You are here
Home > Health >

આ ચમત્કારીક ઔષધિ ના સેવન થી વધે છે રોગપ્રતિકારક શક્તિ અને સાથોસાથ મળે છે આ પાંચ જટિલ રોગોમા રાહત, જાણો આ બહુમુલ્ય ઔષધી વિશે…

મિત્રો, પ્રવર્તમાન સમયમા કોરોના વાયરસે સમગ્ર વિશ્વમા હાહાકાર મચાવ્યો છે. નિયમિત લાખો લોકો તેનો શિકાર બની રહ્યા છે. આ સમયે ઈમ્યુનિટી નું ધ્યાન રાખવુ અત્યંત આવશ્યક થઈ ગયુ છે. હાલ, લોકો ઈમ્યુનીટી મજબુત કરવા માટે દવાઓ અને મઘી ડાયટ પર ભરોસો રાખી રહ્યા છે. જ્યારે તેને મજબુત કરવા માટેના અમુક પ્રાકૃતિક ઉપાય પણ છે. સ્વાસ્થ્યના તજજ્ઞો એવો દાવો કરે છે, કે ગિલોયના પત્તાઓને પાણીમા ઉકાળીને તેનુ સેવન કરવાથી ઈમ્યુનિટી વધારી શકાય છે.

ગિલોયના પત્તામાં આવશ્યક માત્રામા કેલ્શિયમ, પ્રોટીન, ફોસ્ફોરસ જેવા પોષકતત્વો સમાવિષ્ટ હોય છે. આ સિવાય તેની ડાળખીઓમા સ્ટાર્ચ પણ મળી આવે છે. આ ગિલોયના પતાનો ઉપયોગ કરીને તમે એક શ્રેષ્ઠ પાવર ડ્રિન્ક બનાવી શકો છો, જે તમારી ઈમ્યુન સિસ્ટમને બૂસ્ટ કરવાની સાથે-સાથે અનેકવિધ જીવલેણ બિમારીઓ સામે પણ રક્ષણ આપે છે. તમે તેને ઉકળતા પાણી અથવા જ્યુસ ઉપરાંત ઉકાળો, ચા અથવા કોફીમા મિક્સ કરી તેનો ઉપયોગ કરી શકો છો.

લાભ :

  • જો તમે આ પાનને ક્રશ કરીને તેને ઘી અને મધની સાથે મિક્સ કરીને તેનુ સેવન કરો તો તમારા શરીરમાંથી લોહીની કમી દૂર થાય છે અને તમને એનીમિયા જેવી સમસ્યામા રાહત મળે છે.
  • કમળાના દર્દીઓ માટે પણ આ ગિલોયના પત્તા ખુબ જ લાભદાયી માનવામા આવે છે. અમુક લોકો તેના પતાનુ ચૂરણ બનાવીને સેવન કરે છે તો અમુક લોકો તેના પત્તાને ઉકાળીને પણ પીવે છે. આ બંને જ કમળાની સમસ્યાને દૂર કરવા માટે અસરકારક છે.

  • જો તમારા હાથ-પગમા કોઈપણ પ્રકારની બળતરા થઇ રહી હોય અથવા તો સ્કિન સાથે સંકળાયેલ કોઈ સમસ્યાથી પીડાતા હોવ તો ગિલોય એ તમારા માટે વિશેષ લાભદાયી સાબિત થઇ શકે છે. તેના પત્તાને પીસીને તેની પેસ્ટ તૈયાર કરી અને તેને સવાર- સાંજ પગ અને હથેળીઓ પર લગાવો, જેથી આ સમસ્યા દૂર થશે.
  • પેટ સાથે જોડાયેલી ઘણી બિમારીઓમાં ગિલોયનો ઉપયોગ કરવો ફાયદા કારક છે. તેનાથી કબજીયાત અને ગેસ જેવી પ્રોબ્લેમ નહીં થાય અને પાચન ક્રિયા પણ તંદુરસ્ત રહે છે.

  • આ પતાનો ઉપયોગ તાવ અને શરદીની સમસ્યા દૂર કરવા માટે પણ ઉપયોગી સાબિત થાય છે. જો તમને વધારે દિવસોથી તાવ આવતો હોય અને તાપમાન ઓછુ ના થતુ હોય તો આ ગિલોયના પત્તાનો ઉકાળો તમારા માટે લાભદાયી રહેશે.

Leave a Reply

Top