You are here
Home > Janva Jevu/Tips >

આ છે વિશ્વ નો સૌથી અજીબ કુવો, અંદરથી પાણી ની જગ્યાએ બહાર નીકળે છે પ્રકાશ, વિજ્ઞાન પણ આ જાણીને થયુ ઘૂંટણીયે…

મિત્રો, ભલે વિજ્ઞાન ગમે તેટલી પ્રગતિ કેમ ના કરી લે પરંતુ, અમુક વસ્તુઓ આજે પણ એવી છે જેનુ રહસ્ય કોઈ ઉકેલી શક્યુ નથી. ઘણા બધા લોકોએ આ રહસ્યની ગૂથીને સુલઝાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ, કઈ જ થયુ નહિ. તે લોકો તેને પ્રકૃતિનો ચમત્કાર માનીને આગળ વધ્યા. આજે આ લેખમા આપણે જે રહસ્ય વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, તે રહસ્ય એક કુવો એવો છે. આ કુવામાંથી પાણી નહી પરંતુ, પ્રકાશ બહાર આવે છે.

આ કુવો પુર્તગાલના સિંતારા નજીક આવેલો છે. આ કુવો ક્યૂંટાડા રિગાલેરિયા પાસે સ્થિત છે. તેની બનાવટ ખુબ જ વિચિત્ર છે. આ કુવામા કોઈપણ પ્રકારની વ્યવસ્થા રાખવામા આવી નથી તેમછતા આ કુવામાથી ઓટોમેટિક પ્રકાશ બહાર આવે છે. આ કુવામાથી આ પ્રકાશ કઈ રીતે બહાર આવે છે, તે જાણવાનો ઘણા બધા લોકોએ પ્રયાસ કર્યો પરંતુ, કઈ જાણવા મળ્યુ નહી.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ કુવાની ઉંડાઈ ચાર માળની ઈમારત બરાબર છે. આ કુવામા તમે જેમ-જેમ અંદરની તરફ જાવ છો એમ-એમ તે સંકોચાઈ જાય છે. આ કુવાને લેડીરિનથિક ગ્રોટાના નામથી પણ ઓળખવામા આાવે છે. આ કુવાનો આકાર ઉલ્ટા ટાવર જેવો હોય છે. તેને ‘ધ ઈનવર્ટેડ ટાવર સિંટ્રા’ તરીકે પણ ઓળખવામા આવે છે. વિશ્વના તમામ લોકો આ કુવાને જોવા માટે અહી આવે છે.

આ કુવાને ‘વિશિંગ વેલ’ માનવામા આવે છે અને તે પાછળ એક ખાસ કારણ છુપાયેલુ છે. વિશ્વના જુદા-જુદા ભાગોમાંથી લોકો અહીં આવે છે અને પોતાની ઈચ્છા પુરી કરવા માટે દુવા માગે છે. એવુ માનવામા આવે છે કે, જો કુવામા સિક્કો નાખી અને ઈચ્છા જણાવો તો તમારી ઈચ્છા જલ્દી જ પૂર્ણ થઈ જાય છે. આ કુવાનુ નિર્માણ પાણી સંગ્રહિત કરવાની જગ્યાએ ગોપનીય દીક્ષા સંસ્કારો માટે કરવામા આવે છે.

Leave a Reply

Top