You are here
Home > News >

આ ઘાતક “કોરોના વાઈરસ” સામે જીત મેળવવા મોદી સરકારે રચ્યું એક બીજું માસ્ટર પ્લાન

મિત્રો, હાલ સમગ્ર દેશમા કોરોનાના કેસમા દિન પ્રતિદિન વૃદ્ધિ જોવા મળી રહી છે. હાલ સુધીમા ૧૧૩૯ લોકો કોરોના થી ચેપગ્રસ્ત થઈ ચૂક્યા છે જેમાથી ૨૯ જેટલા લોકો હાલ મૃત્યુ પામી ચૂકયા છે. કોરોના માટે હાલ મોદી સરકાર દ્વારા ૧૧ ટીમની રચના કરવામા આવી છે. આ કમિટી નુ કાર્ય તથા તેની જવાબદારી કોરોનાના લીધે આવેલી ઇમરજન્સી જેવી સ્થિતિને ઉકેલવાની તૈયારી નો ડ્રાફ્ટ બનાવવાની છે.

ગૃહમંત્રાલય દ્વારા રવિવાર ના રોજ આ કમિટીઓની રચના કરવામા આવી હતી. આ કમિટીઓમા મોદી સરકારના સિનિયર અને અનુભવી ઓફિસરો ને શામેલ કરવામા આવ્યા છે. સૌથી પહેલી જે કમીટી છે તેમને મેડિકલ ઇમરજન્સી મેનેજમેન્ટ પ્લાન માટે બનાવી છે. આ ટીમ નુ નેતૃત્વ નીતિ આયોગના સદસ્ય ડૉ.વી.પોલ દ્વારા કરવામા આવી રહ્યુ છે.

આ સિવાય ની અન્ય કમિટીઓ હોસ્પિટલ, આઇસોલેશન અને ક્વારેન્ટાઇન ની ઉપલબ્ધતા તથા આ કોરોના ની સમસ્યા પર નજર, ટેસ્ટિંગ અને ક્રિટિકલ કેઅર ટ્રેનિગ માટે ઘડવામા આવી છે. આ ઉપરાંત મેડિકલ ને લગતા સંસાધનો, અસહાય લોકો સુધી જમવાનુ પહોંચાડવુ અને દવાની સુવિધા પુરી પાડવી વગેરે જેવી સુવિધાઓ પૂરી પાડવા માટે પ્રાઇવેટ સેકટર અને એન.જી.ઓ. ની સાથે કો-ઓર્ડિનેશન કરીને કમિટીઓ બનાવવામા આવી છે.

મિત્રો, આપણા દેશ ની સરકાર જ્યારે આપણી સુરક્ષા માટે આટલી મહેનત કરી રહી છે ત્યારે આપણી પણ ફરજ બને છે કે આપણે તેમના આ પ્રયત્નો ને વ્યર્થ ના જાવા દઈએ અને આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લેવાયેલા આ નિર્ણય ને સંપૂર્ણપણે સહકાર આપીએ. પેલુ સ્લોગન છે ને કે, ‘ જબ એકસાથ મિલકે લડેગા ઇન્ડિયા, તભી તો બઢેગા ઇન્ડિયા ’. ધન્યવાદ !

Leave a Reply

Top