You are here
Home > Articles >

હંમેશા તમારા ઘરમાં સુખ શાંતિ બની રહેશે, આ લોકોને ક્યારેય પણ ઘર આગળથી ખાલી ના જવા દો, નહીં તો પસ્તાશો

દોસ્તો આપણા શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું છે કે દાન જેટલું કરવામાં આવે એટલું ધન વધે છે. પરંતુ અમુક માણસોનું એવું કહેવું હોય છે કે દાન કરવાથી ધન ઓછું થઈ જાય છે. પરંતુ મિત્રો પણ સચ્ચાઈ એવી છે કે આ ધન આપણને ભગવાનની કૃપાથી પ્રાપ્ત થયેલું હોય છે માટે તેનું દાન કરવું જોઈએ. દાન કરવાથી આપણા પાપ ઓછા થાય છે માટે આપણી આવકનો કેટલોક ભાગ આપણે અવશ્ય દાન કરવો જોઈએ.

દાન કરવું એ એક ઉત્તમ વાત છે પરંતુ દાન હંમેશા જરૂરીયાત મંદ માણસોને જ કરવું જોઈએ. તેવી જ રીતે અમુક માણસો એવા પણ હોય છે જેને આપણે ઘરેથી ક્યારેય ખાલી હાથે ન જવા દેવા જોઈએ. તેને કંઈકને કંઈક તો આપવું જોઈએ. દોસ્તો કેટલાક માણસો એવા પણ છે જે તમારા ઘરે દાન માટે આવે અને તમે તેને ક્યારેય ખાલી હાથે ન જવા દો તો તમારા ઘરમાં હંમેશા સુખ તથા સમૃદ્ધિ રોકાયેલી રહેશે.

ભલે કોઈ પણ સ્વરૂપે તમારા ઘરે કોઈ માણસ આવી હોય ભલે તેના મનમાં જે કંઈ પણ હોય, પરંતુ તેને કંઈક દાન આપવું એ તમારું નિષ્ઠા બની જાય છે. દાન જ્યારે આપવામાં આવે એની કોઈ પણ સીમા નથી હોતી માટે તમારાથી જે બને તે સહાય કરવી જોઈએ. તો ચાલો જાણીએ કે એવા ક્યાં લોકો છે જેને આપણા ઘરેથી ખાલી હાથે ન જવા દેવા જોઈએ.

સૌ પ્રથમ છે આપણા આંગણે આવેલ ભિખારી. દોસ્તો આપણા ઘરે કોઈપણ જાતનો ભિખારી આવે છે તો તેને કંઈકને કંઈક ચોક્ક્સ દાન આપવું જોઈએ. દોસ્તો નર સેવા જ નારાયણ સેવા હોય છે. જે ભિખારી આપણા ઘરે આશા સાથે આવે છે તેને દરિદ્ર નારાયણ તરીકે પણ ઓળખવામાં આવે છે. કેમ કે એવું કહેવામાં છે કે આપણે ભિખારીને જે દાન આપીએ છીએ તે સીધું નારાયણ એટલે કે ભગવાન વિષ્ણુ સુધી પહોંચે છે. તેથી આપણા પર ભગવાનની કૃપા થાય છે.

ભગવાન વિષ્ણુની આપણા પર કૃપા થવાથી આપણા ઘરમાં પણ ધનમાં વધારો અવશ્ય થાય છે. ભિખારીને દાનમાં આપેલ ધન વ્યર્થ ક્યારેય જતું નથી થતું પરંતુ તે દાનના બદલામાં આપણને ભગવાનની કૃપા અવશય પ્રાપ્ત થાય છે. માટે ભિખારીને ક્યારેય ખાલી હાથે ન જવા દેવા અને કંઈકને કંઈક આપવું.

બીજું માણસ છે કિન્નર. દોસ્તો આપણા ઘરે જ્યારે પણ કોઈ કિન્નર દાન લેવા માટે આવે તો તેને દાન ચોક્ક્સ આપવું જોઈએ. કિન્નરને જ્યોતિષ શાસ્ત્રમાં બુદ્ધ ગ્રહના પ્રતિક કહેવામાં આવે છે. માટે જ માનવામાં આવે છે કે કિન્નરના આશીર્વાદ ઝડપથી ફળે છે અને આપણને વૃદ્ધિ કરાવે છે. માટે આપણા ઘરે કિન્નર જ્યારે પણ આવે તેને કંઈકને કંઈક અવશ્ય દાન આપવું જોઈએ કેમ કે તેનાથી ઘરમાં પૈસામાં વધારો થાય છે.

ત્યાર બાદ ત્રીજી વ્યક્તિ છે કે તમારા ઘરે કોઈ અપંગ કે રોગી માણસ દાન લેવા માટે આવે અથવા તો તમારા ઘરની નજીક કોઈ રોગી છે જેને સહાયની જરૂરીયાત છે તો તેને આપણી આવશ્યકતા પ્રમાણે કંઈકને કંઈક આર્થિક સહાય ચોક્ક્સ કરવી જોઈએ. કેમ કે એવું કહેવામાં છે કે જો તમે આ માણસોને દાન આપીને તેમની મદદ કરો તો તમારા જીવનમાં શનિ અને રાહુનો દુષ્પ્રભાવ દુર થાય છે. તો મિત્રો તમારી ઘરે કોઈ રોગી કે અપંગ દાન માટે આવે અથવા તમારી નજીક તેવા કોઈ જરૂરીયાત મંદ રોગી કે અપંગો હોય તો તેને દાન ચોક્કસપણે કરવું જોઈએ.

સૌથી અંતમાં આવે છે કોઈ વૃદ્ધ યાચક. દોસ્તો આપણા ઘરે કોઈ વૃદ્ધ માણસ કંઈ માંગવા માટે આવે તો તેને અવશ્ય ક્ષમતા પ્રમાણે દાન આપવું જોઈએ. એવું માનવામાં આવે છે કે વૃદ્ધોના આશીર્વાદ પણ ફળે છે માટે તેને પણ ખાલી હાથે ક્યારેય ન જવા દેવા જોઈએ.

તો મિત્રો આ ચાર માણસો આપણા ઘરે આવે તો તેને કોઈ દિવસ ખાલી હાથે પાછા વાળવાની ભૂલ ન કરવી જોઈએ. તો દોસ્તો શું તમે પણ માનો છો કે દાન કરવું જોઈએ કે નહિ કોમેન્ટ કરીને અવશય કહેજો.

dip

Leave a Reply

Top