You are here
Home > Articles >

આ છે વિશ્વના 5 સૌથી સુંદર ક્રિકેટ સ્ટેડિયમ, તે પૈકી 2 સ્ટેડિયમ ભારતના છે

આજના યુગમાં સમગ્ર વિશ્વમાં ઘણા બધા દેશોમાં ક્રિકેટના ચાહકો જોવા મળે છે, તેવો ક્રિકેટના ખુબ જ દીવાના પણ પહેલીથી હોય છે. તો આજે દુનિયાના ઘણા બધા દેશોમાં ક્રિકેટના સ્ટેડિયમ પણ અવશ્ય જોવા મળે છે. તો આજે અમે તમને આ આર્ટિકલમાં આખા દુનિયાના ક્રિકેટ સ્ટેડિયમ પૈકી 5 સ્ટેડિયમ વિશે કહીશું. આમ જોઈએ તો સમગ્ર દુનિયામાં ઘણા સુંદર ક્રિકેટ સ્ટેડિયમ છે. પરંતુ આજે અમે તમને વિશ્વના 5 એવા સ્ટેડિયમ વિશે કહેવા જઈ રહ્યા જે તેની આધુનિક સુવિધાઓ સિવાય ખુબસુરતી માટે આખા સમગ્ર વિશ્વમાં ખુબ જ ફેમસ છે. તો ચાલો જાણીએ તે ક્રિકેટ સ્ટેડિયમ વિશે, અને ક્યાં સ્થિત છે.

1.ઈકાના ક્રિકેટ સ્ટેડિયમ :

દોસ્તો ઈકાના ક્રિકેટ સ્ટેડિયમ ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં સ્થિત છે. આ સ્ટેડિયમમાં પ્રથમ મેચ વર્ષ 2018 માં ભારત તથા વેસ્ટઇન્ડીઝની વિરુદ્ધ રમવામાં આવી હતી. પહેલા આ સ્ટેડિયમનું નામ ઈકાના હતું, પરંતુ હવે તેનું નામ ચેન્જ કરી દેવામાં આવ્યું છે અને અટલ બિહારી બાજપેયી કરી નાખ્યું છે. ક્રિકેટના આ સ્ટેડિયમને દુનિયાના સૌથી સુંદર ક્રિકેટ સ્ટેડિયમ કહેવામાં આવે છે.

2.કરાચી ક્રિકેટ સ્ટેડિયમ :

કરાચી ક્રિકેટ સ્ટેડિયમ પાકિસ્તાનમાં સ્થિત છે. જે કરાચીમાં શહેરમાં આવેલ છે. આ સ્ટેડિયમ પણ ખુબ જ આકર્ષક અને અત્યાધુનિક સુવિધાઓથી સજજ છે, પરંતુ પાકિસ્તાનમાં આંતકવાદી ગતિવિધિઓને લીધે કોઈ પણ ક્રિકેટર પાકિસ્તાનમાં જઈને ક્રિકેટ રમવા નથી ઈચ્છતો. આજ કારણે છેલ્લા ઘણા સમયથી આ સ્ટેડિયમમાં કોઈ પણ મેચનું આયોજન નથી થયું. ટૂંકમાં ત્યાં કોઈ પણ ઇન્ટરનેશનલ મેચનું આયોજન નથી થતું.

3.ધર્મશાળા ક્રિકેટ સ્ટેડિયમ :

દોસ્તો ધર્મશાળા ક્રિકેટ સ્ટેડિયમ ભારતના હિમાચલ પ્રદેશમાં સ્થિત છે. આ ક્રિકેટ સ્ટેડિયમમાં એક જોડે આશરે 23000 કરતા પણ વધારે માણસો બેસીને મેચનો આનંદ ઉઠાવી શકે છે. તેની જોડે જોડે ધર્મશાળાના ક્રિકેટ સ્ટેડિયમને દુનિયાનું સૌથી ઉચું ક્રિકેટ સ્ટેડિયમ પણ કહેવામાં આવે છે.

4. મેલબર્ન ક્રિકેટ સ્ટેડિયમ:

મેલબર્ન ક્રિકેટ સ્ટેડિયમને દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ કહેવામાં આવે છે. જે ઓસ્ટ્રેલિયાના મેલબર્ન શહેરમાં સ્થિત છે. આ સ્ટેડિયમમાં ખુબ જ આધુનિક સુવિધાઓ સજજ છે અને આ સ્ટેડિયમની સુંદરતા પણ જોવા લાયક છે. કેમ કે આ સ્ટેડિયમ ખુબ જ સુંદરતા ધરાવે છે.

5.લોર્ડ્સ ક્રિકેટ સ્ટેડિયમ :

લોર્ડ્સ ક્રિકેટ સ્ટેડિયમ ઇંગ્લેન્ડમાં સ્થિત છે અને આ સ્ટેડિયમને વિશ્વનું સૌથી જુનું ક્રિકેટ સ્ટેડિયમ તરીકે ઓળખવામાં આવે છે. આ ક્રિકેટ સ્ટેડિયમ ખુબ જ સુંદર છે. અને તેની જોડે જોડે ઘણી બધી આધુનિક સુવિધાઓ પણ આવેલી છે. લોર્ડ્સ ક્રિકેટ સ્ટેડિયમમાં એક સાથે આશરે 80 હજાર કરતા વધારે માણસો એકસાથે બેસીને મેચનો આનંદ લઇ શકે છે અને લોર્ડ્સ સ્ટેડિયમમાં મેચ રમવી એ દરેક દેશના ક્રિકેટરોનું ડ્રીમ હોય છે.

dip

Leave a Reply

Top