You are here
Home > Bollywood >

આ લોકડાઉન પડ્યુ અનુષ્કા શર્માને ભારે, જાણો કેવી રીતે?

મિત્રો, ગિલ્ડના પ્રવર્તમાન સદસ્ય તથા પ્રણય રાય એન્ડ એસોસિએટ્સના ચેમ્બર્સ સાથે જોડાયેલા વકીલ વીરેન શ્રી ગુરંગ દ્વારા અનુષ્કા શર્માને કાયદાકીય નોટીસ ફટકારવામા આવી છે. ગુરંગ મુજબ એક જાણીતી વેબ સિરીઝ “પાતાળલોક” ના બીજા એપિસોડમા એક એવા શબ્દનો ઉપયોગ કરવામા આવ્યો છે જેણે સમગ્ર નેપાળી સમુદાયનુ અપમાન કરેલુ છે.

હાલ, વર્તમાન સમયમા એક ઓ.ટી.ટી. પ્લેટફોર્મ પર રિલીઝ થયેલી વેબ સીરિઝ ‘પાતાળ લોક’ને લોકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે. આ વેબ સીરિઝને બોલીવુડ ની જાણીતી અભિનેત્રી અનુષ્કા શર્મા દ્વારા પ્રોડ્યૂસ કરવામા આવી છે પરંતુ, હાલ આ વેબસિરીઝ એક ડાયલૉગના કારણે વાદ-વિવાદમા સપડાઈ ચૂકી છે.

જાતિવાદી પર અભદ્ર ભાષાનો પ્રયોગ :

ગુરંગે જણાવ્યુ કે , આ વેબસિરીઝની એક વીડિયો ક્લિપમા પૂછપરછ ના દૃશ્ય દરમિયાન સ્ત્રી પોલીસ ઑફિસર નુ પાત્ર ભજવનાર નેપાળી પાત્ર પર અભદ્ર ભાષાનો પ્રયોગ કરે છે. જો ફક્ત નેપાળી શબ્દનો પ્રયોગ કર્યો હોત તો તેમા કોઇ સમસ્યા જ નહોતી પરંતુ, ત્યારબાદ જે શબ્દ વપરાયો છે તેને જરાપણ હળવાશમા લેવામા આવશે નહી. કારણકે, અનુષ્કા આ વેબ સિરીઝની પ્રોડ્યૂસર છે, એટલા માટે અમે તેમને લીગલ નોટીસ પાઠવવામા આવી છે. હાલ અનુષ્કા તરફથી આ અંગે કોઈપણ પ્રકારની પ્રતિક્રિયા આપવામા આવી નથી.

ગોરખા સમુદાય પણ આ વાતથી છે ક્રોધિત :

એક મીડિયાના અહેવાલ મુજબ ગોરખા સમુદાય દ્વારા પણ “પાતાળ લોક” વેબ સિરીઝના આ ડાયલૉગ પર વાંધો વ્યક્ત કરવામા આવ્યો હતો અને આ શબ્દને હટાવવા માટે માંગ કરી છે. ૧૮ મે ના રોજ તેમના આ અંગે l એક ઑનલાઇન પીટીશન દાખલ કરવામા આવી છે.

શુ કહેવામા આવ્યુ છે પીટીશનમા :

કેન્દ્રીય સૂચના તથા પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે ઓ.ટી.ટી. પ્લેટફોર્મ અને સીરિઝની પ્રોડ્યૂસર અનુષ્કા શર્માને સંબોધિત કરીને જણાવ્યુ છે કે, વેબસીરિઝના આ ડાયલૉગમા ગોરખા સ્ત્રીઓને ખોટી રીતે ચિત્રિત કરવામા આવી છે. આ શબ્દને મ્યૂટ કરી દેવો જોઇએ તથા સબ-ટાઇટલ ને પણ બ્લર કરી દેવુ જોઇએ અને એડિટેડ વીડિયોને સૌ કોઈ માટે ઉપલબ્ધ કરાવવો જોઇએ. આ સિવાય તેમણે આ અંગે જાહેરમા માફી પણ માંગી લેવી જોઇએ.

 

Leave a Reply

Top