You are here
Home > Health >

આ કારણે શરીર ની નસો બ્લોક થાય છે, જ્યારે પણ આવા લક્ષણો દેખાય તો તાત્કાલિક કરાવો સારવાર

મિત્રો, તમારા શરીર ના કોઈ ભાગ ની નસો એકાએક બ્લોક થઈ જાય તો એ એક ભયજનક બીમારી છે જેના કારણે શરીર મા રક્ત નો પ્રવાહ યોગ્ય રીતે અવરજવર કરી શકતો નથી. કોઈપણ વ્યક્તિ સામાન્ય રીતે આ સમસ્યા થી પીડાઈ શકે છે. નસોમા કોઈ પ્રકાર નો અવરોધ આવવો અને તે જગ્યાએ જ્યાં ચેતા અવરોધિત થાય છે ત્યાં ખૂબ પીડા થાય છે તથા તે ભાગ ભૂરાશ પડતો થઈ જાય છે.

એક સંશોધન અનુસાર , નસમા અવરોધ ની સમસ્યા આપણાં દેશના યુવાવર્ગ મા વધુ પડતી જોવા મળે છે અને અંદાજે ૪૦-૬૦ ટકા જેટલું યુવાધન આ નસ મા અવરોધ આવવાની સમસ્યા થી પીડાય છે. મુખ્યત્વે સ્ત્રીઓમા આ સમસ્યા વધુ પડતી જોવા મળે છે અને મોટાભાગ ની સ્ત્રીઓ ને ગર્ભાવસ્થા ના સમયકાળ બાદ જ આ બીમારી ઉદ્ભવે છે. એક તારણ અનુસાર અંદાજિત ૨૦ ટકા સ્ત્રીઓ આ સમસ્યા થી પીડાય છે.

નસો બ્લોક થવા પાછળ અનેકવિધ કારણો જવાબદાર છે, જે આ પ્રમાણે છે :

રક્ત મા સાંદ્રતા નું પ્રમાણ પ્રાપ્ત થવું એ પણ નસ અવરોધ નું એક વિશેષ કારણ માનવામા આવે છે. લોહી ઘાટું થવાને કારણે તે સારી રીતે વહી શકતુ નથી અને નસો મા અવરોધ ઉભો થવા માંડે છે. આ ઉપરાંત ઘણી વાર કોઈ ગંભીર ઇજા ના કારણે પણ નસો બ્લોક થાય છે. આ સિવાય જો શરીર મા નબળુ રક્ત પરિભ્રમણ થઈ રહ્યું હોય તો તે પણ નસો મા અવરોધ માટે નું એક જવાબદાર કારણ બની શકે છે.

જે લોકો વધુ પડતું તળેલું અને બહાર નું ભોજન ખાવા નો આગ્રહ રાખતા હોય તો તેઓ પણ આ સમસ્યા નો શિકાર બની શકે છે. આ સિવાય જો તમે લાંબા સમય થી એક જગ્યાએ બેસીને કોઇપણ પ્રકાર ની શારીરિક પ્રવૃત્તિઓ ના કરો તો પણ નસ સરળતા થી અવરોધ નો શિકાર બને છે. જે લોકો વધુ પડતું વજન ધરાવતાં હોય તે લોકોમા પણ નર્વ બ્લોક થવાનું જોખમ વધારે છે. અમુક લોકોમા યોગ્ય પોષક તત્વો ના અભાવ ના કારણે પણ નસ અવરોધિત થઈ જાય છે.

નસો બ્લોક થવા ના લક્ષણો :

  • નસો ભૂરાશ પડતી થઈ જાય છે.
  • શરીર ના જે ભાગ ની નસ બ્લોક થઈ ગઈ હોય તે ભારે લાગવા માંડે છે.
  • આ સિવાય શરીર ના જે ભાગ ની નસ બ્લોક થઈ હોય તે ભાગ ના સ્નાયુ માં ખેંચાણ આવવા માંડે.
  • આ ઉપરાંત પગમાં સોજો અને અસહ્ય પીડા નો અનુભવ થાય છે અને નસોની આજુબાજુ ખંજવાળ આવવા માંડે છે.

ઉપાયો :

નસો મા થતા અવરોધ ની અટકાયત કરવા માટે સ્વાસ્થ્ય ની વિશેષ સંભાળ લેવી પડે. યોગ્ય જીવનશૈલી ને અનુસરો. જો તમારી જીવનશૈલી યોગ્ય હશે તો આ બીમારી તમારા થી દૂર રહેશે. જે લોકો નિયમિત યોગ્ય સમયે યોગ્ય આહાર નું સેવન કરે છે તેમને આ બીમારી થવાનું જોખમ ઘટી જાય છે.

જો યોગ્ય સમયે યોગ્ય આહાર નું સેવન કરવામા આવે તો મોટાપા ની સમસ્યા પણ નથી ઉદભવતી અને નસો મા અવરોધ પણ થતો નથી. જે લોકો કસરત કરતા નથી, તેમનું રક્ત ઘટ્ટ થવા માંડે છે અને ચેતા અવરોધિત થઈ જાય છે. નસોમા આવતા અવરોધ પેઈન અને સોજા નું કારણ બને છે. તેથી નિયમિત વ્યાયામ ની આદત કેળવો. કસરત કરવાથી શરીરમા રક્ત ની યોગ્ય રીતે અવરજવર થાય છે.

આ બાબતો અંગે વિશેષ કાળજી રાખવી :

જો તમને નસો મા કોઈપણ પ્રકાર નો અવરોધ લાગે છે તો તુરંત જ દાક્તર પાસે જઈને તપાસ કરાવવી. કારણ કે, થોડા સમય નો વિલંબ પણ આ બીમારી ને ભયજનક સ્વરૂપ આપી શકે છે. જ્યારે નસો મા અવરોધ આવે છે ત્યારે તળેલું અને ઘી વાળા આહાર નું સેવન ના કરવું. કારણ કે, આ પ્રકાર ના આહાર નું સેવન કરવાથી રક્ત ઘટ્ટ બને છે. આ બીમારી થી પીડાતા લોકોએ ફક્ત બાફેલી સબ્જી અને દાળ નું સેવન કરવું જોઈએ.

Leave a Reply

Top