્તૃત માહિતી મેળવીએ.

મેષ રાશિ :

આ રાશિના જાતકો શનિગ્રહ થી પ્રભાવિત હોવાના કારણે પુષ્કળ પ્રમાણમા ઉર્જા ધરાવતા હોય છે. આ ઉપરાંત આ રાશિ નો સ્વામી ગ્રહ મંગળ હોય છે. આ રાશિ ના જાતક નો સ્વભાવ ખુબ જ જિદ્દી હોય છે. જેમના કારણે તે જે કોઇપણ કાર્ય ને હાથમા લઇ લે છે તે કાર્ય ને પૂર્ણ કરીને જ જંપે છે. આ સિવાય આ રાશિ ના જાતક ખૂબ જ લોયલ હોય છે. આથી તેઓ જે કંઈપણ કાર્ય કરે તો તે સંપૂર્ણપણે ઇમાનદારી થી જ કરે છે. વાદ-વિવાદ થી દૂર રહેવું. સ્વાસ્થ્ય સાનુકૂળ રહેશે.

વૃશ્ચિક રાશિ :

જ્યોતિષશાસ્ત્ર મુજબ વૃશ્વિક રાશિના જાતક પણ શનિગ્રહ થી પ્રભાવિત હોય છે. આ સાથે જ આ રાશિના જાતક ના જન્માક્ષરમા મંગળ નો પણ શુભ પ્રભાવ જોવા મળે છે. શનિથી પ્રભાવિત થયેલ હોવાના લીધે આ રાશિના જાતક નસીબદાર હોય છે. મિત્રતા ના કિસ્સામા તે એક ખૂબ જ સારા મિત્ર સાબિત થાય છે. તેમને દરેક વસ્તુ ખૂબ જ ઓછા પરિશ્રમ થી અને સહેલાઇ થી મળી જાય છે. આ રાશિના જાતક વિકટ પરિસ્થિતિ ને પણ સહેલાઇ થી નિયંત્રિત કરી લે છે.

મકર રાશિ :

શનિ થી પ્રભાવિત આ રાશિના જાતક મા ધીરજ અને લાગણીઓ પર નિયંત્રણ કરવાની અદ્વિતીય ક્ષમતા હોય છે. આ ઉપરાંત આ રાશિ ના જાતકો પર મંગળ નો શુભ પ્રભાવ બનેલો છે. શનિ ના પ્રભાવ ના કારણે આ રાશિ જાતકો ની સમજણશક્તિ અને બુદ્વિ મા પણ વૃદ્ધિ થાય છે. એટલા માટે તે ખૂબ જ સમજદાર અને નસીબદાર સાબિત થાય છે.

કુંભ રાશિ :

આ રાશિ ના જાતકો પણ શનિ થી પ્રભાવિત થાય છે. પરંતુ, આ જાતકો મા પરોપકાર ના ગુણ અન્ય જાતકો ની સાપેક્ષ મા વધુ પડતા હોય છે. આ રાશિના જાતકો વધુ પડતા પરિશ્રમી પણ હોય છે. આ જાતકો પોતાના અથાગ પરિશ્રમ ના કારણે સફળતા ના તમામ ઉચ્ચ શિખરો સર કરે છે. આ જાતકોના આ પરોપકાર તથા પરિશ્રમ ના ગુણધર્મો જ તેમને શનિ ની દયાદ્રષ્ટિ નું પાત્ર બનાવે છે. આ રીતે શનિ ના આશીર્વચન થી તેમને દરેક વસ્તુ પ્રાપ્ત થઈ રહે છે.

Leave a Reply

Top