You are here
Home > Articles >

આ મહિલા ડોકટરે ઈટાલીના ૧૧ કોરોનાગ્રસ્ત દર્દીઓ ને કર્યા સાજા, ભારતીયો માટે કરી ખાસ અપીલ

મિત્રો, કોરોના વાયરસ સામે ના યુદ્ધ મા આપણો દેશ શક્ય તેટલા બધા જ પ્રયત્ન કરી રહ્યો છે. આપણા દેશ મા કુલ સંક્રમિત લોકો ની સંખ્યા ૫૦૦ ને પણ પાર થઈ ચૂકી છે. હાલ, સમગ્ર દેશમા લોકડાઉન ની સ્થિતિ છે. એવામા હાલ ના આ ૨૧ દિવસ ખૂબ જ અગત્ય ના રહેશે. ભારત મા સૌપ્રથમ ઈટાલી થી આવેલા યાત્રી મા કોરોના વાયરસ મળી આવ્યો હતો, જે રાજસ્થાન ની મુલાકાતે આવ્યા હતા. તેમાથી ૧૪ લોકો ગુરુગ્રામ ની મેદાંતા દવાખાના મા એડમિટ હતા.

જ્યા દાક્તર સુશીલા કટારિયા ના નેતૃત્વ હેઠળ એક ટીમ તેમનુ નિદાન કરી રહી હતી. ન્યૂઝ વેબસાઈટ હફિંગ્ટન પોસ્ટ ના અહેવાલ મુજબ, દાક્તર સુશીલા કટારિયા ની ટીમ અત્યાર સુધીમા ૧૧ સંક્રમિતો ને સાજા કરી ચૂકી છે. આ વાઈરસ સામે લડી રહેલી દાક્તર સુશીલા છેલ્લા બે અઠવાડિયા થી પોતાના ઘર ના સદસ્યો ને યોગ્ય રીતે મળી શકી નથી. તેમનો મોટાભાગ નો સમય દવાખાના મા જ પસાર થાય છે. ઈટાલી ના દર્દીઓ ની સારવાર કર્યા બાદ તેમણે પોતાના અનુભવ શેયર કર્યા હતા.

તેમા તેમણે જણાવ્યુ હતુ કે, કોરોના વાયરસ ની કોઈ મેડિસિન ના હોવા છતા તેમણે દર્દીઓ ની સારવાર કેવી રીતે કરી. દાક્તર સુશીલા જણાવે છે કે, અમે દર્દીઓ ને મલ્ટી વિટામિન ટેબલેટ તથા તેમના લક્ષણો અનુસાર અન્ય મેડિસિન આપીએ છીએ. જે દર્દીઓ ને શ્વાસ લેવામા તકલીફ થઈ રહી હોય અથવા તાવ આવી રહ્યો હોય તેમને અમે એન્ટી વાયરલ મેડિસિન આપતા. વેદાંતા હોસ્પિટલમા દાખલ ઈટાલી ના મોટાભાગ ના દર્દીઓ ૬૮ વર્ષની વય ધરાવે છે. એવામા તેમને પહેલા ની જેમ સાજા કરવા થોડુ મુશ્કેલ છે.

દાક્તર સુશીલાએ આ દર્દીઓ સાથે પોતાનુ વોટ્સએપ ગ્રુપ બનાવ્યુ છે. જેમા તે તેમના માટે નિયમિત મોટીવેશનલ મેસેજ મોકલે છે. આ રીતે તેમને ટ્રિટમેન્ટ લઈને સાજા થવા માટે પ્રોત્સાહિત કર્યા કરે છે. તે જણાવે છે કે, અમારી ભાષા જુદી-જુદી છે એટલે અમે વાતચીત માટે ગૂગલ ટ્રાન્સલેટર નો ઉપયોગ કરીએ છીએ. દવાખાના મા દર્દીઓ નો મોટાભાગ નો સમય ઈન્ટરનેટ પર પસાર થાય છે. તેઓ ઈન્ટરનેટ ના માધ્યમ દ્વારા પોતાના ઘર ના સદસ્યો અને વિશ્વ સાથે જોડાયેલા રહે છે.

દાક્તર કટારિયા લોકો ને અપીલ કરી રહ્યા છે કે દાક્તર અને સ્વાસ્થ્યકર્મી તો કોરોના સામે યુદ્ધ લડી રહ્યા છે પરંતુ, સૌથી મોટુ યુદ્ધ લોકોએ પોતાના ઘર મા રહીને લડવાનુ છે. તેઓ જણાવે છે કે સોશિયલ ડિસ્ટન્સિંગ અને આઈસોલેશન જ વાયરસ સામે ના યુદ્ધ મા સૌથી અસરકારક સાબિત થશે. આગામી ૨૧ દિવસ આ નક્કી કરશે કે આપણે આ વાયરસ સામે ના યુદ્ધ મા જીતીશુ કે હારીશુ.

Leave a Reply

Top