You are here
Home > Articles >

આ ચૈત્રી નવરાત્રી પર સર્જાવા જઈ રહ્યા છે આવા ત્રણ અતિદુર્લભ સંયોગો, જાણો એક ક્લિક પર…

મિત્રો, જો તમે કોઈપણ શુભ કાર્ય કરવા ઇચ્છતા હોવ તો તે માટે નુ શ્રેષ્ઠ મુહૂર્ત એટલે ચૈત્રી નવરાત્રી ની એકમ, અષ્ટમી અને નવમી ની તિથિ. જો તમે કોઇપણ કાર્ય પ્રારંભ કરવા માટે આ શુભ દિવસ ની પસંદગી કરો છો તો તે સફળતાપૂર્વક પૂર્ણ થાય છે. આ દિવસો મા કરવામા આવતા પૂજન-પાઠ નુ તમને વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. નવરાત્રી દરમિયાન માતા શક્તિ ની આરાધના નુ એક વિશેષ મહત્વ હોય છે. આખા વર્ષ મા ચાર નવરાત્રી હોય છે. જેમા થી બે નવરાત્રી ગુપ્ત હોય છે.

આ વખતની ચૈત્રી નવરાત્રી ૨૫મી માર્ચ થી લઈને ૦૨ એપ્રિલ સુધી છે. ૨૫ માર્ચ ના રોજ સુદ પક્ષની એકમ તિથિ અને ગુડી પડવો છે. આ દિવસે ચૈત્રી નવરાત્રી નો શુભારંભ થઇ રહ્યો છે અને હિંદુ નવવર્ષ નો પણ પ્રારંભ થશે. આ દિવસે રેવતી નક્ષત્ર અને બુધવાર નો સંયોગ સર્જાવવા થી બ્રહ્મ યોગ બની રહ્યો છે. આ વખતે એકપણ તિથિનો ક્ષય ના હોવાના કારણે આ વર્ષે ચૈત્રી નવરાત્રિ નવે-નવ દિવસ રહેશે. આ વખતે માતા નુ પૂજન-અર્ચન અને ઉપાસના કરવાનો અવસર એક વિશેષ સંયોગ લઈને આવી રહ્યો છે. જે તમારા માટે અત્યંત લાભદાયી સાબિત થશે.

માં શક્તિ અને શ્રીરામ ની ઉપાસના કરો :

આપણી ધાર્મિક પરંપરાઓ તેમજ માન્યતા મુજબ ચૈત્રી નવરાત્રીની એકમ તિથિએ માતા દુર્ગા હાજરાહજૂર થયા હતા. આ દિવસે બ્રહ્માએ સૃષ્ટિ નુ નિર્માણ કર્યુ હતુ. ત્રેતાયુગમા આ નવરાત્રીના જ છેલ્લા દિવસે પ્રભુ નારાયણે શ્રીરામ નો અવતાર ધારણ કર્યો હતો. જેથી આ ચૈત્રી નવરાત્રી મા દેવી માતાના વિવિધ સ્વરૂપો ની અને પ્રભુ શ્રીરામ ની વિશેષ પૂજા કરવામા આવે છે.

આ વખતે નવરાત્રી મા સર્જાશે આ વિશેષ યોગ :

એકમ ના દિવસે બ્રહ્મયોગ, બીજ અને અષ્ટમી ના દિવસે સર્વાર્થ અમૃત સિદ્ધિ યોગ, ત્રીજ અને નવમી ના દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ, પાંચમ ના દિવસે રવિયોગ અને છઠ્ઠ ના દિવસે સર્વાર્થ અમૃત સિદ્ધિ યોગ સર્જાઈ રહ્યો છે.

Leave a Reply

Top