
માનવી ને સામાજિક પ્રાણી તરીકે પણ સંબોધવામા આવે છે અને ઘણા અંશે તે સાચું પણ છે. કારણ કે તેના પોતાના સમાજ વિના કોઈપણ વ્યક્તિ નું કોઈ અસ્તિત્વ જ હોતું નથી. સમાજ માથી તેને પોતાની ઓળખાણ પ્રાપ્ત થાય છે. આપણે ખુશ હોઇએ અથવા તો દુખી, આપણે બધા ને પોતાના પરિવાર ની જરૂર હોય છે.
કોઈ ને પણ દુખ હોય અથવા તો સુખ આવી તમામ પરિસ્થિતિઓ મા લોકો પોતાની લાગણી ને દર્શાવવા માટે પોતાના સંબંધીઓ અથવા તો મિત્રો ની જરૂર તેમને પડતી જ હોય છે. આ તમામ પ્રવૃત્તિઓ તમારી રાશિ ઉપર આધારિત હોય છે. કારણ કે, જ્યોતિષશાસ્ત્ર મુજબ ઘણી એવી પણ રાશિઓ હોય છે કે જે બીજી રાશિઓ ના જાતકો થી અલગ તરી આવે છે અને જે રાશિ ના જાતકો ને એકલવાયું જીવન ગાળવુ ઘણું ગમતું હોય છે.
જ્યોતિષશાસ્ત્ર મુજબ ઘણા રાશિ ના જાતકો તો એવા પણ હોય છે કે જેને તેમની આજુબાજુ ની ભીડ થી ઘણો મતલબ હોય છે અને તેમને લોકો સાથે ઘેરાયલા રહેવું ગમતું હોય છે, ભલે ને તેઓ તેમને ઓળખતા હોય કે ન હોય, આ વાત ની તેમના પર કોઈ અસર થતી નથી. જો કે અમુક એવી પણ રાશિઓ છે કે જેમને એકલુ રહેવાનુ ગમતું હોય છે. તેઓ પોતાની એકલતા ને જ માણતા હોય છે અને આ સમય તેમનો મનગમતો સમય હોય છે. તો ચાલો જાણીએ આ રાશીઓ વિષે.
કર્ક રાશિ
આ એકલતા ને પસંદ કરતા જાતકો મા સૌથી પહેલું નામ આ કર્ક રાશિ નું છે. તેમને ઘર મા જ રહેનાર માનવામા આવે છે. રજા દરમિયાન અન્ય રાશિ ના જાતકો બહાર હરવા-ફરવા જતા હોય છે અને મોજ-મસ્તી કરે છે તો બીજી બાજુ આ રાશિ ના જાતકો તમને તેના ઘરે જ બેઠેલા જોવા મળશે. આ જાતકો ના લોકો ને ભીડ જરાપણ પસંદ નથી. આવા જાતકો પોતાના ઘરે રહીને પોતાના પરિવારજનો અથવા તો તેમના અંગત લોકો સાથે રહેવાનું પસંદ કરે છે.
કન્યા રાશિ
આ કન્યા રાશિ ના જાતકો ક્યારેય પણ બીજા લોકો વચ્ચે આકર્ષણ નુ કેન્દ્ર બનવા નથી ઈચ્છતા તેઓ ને પોતાની જ દુનિયા મા સંતાઈ ને રહેવું વધુ પસંદ છે. આ જાતકો ના લોકો ઘણા શરમાળ સ્વભાવ ના હોય છે. આ જાતકો ને તેમના મિત્રો સાથે ફરવાની જગ્યાએ ઘર મા તેમના પરિવાર સાથે રહેવા નું વધુ પસંદ છે. આ જાતકો ને લોકો ની વચ્ચે રહેવું કંટાળાજનક લાગે છે અને તેઓ તેમની વચ્ચે રહી ને થાકી જાય છે.
મકર રાશિ
આ મકર રાશિ ના જાતકો સંતુલન ને માને છે. તેમને તેમના મિત્રો સાથે રહેવાનું પણ ગમતું હોય અને સાથોસાથ તેઓ એકલા રહેવાનુ પણ પસંદ કરે છે. જો કે એક વાત સંપૂર્ણપણે સત્ય છે કે, તેમને એકલું રેહવું વધુ ગમે છે. આ જાતકો પોતાની જાત ને વધુ સમય આપવા માંગે છે અને આ માટે જ તેઓ ને મિત્રો સાથે વધુ ફરવાનું અથવા તો મિત્રો બનવવા નુ ગમતું નથી.
મીન રાશિ
આ મીન રાશિ ના જાતકો દિવા સ્વપ્ન જોનારા હોય છે. તેઓ કાયમ માટે પોતાની જ એક દુનિયા મા ખોવાયેલા જોવા મળે છે. તેમને મોટેભાગે ઘરે રહીને પુસ્તકો નુ વાંચન કરવું એકમાત્ર શોખ હોય છે. જ્યાં એક બાજુ આપણા માટે એકલુ રહેવું ઘણું અઘરું હોય છે તો બીજી બાજુ આ જાતકો માટે આ સૌથી શ્રેષ્ઠ સમય હોય છે.