You are here
Home > Life Style >

આ ચોખા નુ પાણી દુર કરશે માથા ની ટાલ ને, જાણો તેને ઉપયોગ કરવાની રીત

મિત્રો, ચોખા ના પાણી ને સામાન્ય ભાષા મા માંડ કહેવામાં આવે છે. આ ફક્ત આપણા સ્વાસ્થ્ય માટે જ નહી પરંતુ, આપણી સ્કીન અને વાળ માટે અત્યંત લાભદાયી સાબિત થાય છે. ચોખા ના પાણી મા વિટામિન અને ખનિજો નુ પ્રમાણ ખુબ જ સારુ હોય છે. આ ઉપરાંત તેમા એન્ટી-ઓકિસડન્ટ પુષ્કળ પ્રમાણ મા સમાવિષ્ટ હોય છે.

આ ચોખા નુ પાણી વાળ માટે પ્રાકૃતિક કન્ડિશનર તરીકે કાર્ય કરે છે. તો ચાલો જાણીએ કે આ ચોખા નુ પાણી કેવી રીતે તૈયાર કરવુ અને આ ચોખા ના પાણી નો વાળ પર કેવી રીતે પ્રયોગ કરવો તેના વિશે આ લેખ મા વિસ્તૃત માહિતી મેળવીએ. જેમ કંડીશનર નો ઉપયોગ તમે તમારા વાળ ને સોફ્ટ કરવા માટે કરો છો તેવી જ રીતે ચોખા નુ પાણી પણ કંડીશનર ની માફક તમારા વાળ ને નરમ બનાવે છે.

સૌથી પહેલા વાળ ને શેમ્પૂ થી વ્યવસ્થિત રીતે વોશ કરી લો. ત્યારબાદ આ વાળ પર ચોખા નું પાણી નાખી અને માથા ના વાળ ના જડમૂળ સુધી આ ચોખા નું પાણી પહોંચે તેવી રીતે માલિશ કરો. થોડા સમય માટે વાળ પર આ પાણી ને રહેવા દયો. ત્યારબાદ તમારા વાળ ને સાફ પાણી થી ધોઈ લો. જો તમે વધુ સારા પરિણામ મેળવવા ઈચ્છતા હોવ તો તમારે તમારા વાળ મા ચોખા નુ પાણી ૧૦-૧૫ મિનિટ સુધી લગાવી રાખવુ.

તમે આખા વીક મા ૧-૨ વાર આવી રીતે ચોખા ના પાણી નો ઉપયોગ કરીને માથા ની માલીશ કરો. વાળમા ચોખા ના પાણી નો પ્રયોગ કરવાથી તમારા વાળ જડમૂળ થી મજબૂત બને છે અને તમારા વાળ ની ચમક મા પણ વધારો થાય છે. ચોખા ના પાણી મા ભરપુર પ્રમાણમા પોષકતત્વો સમાવિષ્ટ હોય છે, જે વાળ ના વિકાસ માટે અત્યંત ઉપયોગી સાબિત થાય છે.

ચોખા નુ પાણી બનાવવા ની વિધિ :

સૌથી પહેલા આ કાચા ચોખા ને ૧ કલાક સુધી પાણી મા પલાળીને રાખી મુકો. ત્યારબાદ ચાળણી વડે આ પાણી ને ગાળી લેવું અને તે પાણી ને અલગ પાત્ર મા ભરીને રાખી મૂકવુ. ત્યારબાદ આ પાણી ને ઉપયોગ મા લેવું. તો હવે જયારે પણ ચોખા ને રાંધવા માટે ખુલ્લા પાત્ર મા મુકો ત્યારે તેમાથી પાણી ને અલગ તારવીને વાળ માટે આ પોષકતત્વો થી ભરપુર પાણી નો ઉપયોગ કરવો.

Leave a Reply

Top