You are here
Home > Recipe >

આ એકદમ સરળ અને નવીનતમ રીતે બનાવો પુડલા, નોંધી લો આ રીત, ખાવાની મજા પડી જશે…

મિત્રો, ઘણીવાર એવુ બને છે કે, બપોરે દાળ ભાત કર્યા હોય અને દાળ વધી હોય તો તેમાંથી આપણે અનેકવિધ વસ્તુઓ બનાવી શકીએ છીએ. આજે અમે આ દાળમા અમુક વસ્તુઓ મિક્સ કરીને એક સ્વાદિષ્ટ અને લિજ્જતદાર ડીશ બનાવવાનો પ્રયાસ કર્યો છે. આ ડીશ તમે એકવાર ખાશો તો ખાતા જ રહી જશો તો ચાલો જાણીએ આ ડીશની રેસીપી વિશે.

આવશ્યક સાધન-સામગ્રી :

દાળ : ૧ બાઉલ , રવાનો લોટ : ૧/૨ બાઉલ , ચણાનો લોટ : ૧ બાઉલ , પૌવા : ૧/૨ બાઉલ , લાલ મરચુ પાવડર : ૧ ચમચી , ધાણાજીરુ : ૧ ચમચી , હિંગ : ૧/૪ ચમચી , નમક : સ્વાદ પ્રમાણે , બારીક સમારેલ ડુંગળી : ૧/૨ બાઉલ , સમારેલ લીલા મરચા : ૧/૨ બાઉલ , આદુ ની પેસ્ટ : ૧ ચમચી , પાણી : આવશ્યકતા પ્રમાણે

વિધિ :

સૌથી પહેલા એક બાઉલમા વધેલી દાળ લો. ત્યારબાદ તેમા રવા નો લોટ અને ચણાનો લોટ ઉમેરો. ત્યારબાદ પૌવાને બે-ત્રણ વાર પાણીથી ધોઈને ઉમેરો. ત્યારબાદ તેમા ડુંગળી અને મરચાના કટકા ઉમેરો. ત્યારબાદ તેમા આદુની પેસ્ટ ઉમેરો. ત્યારબાદ તેમા લાલ મરચુ પાવડર, ધાણાજીરુ અને હિંગ ઉમેરો.

ત્યારબાદ તેમા સ્વાદ પ્રમાણે નમક ઉમેરો અને ત્યારબાદ તેમા ધીમે-ધીમે પાણી ઉમેરતા જાવ અને બેટર બનાવો. તેને એકદમ લિક્વિડ ના બનાવવુ. શક્ય બને તો તેને થોડુ ઘટ્ટ જ રાખવુ. ત્યારબાદ આ બેટરને ૫ મીનિટ રેસ્ટ કરવા ઢાંકીને રાખી દો. હવે પુડલા માટે જે રીત અપનાવીએ છીએ તે જ રીતે આ બેટરના પૂડલા તૈયાર કરી લેવા. તમે તેને તમારી ઈચ્છા મુજબનો શેપ આપી શકો છો. ફક્ત ૧૫ જ મિનિટમા એકદમ ટેસ્ટી પુડલા તૈયાર. ત્યારબાદ તેને પ્લેટમા સર્વ કરો.

Leave a Reply

Top