You are here
Home > Articles >

ઘરે જ બનાવી લો આ બ્રેડ પિઝ્ઝા સેન્ડવિચ, તો ક્યારેય પણ બહાર પિઝ્ઝા ખાવા માટે જવાની જરૂર નહીં પડે, જાણો તેની રેસીપી

દોસ્તો આજે અમે ખુબ જ સુંદર રેસેપી લઈને આવ્યા છીએ જેનું નામ છે બ્રેડ પિઝ્ઝા સેન્ડવિચ. આ વસ્તુ એક વખત ટેસ્ટ કરશો તો પિઝ્ઝાનો ટેસ્ટ પણ ભૂલી જશો. દોસ્તો પિઝ્ઝા તો મોટાભાગના બધાના ફેવરીટ હોય છે પરંતુ પિઝ્ઝા ઘરે જ બનાવો તો તેમાં ખુબ પરિશ્રમ કરવો પડતો હોય છે. પરંતુ તમે બ્રેડ પિઝ્ઝા સેન્ડવિચ તવા પર ખુબ જ આસાનીથી ઘરે જ બનાવી શકાય છે. જેનો ટેસ્ટ હશે પિઝ્ઝાથી પણ હટકે અને ટેસ્ટી પણ. તો આવો જાણીએ યમ્મી, ટેસ્ટી અને ચીઝી બ્રેડ પિઝ્ઝા સેન્ડવિચ બનાવવાની રીત.

• બ્રેડ પિઝ્ઝા સેન્ડવિચ બનાવવાની રીત:

સૌથી પહેલા એક બ્રેડની સ્લાઈડ્સ લો અને તેની બહારની બાજુ બટર લગાવી દો, ત્યાર પછી અંદરની બાજુમાં તેમાં મેયોનીઝ જલ્દીથી લગાવી દો, મેયોનીઝ લગાવ્યા પછી તેના પર ડુંગળીનું લેયર પાથરી દો, ડુંગળીનું લેયર પાથર્યા પછી તેની ઉપર એક ચીઝનું લેયર કરવાનું છે. જેથી સેન્ડવિચને પિઝ્ઝા જેવો ટચ મળે.

ત્યાર પછી ટામેટા અને તેની ઉપર કેપ્સીકમનું એક નાનકડું પડ પાથરી દો, છેલ્લે મકાઈનું લેયર પાથરી દો તથા ઉપરથી થોડું મીઠું અને કાળા મરીનો ભુક્કો ભભરાવો. ત્યાર પછી થોડા ચીલી ફ્લેસ તથા ઓરેગાનો ભભરાવો. ત્યાર પછી સૌથી છેલ્લે તેની ઉપર પિઝ્ઝા સોસ ચોપડી દો. પિઝ્ઝા સોસ લગાવ્યા પછી બીજી બ્રેડ સ્લાઈસ તેની ઉપર લગાવી દો અને તે બીજી સ્લાઈડ લગાવી તેની બાહરની બાજુ પણ બટર લગાવી દો.

હવે આ સેન્ડવિચને એક નાના તવા પર શેકવાની જરૂર છે, સેન્ડવિચને તવા પર મુકીને પહેલા સારી રીતે ઢાંકી દો, ગેસ માધ્યમ આંચે રાખવો, જ્યારે એક બાજુથી બ્રેડ બ્રાઉન કલરની અને થોડી ક્રિસ્પી થઇ જાય ત્યાર બાદ તેને પલટાવી દો તથા ફરી પાછી ઢાંકી દો. દ્વિતીય બાજુ પણ બ્રેડ શેકાઈ જાય ત્યાર પછી સેન્ડવિચને પ્લેટમાં કાઢી લો.

હવે તમારી બ્રેડ પિઝ્ઝા સેન્ડવિચ સારી રીતે બની ગઈ છે. તો દોસ્તો આ રીતે તમે ખુબ જ સ્વાદિષ્ટ બ્રેડ પિઝ્ઝા સેન્ડવિચ બનાવી મૂકી શકો છો. જ્યારે પણ તમને પિઝ્ઝા ખાવાનું મન થાય તો એક વાર આ બ્રેડ પિઝ્ઝા સેન્ડવિચ જરૂર ટ્રાય કરજો. એક વાર ટ્રાય કરશો તો પિઝ્ઝાને બદલે આ પિઝ્ઝા સેન્ડવિચ ખાવાનું જ શરૂ કરી દેશો. ઘરમાં નાના મોટા દરેકને આ સેન્ડવિચ ભાવશે.

દોસ્તો આ બ્રેડ પિઝ્ઝા સેન્ડવિચની એક અગત્યની ખાસિયત એ છે કે અહીં આપણે ચીઝ મેયોનીઝ તથા પિઝ્ઝા સોસનો ઉપયોગ કરેલો છે માટે તમે જ્યારે આ સેન્ડવિચ ખાશો તો તમને પિઝ્ઝા જેવી જ ફીલિંગ આવશે અને સ્વાદમાં તો તમને આ બ્રેડ પિઝ્ઝા સેન્ડવિચ પિઝ્ઝા કરતા પણ સ્વાદિષ્ટ લાગશે

dip

Leave a Reply

Top