You are here
Home > Articles >

આ ડોક્ટર ની “માં” મૃત્યુ પામ્યા છતા પણ પોતાની ફરજ બજાવતા કોરોના સામે મોરચો સંભાળ્યો, ફરજ પતાવ્યા બાદ કર્યા “માં” ના અંતિમ સંસ્કાર, લાખો સલામ આ ડોક્ટરને

મિત્રો, હાલ આપણા દેશની પરિસ્થિતિ હેલ્થ ઇમરજન્સી જેવી બની ચુકી છે. આપણા દેશના બધા જ રાજ્યો હાલ લોકડાઉન થઈ ચુક્યા છે. શાળા, કૉલેજ, શહેર કોરોના ની સમસ્યા ના કારણે બંધ છે. લોકોને ઘેરબેઠા કાર્ય કરવાની મંજૂરી આપવામા આવી રહી છે પરંતુ, ડૉક્ટર્સ, પોલીસકર્મી, સફાઈકર્મી તેમનુ શું? હાલ, ઓરિસ્સા થી એક ભાવુક કરી દે તેવા સમાચાર આવી રહ્યા છે. અહીના એક દાક્તર ની માતાનુ મૃત્યુ થયુ પરંતુ, તેમ છતા તેઓ એ જ દિવસે પોતાની ફરજ પર પહોંચ્યા અને પોતાની ફરજ ને પ્રાધાન્ય આપી તેને નિષ્ઠાપૂર્વક બજાવી.

શું છે આ સમગ્ર મામલો? :

હાલ, થોડા દિવસો પૂર્વે સાંબલપુર ના આસિસ્ટન્ટ ડિવિઝનલ મેડિકલ ઑફિસર ડૉ. અશોક દાસે પોતાની ૮૦ વર્ષની વય ધરાવતા માતા પદ્મિની દાસને ગુમાવ્યા. આ વિકટ સમયમા પણ અશોક દાસ પોતાની ફરજ પર પહોંચ્યા. તેમની ફરજ જિલ્લામા નોડલ અધિકારી તરીકે હતી. દાક્તર અશોકે અનેકવિધ બેઠકો નો હિસ્સો બન્યા હતા. લોકોની વચ્ચે જઇને તેમણે કોરોના ને પહોંચી વળવાના ઉપચાર સમજાવ્યા. અહી સુધી કે તેમણે જિલ્લા ની મુખ્ય સરકારી હોસ્પિટલ ની પણ મૂલાકાત લીધી અને સ્થિતિનો અંદાજ મેળવ્યો.

ફરજ પતાવ્યા બાદ કર્યા માતા ની અંતિમ વિધિ :

સાંજે પોતાની ફરજ સાથે સંકળાયેલા તમામ કાર્ય પૂર્ણ કરીને તેઓ ઘરે પાછા આવી અને માતા ની અંતિમ વિધિ કરી. દાક્તર અશોકે જણાવ્યુ કે, આ સમયે રજા કરતા પણ વધુ મહત્વ નુ પોતાની ફરજ પર હાજર રહેવુ છે અને તેમણે એ જ કર્યુ.

આ પહેલા પણ ઓરિસ્સા ના એક અધિકારીએ આપ્યુ હતુ પોતાની ફરજ ને મહત્વ :

ઓરિસ્સા ના જ આઈ.એ.એસ. ઑફિસર નિકુંજ ધળે પણ એક વિશેષ ઉદાહરણ પુરુ પાડ્યુ હતુ. તેમના પિતાનુ અવસાન થઈ ગયુ હતુ પરંતુ, તે તેના ૨૪ કલાક ની અંદર જ પોતાના કાર્ય પર પરત ફર્યા. તેમને રાજ્યના પ્રિન્સિપલ સેક્રેટરી હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર ની જવાબદારી સોંપવામા આવી છે. કોરોના વાયરસ સામે ની આ લડાઈ મા નિકુંજ અને અશોક જેવા શૂરવીર અધિકારીઓ ને દિલ થી સલામ છે.

Leave a Reply

Top