You are here
Home > Articles >

આ આયુર્વેદિક ઉપાયો થી વધારો શરીર ની રોગપ્રતિકારક શક્તિ ને, કરો કોરોના સામે લડત

આપણે આ લેખ ની શરૂઆત કરીએ તે પહેલા સુશ્રુત સંહિતના કુષ્ઠનિદાન અધ્યાય ના આ શ્લોક નુ પઠન કરો.

प्रसंगात् गात्रसंस्पर्शात् निश्वासात् सहभोजनात्। सहशय्या-आसनात् चापि वस्त्रमाल्यानुपलेपनात्।।
कुष्ठ ज्वर श्च शोष श्च नेत्राभिष्यन्द एव च। औपसर्गिक रोग श्च संक्रांति नवरात्र नरम्।।

આ શ્લોક નો અર્થ કઈક એવો થાય છે કે જેને કુષ્ઠ, સંક્રમણ ની બીમારી થઈ હોય તેમની સાથે લાંબો સમય શારીરિક સંપર્ક મા પસાર કરવો, વારંવાર અડકવા થી, એમના ઉચ્છવાસ થી, ભોજન કરવાથી, સુવાથી કે બેસવાથી, વસ્ત્ર, માળા, લેપ વગેરે વાપરવા થી એક વ્યક્તિ માથી બીજા માણસ મા એ બીમારી ફેલાય છે. આવી જ રીતે ચરક સંહિતામા ચરકે મહામારી તેમજ જુદી-જુદી કુદરતી આપત્તિઓ અને તેને નિયંત્રિત કરવા માટે ના ડિટેઇલ્ડ સ્ટેપ્સ એના માટે ના જ “જનપદોધ્વસીય” અધ્યાયમા વર્ણવ્યા છે.

આ પરથી એટલુ સમજીએ કે એકબીજા થી જરૂર વગર નજીકના વ્યવહાર ના કરીએ અને અંતર રાખીને રહીએ. ઉધરસ, બગાસુ વગેરે શ્વાસ ને લગતી ક્રિયાઓ થાય ત્યારે નાક અને મોઢા પાસે રૂમાલ રાખીને કરીએ, આ ઉપરાંત બની શકે તો આખો દિવસ કોટન કપડુ બાંધીને રાખીએ, કોઈ ના કપડા, કોઈ ની માળા, કોઈની વાપરેલી વસ્તુ નો ઉપયોગ ના કરીએ. કોઈપણ ખાવા-પીવાની, પહેરવાની વસ્તુ હાથ ધોઈને વાપરવી.

ઈમ્યુનિટી પાવર તથા રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ના અસરકારક આયુર્વેદીક ઉપચાર :

જો પ્રકૃતિ અનુસાર આહાર ગ્રહણ કરીએ અને આખો દિવસ એવી પ્રવૃત્તિઓ કરીએ જેનાથી સર્વ દોષ સંતુલન મા રહે, સર્વ ધાતુઓ બેલેન્સમાં રહે, અગ્નિ બેલેન્સમા રહે અને મળશુદ્ધિ ક્રિયા યોગ્ય રીતે થાય એટલે ઈમ્યુનિટી પાવર મા વૃદ્ધિ થાય. ભૂખ હોય તેટલો અને શરીરની ક્રિયાઓ માટે આવશ્યક હોય તેટલો સાદો આહાર લઈએ. મન શાંત અને પ્રસન્ન રાખીએ. કોઈ સાથે ખોટુ વાદ-વિવાદ ના કરવુ. એકબીજા પ્રત્યે પ્રેમભાવ અને સમજદારી રાખીએ. આ જ સાચો ઇમ્યુનિટી પાવર વધારવાનો ઉપાય છે.

ઘરમા સવાર-સાંજ ગુગળ, કપૂર, લીમડો જે પ્રાપ્ત હોય એનો ધૂપ વિશેષ કરીએ. સવાર-સાંજ ગરમ પાણીમા હળદર-નમક નાખીને કોગળા કરીએ. આ સિવાય ઉકાળા નુ સેવન સવાર-સાંજ લેવાનુ રાખો. આ સિવાય સૂંઠ અને હળદર પણ કોઈપણ સ્વરૂપમા ફાકીને ઉકાળો કરીને લેવાનું રાખે. જો ગળામા કફ અથવા તો નાક માથી પાણી પડવાના ૭ લક્ષણો હોય તો દિવસમા કમ સે કમ બે વાર અજમાનો નાસ લેવો.

કફ પ્રકૃતિવાળાએ સૂંઠ, મરી, લીંડીપીપર નો ઉકાળો સુદર્શન સાથે લેવો અથવા સુદર્શન ઘનવટી ની ગોળી લઈ, ત્રિકટુ, બે લવિંગ, તજ, તુલસી આ બધાનો ઉકાળો કરી સવારે તથા સાંજે તેનુ સેવન કરવુ. આ ઉપરાંત અજમા-હળદર નો ધુમાડો લેવો ત્યારબાદ નાક મા ગાય નુ ઘી ગરમ કરી એક-એક બૂંદ નાખવુ. નાકમા હંમેશા સરસીયુ કે તલ નુ તેલ લગાડી રાખવુ. જેથી બહાર થી આવતા કોઈપણ ઝેરી જીવાણુ અંદર જતા પૂર્વે ત્યા જ ચોટી જાય છે.

ખાસ કરીને ખાવા-પીવા મા વધુ પડતુ ધ્યાન આપવુ, આહાર સાદો, ગરમ અને બને તેટલો ઓછો લેવો. શક્ય હોય તો એક ટાઇમ પર એક જ અનાજ ગ્રહણ કરવાનુ રાખવુ જેમ કે, એક સમય પર ફકત ભાત અને દાળ, સબ્જી બીજા ટાઈમે ફક્ત રોટલી, ભાખરી વગેરે. બને ત્યાં સુધી ગરમ જમવુ તથા કાચુ ઓછુ લેવુ અને ફળો નુ વધુ પડતુ સેવન કરવુ. હળવી કસરતો, આસનો, પ્રાણાયામ તથા ધ્યાન વિશેષ રૂપે અને ભૂલ્યા વગર નિયમિત કરવા. કોઇ સાથે ખોટા વાદ-વિવાદ મા પડવુ નહી. બને તેટલુ મૌન અને શાંતિ જાળવી રાખવી.

જો તમે હનુમાન ચાલીસા, ગાયત્રી મંત્ર કે પોતે જે કોઈપણ પ્રાર્થના કરતા હોવ તે મોટેથી ગાવી અને ઘંટ અને શંખ વગાડવા. જેથી તમારી આસપાસના રોગકારક જીવોણો દૂર થાય. આ ઉપરાંત લીમડાના સૂકા પર્ણો નો ધુમાડો કરીને આપણે વાતાવરણ શુદ્ધ કરી શકીએ. તો ચાલો, આપણે આપણા મનુષ્ય હોવાનુ કર્તવ્ય નિભાવીએ! આપણા ઋષિ-મુનિઓ આ બાબતે, આવા સમય માટે, આપણ ને જે બતાવી ગયા છે તેનુ અનુસરણ કરીએ અને અન્ય પાસે પણ તેનુ અનુસરણ કરાવીએ.

Leave a Reply

Top