
મિત્રો , વિશ્વ માં જ્યારે પણ કોઈ ના ઘરે શિશુ નો જન્મ થાય છે ત્યારે સૌથી વધુ પડતો રસ તેનું નામ રાખવામા થાય છે. દરેક મા-બાપ એવી ઈચ્છા ધરાવે છે કે, પુત્ર હોય કે પુત્રી તેનું નામ વિશેષ હોવું જોઈએ. એવા માં આજે અમે તમને એવા-એવા બોલિવૂડ સિતારાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમણે પોતાના બાળકો ના નામ એટલા વિશિષ્ટ રાખ્યા છે કે બોલવા અને સાંભળવા માં પણ વિચિત્ર લાગે છે.
ન્યાસા :
સુપરસ્ટાર અજય અને કાજોલ ની મોટી પુત્રી છે. આ ઉપરાંત તેમનો એક પુત્ર પણ છે જેનું નામ યુગ રાખવામાં આવ્યું છે. આ બંને ભાઈ તથા બહેન ના નામ તદ્દન અલગ રાખવામાં આવ્યા છે.
જેને તેમજ જેકે જીદાન :
બોલિવૂડ જગત ના હાસ્ય કલાકાર અરશદ વારસી અને તેમની પત્ની મારિયા ના બાળકો ના નામ તો સૌથી વધુ અટપટા છે. એમની સુપુત્રી નું નામ જેને અને તેમના પુત્ર નું નામ જેકે છે.
મિશા :
મિશા એ શાહિદ કપૂર અને મીરા રાજપૂત ની સુપુત્રી છે. આ નામ ખૂબ જ ઓછું સાંભળવા મળે છે. મિશા સોશિયલ મીડિયા પણ ખૂબ જ પ્રખ્યાત છે.
મહીકા તેમજ માયરા :
મહીકા તેમજ માયરા બોલિવૂડ ના એક ખુબજ પ્રખ્યાત અભિનેતા અર્જુન રામપાલ ની પુત્રીઓ છે. માયરા અનેક જગ્યાએ ચર્ચા માં જોવા મળે છે પરંતુ , મહીકા એટલી બધી લાઈમલાઈટ માં દેખાતી નથી.
ઇરા :
ઈરા એ આમિર ખાન ની સૌથી પહેલી પત્ની રીના દતા ની પુત્રી છે. ‘ઈરા ખાન’ આ પ્રકાર ના નામ પણ આપણે યોગ્ય રીતે બોલી ના શકીએ , આ નામ તદ્દન વિચિત્ર છે.
અકિરા તેમજ શાકયા :
અકિરા અને શાક્યા એ બોલિવૂડ જગત ના અભિનેતા ફરહાન અખ્તર ની પુત્રીઓ છે, તેમના નામ વધુ પડતા વિચિત્ર છે, વિશેષ કરીને શાકયા નામ તો આપણે ભાગ્યે જ ક્યાંક સાંભળ્યું હશે.
અરિન તેમજ રયાન :
માધુરી દીક્ષિત એ પોતાના બંને સુંદર પુત્ર નું નામ તદ્દન વિશિષ્ટ આપ્યું છે. માધુરી ના પુત્ર ના નામ અરિન અને રયાન છે. આ બંને નામ પણ એવા છે જે આપણે આપણાં દેશમાં ભાગ્યે જ સાંભળ્યા હશે.
અન્યા તેમજ દીવા :
કોરિયોગ્રાફર માંથી નિર્દેશક બનેલ ફરાહ ખાન ના ત્રણ સંતાનો છે. એમની બે પુત્રીઓ ના નામ અન્યા અને દીવા છે જે વિચિત્ર છે. એમના પુત્ર નું નામ સિરાજ છે. જે નામ સામાન્ય છે.
મિકાઈલ :
મિકાઈલ નામ સાંભળવા માં થોડું વિદેશી લાગે છે. આ નામ બોલીવૂડ માં ફ્લોપ થયેલી અભિનેત્રી આયેશા ટાકિયા ના સુપુત્ર નું નામ છે.
સમાયરા અને કિયાન :
૯૦ ના દાયકા ની પ્રખ્યાત અભિનેત્રી કરિશ્મા કપૂરે પોતાના બંને બાળકો ના નામ ખૂબ જ રહસ્યમય અને આકર્ષિત રાખ્યા છે. કરિશ્મા ની સુપુત્રી નું નામ સમાયરા તથા પુત્ર નું નામ કિયાન રાખવામાં આવ્યું છે. આ નામ સાંભળવામાં સારા લાગે છે પણ છે તદ્દન વિચિત્ર.
અદિરા :
અદિરા એ બોલીવુડ જગત ની પ્રખ્યાત અભિનેત્રી રાની મુખર્જી તથા મશહૂર ડાયરેકટર આદિત્ય ચોપડા ની પુત્રી છે. તેમની પુત્રી નું નામ પણ તદ્દન વિચિત્ર છે.
રાશા :
૯૦ ના દાયકા ની હોટ અને પોતાની અદાઓ થી ઘાયલ કરનાર અભિનેત્રી રવીના ટંડન ની પુત્રી ‘રાશા’ એકદમ પોતાની માતા જેટલી જ સુંદર છે. રાશા નામ પણ તદ્દન અનોખું અને વિશિષ્ટ છે.
અબરામ :
બોલિવુડ જગત ના બાદશાહ ગણાતાં શાહરૂખ ખાને પોતાના સૌથી નાના પુત્ર નું નામ ‘અબરામ’ રાખ્યું છે. આ નામ પણ તદ્દન વિચિત્ર છે. જ્યારે તેનો જન્મ થયો હતો ત્યારે તે સમગ્ર દેશમાં પોતાના નામ ના કારણે ખૂબ જ ચર્ચા માં રહ્યો હતો.
વિયાન :
શિલ્પા શેટ્ટી તેમજ રાજ કુન્દ્રા ના સુપુત્ર નું નામ “વિયાન” છે. આ “વિયાન” નામ પણ ખૂબ જ ભાગ્યે સાંભળવા મળે છે.