You are here
Home > Articles >

આ મહામારીએ ઘણા લોકો નો છીનવી લીધો રોટલો, એકીસાથે ૩૫૦૦ ફ્રન્ટલાઈન કર્મચારીઓ ને કરી દીધા છૂટા

મિત્રો, ઓનલાઈન ટેક્સીની સુવિધા આપતી ઉબેર કંપનીએ ૩૫૦૦ લોકોની છટણી કરવાનો નિર્ણય લીધો છે. આ છટણી અંગેની જાણ  તેમના કર્મચારીઓને  વિડીયો કોન્ફરન્સ દ્વારા કરવામા આવી હતી. આ વિડીયો કોન્ફરન્સમા ફોનિક્સ સેન્ટર ઓફ એક્સેલન્સ ના મુખ્યા એવા રફિન શેવાલા એ આ જાહેરાત કરી હતી અને સૌ કોઈને ઝટકો આપ્યો હતો.

એક અહેવાલ અનુસાર, શેફાલા એ કંપની ના સ્ટાફને જણાવ્યુ કે હાલ વ્યસાય ક્ષેત્રે ખૂબ જ મંદી નો માહોલ ચાલી રહ્યો છે ત્યારે કંપની પાસે કર્મચારીઓ માટે કોઈ જ કાર્ય નથી. અમે ૩૫૦૦ ફ્રંટલાઇન કર્મચારીઓ ને છૂટા કરી રહ્યા છીએ અને ઉબેર સાથે કાર્ય કરવાનો હાલ અમારો અંતિમ દિવસ છે.

ઉબેર ને પહેલા ક્વાર્ટરમા જ થઈ હતી ૨.૯ અબજ ડોલર ની હાનિ :

ઉબેરને હાલ ચાલુ વર્ષ દરમિયાન એટલે કે જાન્યુઆરી થી લઈને માર્ચ સુધીના ત્રૈમાસિક સમયગાળા મા ૨.૯ અબજ જેટલી નુકશાની પહોંચી છે. હાલ, વર્તમાન સમય માં કોરોના ની સમસ્યા એ સંપૂર્ણ વિશ્વ ને તહસમહસ કરી નાખ્યુ છે. ત્યારે હવે આ સમસ્યા અર્થતંત્ર માટે પણ ચિંતાજનક વિષય બની છે. હાલ , વ્યવસાય ને લગતી મોટાભાગ ની ગતિવિધિઓ નિષ્ક્રિય છે જેનો ફટકો આપણાં અર્થતંત્ર ને લાગ્યો છે.

આ સમસ્યા ના કારણે વિદેશી રોકાણો પર પણ ગંભીર અસરો પડી રહી છે. હાલ , તમામ વ્યવસાયકરો આ સમસ્યા સામે પોતાના વ્યવસાયને અડીખમ ઊભો રાખવા માટે ખર્ચ પર નિયંત્રણ લાવવાના પૂરતા પ્રયત્નો કરી રહ્યા છે પરંતુ , હાલ તેના કારણે અનેક જરૂરિયાતમંદ લોકોની રોજગારી છીનવાઇ રહી છે. હજુ પણ આ સમસ્યા કેવો સમય બતાવશે ? તેના વિષે કોઈ જ અનુમાન લગાવી શકે એમ નથી.

Leave a Reply

Top