You are here
Home > Jyotish >

આ મહીને શુક્રગ્રહ પ્રવેશે છે મેષ મા, તુલારાશી સિવાય આ પાંચ રાશિઓ માટે છે મહત્વ નો સમય

મિત્રો, હાલ આ માસ મા શુક્ર તેની ઉચ્ચ રાશિ મીન રાશિ માંથી મુક્ત થઈને રાશિચક્ર મા આવનાર સર્વ પ્રથમ રાશિ મેષ રાશિ મા પ્રવેશ કરશે. આ શુક્ર આવનાર માસ ના છેલ્લા અઠવાડિયા સુધી આ રાશિમા સ્થિત રહેશે, આમ, શુક્ર ના રાશિ પરિવર્તન ની પ્રબળ અસર આ માસ ના સમયગાળા દરમિયાન તમામ રાશિજાતકો પર રહેશે.

આ સમયગાળા દરમિયાન, શુક્ર તેની રાશિ પર ની સીધી નજર રાખશે. શુક્ર ના આ સંક્રમણ થી, અમુક રાશિના જાતકો ને નાણાં, કાર્યક્ષેત્રે ઉચ્ચ સ્તર ની પ્રાપ્તિ, માન-સન્માન તેમજ વૈવાહિક જીવનમા ખુશીઓ નો માહોલ બની રહેશે, તો ચાલો જોઇએ કે આ શુક્ર ના રાશિ પરિવર્તન ને કારણે અન્ય રાશિઓ પર થતી અસરો.

મેષ રાશિ :

શુક્ર આ રાશિના પ્રથમ ભાવ એટલે કે લગ્ન ભાવમા ગોચર થવા જઇ રહ્યો છે. આ સમયકાળ દરમિયાન આ જાતકો ને સહાનુભૂતિ તથા પ્રેમનો એહસાસ અનુભાવશે. વૈવાહિક જીવન આનંદમય બનશે. કાર્યક્ષેત્ર ની દ્રષ્ટિએ આ પરિવહન લાભદાયી સાબિત થશે. આ સમયકાળ દરમિયાન તમને અમુક નવા પ્રોજેક્ટ્સ ની પ્રાપ્તિ થશે. નાણાં નું નિવેશ કરવા માટે આ સમય અત્યંત સાનુકૂળ રહેશે. અવિવાહિત યુગલ માટે પણ આવનાર સમય શ્રેષ્ઠ સાબિત થઈ શકે છે.

વૃષભ રાશિ :

શુક્ર આ રાશિના બારમા સ્થાનમા ગોચર કરવાનો છે. આ સમયકાળ દરમિયાન તમને તમારા ખર્ચમા વૃધ્ધિ જોવા મળશે. આ સિવાય તમે તમારા ઘર ના સદસ્યો જોડે વિદેશ યાત્રા કરો તેવા યોગ સર્જાઈ રહ્યા છે. તમે નવો મોબાઇલ અથવા તો કોઈ બીજું વિદ્યુત ઉપકરણ ની ખરીદી શકો છો. ધાર્યા વગર ની યાત્રા તમારા ખર્ચમા વૃધ્ધિ લાવી શકે છે. ઘર ના સભ્યો સાથે એક લાંબા સમયગાળા બાદ સારો એવો સમય વ્યતીત કરી શકે છે. વિદ્યાર્થીગણ અભ્યાસક્ષેત્રે સારું પરિણામ પ્રાપ્ત કરશે.

મિથુન રાશિ :

શુક્ર આ રાશિના અગિયારમા ભાવમા ગોચર કરશે. આ સમયકાળ દરમિયાન તમે આર્થિક રીતે સધ્ધર બનશો. કાર્યક્ષેત્રે પ્રમોશન મળવાના યોગ સર્જાઈ રહ્યા છે અને તમને બહાર ના સ્રોતો થી પણ આવક મેળવી શકો. સંતાન સુખ ની પ્રાપ્તિ થશે. તમારા કાર્ય સ્થળે ઉચ્ચ અધિકારીઓ સાથેના તમારા સંબંધ મજબૂત બનશે, જે તમને ઘણા લાભ અપાવશે. સ્થાવર મિલકતના કિસ્સામા વૃદ્ધિ થઈ શકે છે. ઘર ના સદસ્યો તથા મિત્રો નો સંપૂર્ણપણે સહકાર પ્રાપ્ત થઈ રહેશે.

કર્ક રાશિ :

શુક્ર આ રાશિના ૧૦મા ભાવમા ગોચર કરવા જઇ રહ્યો છે. આવનાર સમયમા, તમારા વર્તન ને યોગ્ય રાખવું અને બને ત્યાં સુધી વાદ-વિવાદ થી દૂર રહેવું. આ સિવાય , તમે શેર બજારમા નાણાં નું નિવેશ કરી શકો છો તથા વ્યાપાર ને લગતી કોઈ અગત્ય ની યાત્રા પર તુરંત જવું પડી શકે, જે જાતકો પોતાનું ઘર અથવા તો કાર ખરીદવા ના સ્વપ્ન જોઈ રહ્યા હોવ તો તેમના માટે આ એક સારી એવી તક છે. પ્રેમ સંબંધ માટે આવનાર સમય સાનુકુળ જણાશે.

સિંહ રાશિ :

શુક્ર આ રાશિના નવમા સ્થાન મા ગોચર કરવા જઇ રહ્યો છે. આ સમયકાળ દરમિયાન કાર્યક્ષેત્ર મા પરિવર્તન અંગે ની વિચારણા મજબૂત બનશે. પ્રાકૃતિક સ્થળો ની મુલાકાત લેવાના યોગ સર્જાશે. તમે ફેમીલી સાથે પિકનિક માણવા માટે જઇ શકો છો. વ્યવસાય સાથે સંકળાયેલી યાત્રા પર જવાથી તમને લાભ અવશ્યપણે મળશે. તમારા માન સમ્માન મા વૃધ્ધિ થશે તથા તે સિવાય તમે સામાજિક કાર્ય મા અગ્રેસર રહેશો. જો તમે અથાગ પરિશ્રમ કરો છો તો તમને તેનું ફળ અવશ્યપણે પ્રાપ્ત થઈ રહે છે.

કન્યા રાશિ :

શુક્ર તમારી આ રાશિના આઠમા સ્થાન મા ગોચર કરવા જઇ રહ્યું છે. આ સમયકાળ દરમિયાન, તમારે તમારા સ્વાસ્થ્ય અંગે વિશેષ સાવચેતી રાખવી પડશે તથા આવનાર સમયમા તમારી આવક કરતાં ખર્ચ મા વૃધ્ધિ થશે. સાસરિયા પક્ષ તરફથી લાભ પ્રાપ્ત થઈ શકે છે. આર્થિક સ્થિતિ પ્રબળ બનશે. વ્યવસાયક્ષેત્રે ફાયદો થશે અને સમાજ મા માન-સન્માન મા વૃધ્ધિ થશે. નવી નોકરી અથવા તો નવો વ્યવસાય પ્રારંભ કરવા માટે આ સમય સાનુકૂળ જણાઇ રહ્યો છે. વ્યવસાયકારો માટે આવનાર સમય અત્યંત શ્રેષ્ઠ સાબિત થઈ શકે છે.

તુલા રાશિ :

શુક્ર આ રાશિના સાતમા સ્થાન મા ગોચર થવા જઇ રહ્યો છે. આ સમયકાળ દરમિયાન, તમારા વૈવાહિક જીવનમા પ્રેમ ની ગંગા વહેશે. તમારું સ્વાસ્થ્ય સાનુકૂળ રહેશે. તમારા કાર્ય સ્થળ તમારો કાર્ય બોજ વધી શકે છે, નોકરી ક્ષેત્રે ઉચ્ચ સ્તર પ્રાપ્ત કરી શકો છો. આ સમયે તમારો આત્મવિશ્વાસ સ્ટ્રોંગ બનાવો તેમજ નેગેટીવીટી થી દૂર રહો.

વૃશ્વિક રાશિ :

શુક્ર આ રાશિના છઠ્ઠા સ્થાન મા ગોચર કરવા જઇ રહ્યો છે. આ સમયકાળ દરમિયાન, તમારે સાવચેતી વર્તવી જોશે. આ સમયકાળ દરમિયાન તમે તમારા શિક્ષણમા સારું પરિણામ પ્રાપ્ત કરી શકો છો. તમને નવી નોકરી ની તક મળી શકે છે. સંતાન તરફ થી શુભ સમાચાર પ્રાપ્ત થવાના યોગ સર્જાઈ રહ્યા છે. ધાર્મિક , આધ્યાત્મિક તથા સંશોધન જેવા વિષય પ્રત્યે તમારી રુચિ મા વૃધ્ધિ થઈ શકે છે. તમે તમારી કાર્યકુશળતા ના લીધે સૌ કોઈ ના હ્રદય જીતી શકો છો.

ધન રાશિ :

શુક્ર તમારી રાશિના પાંચમાં સ્થાન મા ગોચર કરવા જઇ રહ્યો છે. આ સમયકાળ તમારા પ્રેમજીવન માટે સાનુકૂળ જણાઈ રહ્યું છે. તમને શિક્ષણક્ષેત્રે સારા પરિણામો પ્રાપ્ત થઈ શકે છે તથા તમારા પરિશ્રમ નું તમને યોગ્ય ફળ પ્રાપ્ત થઈ રહેશે. વૈવાહિક યુગલ માટે આવનાર સમય પ્રેમ થી ભરપૂર રહેશે. તમારા કાર્ય ની કાર્યસ્થળે પ્રશંસા થશે. તમારું વૈવાહિક જીવન સુખમય બનશે તથા તમારા જીવનસાથી સાથે ના સંબંધો ગાઢ બનશે.

મકર રાશિ :

શુક્ર આ રાશિના ચોથા સ્થાન મા ગોચર કરવા જઇ રહ્યો છે.આ સમયકાળ દરમિયાન, ઘર નો માહોલ શાંતિમય બની રહે છે . ઘર ના સદસ્યો સાથે ના સંબંધો મજબૂત બનશે. આવક કરતાં ખર્ચ મા વૃધ્ધિ થશે. શુક્ર નું આ સંક્રમણ તમારા માટે લાભદાયી સાબિત થશે. આધ્યાત્મિક યાત્રા પર જવાના યોગ સર્જાઈ રહ્યા છે. પ્રેમ સંબંધ માટે સાનુકૂળ સમય જણાઈ રહ્યો છે.

કુંભ રાશિ :

શુક્ર આ રાશિના ત્રીજા ભાવમાં ગોચર કરવા જઇ રહ્યો છે. આ જાતક ને આ સમયે નસીબ નો સંપૂર્ણપણે સાથ મળી રહ્યો છે , તમારા ધાર્યા તમામ કાર્ય યોગ્ય સમયે પૂર્ણ થશે. સામાજિક સ્તરે તમારા માન અને સન્માન મા વૃદ્ધિ થશે. ઘર નો માહોલ આનંદમય બની રહેશે, કાર્ય ક્ષેત્રે ઉન્નતિ પ્રાપ્ત થશે. જે કાર્ય લાંબા સમય થી અટવાયેલ હતું તે પૂર્ણ થશે. મિત્રો નો સંપૂર્ણપણે સાથ સહકાર મળી રહેશે અને તેઓ તમારા કાર્ય મા પણ તમને સહાયરૂપ બનશે .

મીન રાશિ :

શુક્ર આ રાશિના બીજા સ્થાન મા ગોચર કરવા જઇ રહ્યો છે. આ સમયકાળ દરમિયાન, તમને આકસ્મિક ધન લાભ થવાના યોગ સર્જાઈ રહ્યા છે, ઘરે કોઈ શુભ પ્રસંગ ના લીધે અતિથિઓ નું આગમન થશે. કુટુંબ મા હર્ષોલ્લાસ ની લાગણી છવાયેલી રહેશે. વાદ-વિવાદ થી દૂર રહેવું તથા ક્રોધ અને વાણી પર નિયંત્રણ રાખવું. સ્વાસ્થ્ય સાનુકૂળ રહેશે.

Leave a Reply

Top