You are here
Home > Articles >

નીતા અંબાણીથી ચાલુ કરીને અભિનેત્રી પ્રિયંકા ચોપરા સુધી તમામ સ્ટારને સાડી પહેરાવે છે આ યુવતી

બોલિવૂડ જગતની હીરોઈનને તો તમે જુદી જુદી સ્ટાઇલમાં સાડી પહેરેલી જોઇ જ હશે, ક્યારેક કોઇના અવોર્ડ ફંક્શનમાં તો ક્યારેક કોઇનાં ભવ્ય મેરેજ પ્રસંગમાં. પરંતુ શું તમે એ વાતથી માહિતગાર છો કે, આ પ્રકારના સમારંભો માટે આ હિરોઇનો સાડી જાતે નથી પહેરતી. શું તમને ખ્યાલ છે કે, નીતા અંબાણી, પ્રિયંકા ચોપરા, શ્રીદેવી જેવી મોટી હિરોઈન ને સાડી પહેરાવનાર યુવતી છેવટે કોણ છે? આ યુવતીનું નામ છે ડૉલી જૈન.

બેંગાલુરુમાં અભ્યાસ પ્રાપ્ત કરેલી અને મોટી થયેલ ડૉલી હંમેશા જીન્સમાં જ મોટી થઈ પરંતુ લગ્ન પછી તેને ખ્યાલ આવ્યો કે, તેણે સાસરે તો ફકત સાડી જ પહેરવી પડે છે. એટલે મજબૂરીમાં સાડી પહેરવાની શરૂઆત કરી અને પછી એ તેનું પ્રોફેશન બની ગયું.

ડૉલીએ બીબીસી જોડે વાતચીતમાં કહ્યું હતું, શરૂઆતના દિવસોમાં મેં વિચાર્યું કે જો, મારે આ જ પહેરવાનું હોય તો મારે તેને સ્ટાઇલ પણ કરવી જોઇએ તથા પછી મેં સાડીને જુદી જુદી સ્ટાઇલમાં પહેરવાનું ચાલુ કરી દીધું. આજે વિચાર કરું છું તો એમજ થાય છે કે, સારું થયું કે, મારાં સાસરિયાંએ મને ઘરે બીજું કંઈ પહેરવાની મંજૂરી ના આપી, કેમ કે આજે જે પણ છું તે આના લીધે જ છું.

તમને એ વાત જાણીને નવાઈ થશે કે, ડૉલીનું નામ લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં નોધવામાં આવેલ છે. પહેલી વખત તેણે 80 પ્રકારની સાડી પહેરીને રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. ત્યારબાદ તેણે પોતાનો જ રેકોર્ડ તોડી 325 પ્રકારની સાડી પહેરાવવાનો રેકોર્ડ બનાવ્યો અને સાડીને ફકત સાડા 18 સેકન્ડમાં જ પહેરવાનો રેકોર્ડ પણ બનાવ્યો.

આજના યુગમાં બોલિવૂડ જગતની મોટાભાગની હિરોઇનોની પહેલી પસંદ ડૉલી જૈન છે. ડૉલી નીતા અંબાણીથી શરૂ કરીને ઈશા અંબાણી અને પ્રિયંકા ચોપરા સુધી સૌને સાડી પહેરાવી ચૂકી છે. ડૉલી શ્રીદેવીને પણ સાડી પહેરાવતી હતી. આજે ડૉલી સબ્યાસાચીથી લઈને મનીષ મલ્હોત્રા જેવા મોટા ડિઝાઇનર્સના ગ્રાહકોને સાડી પહેરાવે છે. ડૉલીની સાડી પહેરાવવાની ફી 25 હજારથી ચાલુ જ થાય છે અને હાઇ પ્રોફાઇલ લગ્નો અને કાર્યક્રમો માટે આ ફી લાખો રૂપિયા સુધી જતી રહેતી હોય છે.

dip

Leave a Reply

Top