You are here
Home > Articles

આ રીતે મહેંદી પલાળીને વાળ પર લગાવો, વાળ બનશે એકદમ મુલાયમ અને આકર્ષક

મિત્રો , વર્તમાન સમય મા આકર્ષક દેખાવું કોને નથી ગમતું ? હાલ વિશ્વ ના દરેક વ્યક્તિ ની એક જ ઈચ્છા હોય છે કે તે અન્ય લોકો કરતાં વધુ પડતો આકર્ષક દેખાય. આ એક વાસ્તવિક હકિકત છે કે સ્ત્રી હોય કે પુરૂષ તેનુ સૌંદર્ય તેના વાળ પર થી જ નિખરી આવે છે. જો કોઈ વ્યક્તિ ના વાળ ખૂબ જ સુંદર હોય તો તમે તેના સૌંદર્ય ની તુલના કોઈપણ સાથે ના કરી શકો. સ્ત્રી હોય કે પુરૂષ પોતાના વાળ પ્રત્યે તે અત્યંત મોહ ધરાવતા હોય છે.

વર્તમાન સમય માં આપણે જોઈ શકીએ છીએ કે નાની વય માં જ લોકો ને વાળ ખરી જવા અથવા વાળ સફેદ થઈ જવા જેવી સમસ્યાઓ ઉદભવતી હોય છે. આ સમસ્યા ઉદભવવા પાછળ ના મુખ્ય કારણો છે દૂષિત વાતાવરણ અને ભેળસેળયુક્ત ભોજન. લોકો માથા મા સફેદ વાળ ના દેખાય તે માટે મહેંદી લગાવતા હોય છે. પરંતુ , આ મહેંદી નો પ્રાકૃતિક રંગ વાળ પર ચડે તે માટે તેમાં અન્ય ઘણી વસ્તુઓ ઉમેરવી પડશે.

મહેંદી ને જયારે હાથ પર લગાવવા માં આવે ત્યારે તેનો રંગ જુદા પ્રકાર નો હોય છે અને જયારે આ મહેંદી માથા પર લગાવવા માં આવે ત્યારે પણ તેનો રંગ જુદો હોય છે. આથી જો તમે વાળ માં પ્રાકૃતિક રંગ લાવવા ઈચ્છતા હોવ તો તમારે મહેંદી માં થોડી બીજી સામગ્રીઓ પણ ઉમેરવી પડશે. જો તમે તમારા વાળ સોફ્ટ અને આકર્ષક બનાવવા ઈચ્છતા હોવ તો મહેંદી માં દહી તથા ઈંડુ અવશ્ય ઉમેરવું.

આ વસ્તુઓ ઉમેરવાથી વાળ નો રંગ તો સારો આવશે સાથોસાથ તમારા વાળ સોફ્ટ અને આકર્ષક બની જશે. મિત્રો , સામાન્ય રીતે વાળ માં મહેંદી લગાવવા થી ભૂરો-લાલ રંગ આવી જતો હોય છે પરંતુ , જો તમે તમારા વાળ વાઈબ્રેટ રેડ કરવા ઈચ્છતા હોવ તો મહેંદી માં કાથો ઉમેરવો. આ કાથો તમને પાન વાળા ની દુકાને થી સરળતા થી મળી જશે. આ સિવાય મહેંદી હંમેશા લોખંડ ના પાત્ર માં જ પલાળવી અને જયારે પણ વાળ માં લગાવવી હોય તેની એક રાત્રિ પૂર્વે જ તેને પલાળી દેવી.

મોટા ભાગ ના વ્યક્તિઓ મહેંદી લગાડયા બાદ પણ પોતાના વાળ કાળા રહે તેવુ ઈચ્છતા હોય છે. જો તમે તમારા સફેદ તથા ભૂખરા વાળ ને કાળા કરવા ઈચ્છતા હોવ તો તમે તમારી મહેંદી મા આમળા તથા અન્ય પ્રકાર ના હર્બ્સ મિક્સ કરો. આ વસ્તુઓ મહેંદી માં ઉમેરીને વાળ પર મહેંદી લગાવો તો તમારા વાળ પહેલા જેવા પ્રાકૃતિક બની જશે. આ ઉપરાંત તમે તેમાં બ્લેક ટી પણ ઉમેરી શકો જેથી તમારા વાળ મુલાયમ , કાળા અને આકર્ષક બની શકે.

મહેંદી પલાળતી વખતે ધ્યાન માં રાખવા જેવી વિશેષ બાબતો :-

  • મહેંદી ને હંમેશા લોખંડ ના પાત્ર માં જ પલાળવી.
  • પાણી માં થોડી ચા ની ભૂકકી ઉમેરી થોડા સમય માટે ઉકાળવી અને જયારે પાણી અડધું થઈ જાય ત્યારે આ પાણી ને મહેંદી ના પાવડર માં ઉમેરવું. જેથી વાળ વધુ ચમકદાર બનશે.

  • મહેંદી માં ઈંડા અને દહીં ઉમેરવું જેથી તમારા વાળ ની શુષ્કતા દૂર થઈ જશે અને વાળ સોફ્ટ બનશે.
  • જે રંગ ના વાળ તમે કરવા ઈચ્છતા હોવ તે અનુસાર તેમાં કાથો , બ્લેક ટી અને કોફી ઉમેરવી.

  • સામાન્ય રીતે મહેંદી ને આખી રાત પલાળીને રાખવી અને જો તે શકય ના બને તો મહેંદી વાળ પર લગાવવાના ૧-૨ કલાક પૂર્વે અવશ્ય પલાળી લેવી.
  • જો તમે રાત્રિ ના મહેંદી પલાળી ના શક્યા હોવ તો પરોઢે થોડું પાણી ગરમ કરી ને મહેંદી ના પાવડર માં ઉમેરવું. જેથી , મહેંદી વ્યવસ્થિત રીતે પલળી જાય.

  • જો તમને મહેંદી ની સ્મેલ ના પસંદ હોય તો તેમા થોડું રોઝ વોટર ઉમેરવું તથા એસેન્શિયલ ઓઈલ નાં ટીપા ઉમેરવા જેથી આ સ્મેલ દૂર થઈ જાય.
  • મહેંદી લગાવ્યા બાદ ઘણાં લોકો ને શરદી અને ઉધરસ થઈ જતી હોય છે. આવું ના બને તે માટે મહેંદી માં પાણી થોડું ગરમ કરીને ઉમેરવું. આ ગરમ પાણી ઉમેરવાથી મહેંદી નો રંગ પણ સારો આવે છે તથા શરદી-ઉધરસ ની સમસ્યા પણ નથી ઉદભવતી.

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે અમારું આ પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

Leave a Reply

Top