You are here
Home > Articles

આ રીતે તમારી ઘરે બનાવો સ્વાદિષ્ટ અને લિજ્જતદાર ગાજર નો હલવો આ રહી બનાવવા માટેની આખી રેસિપિ

મિત્રો , આપણે સૌ જાણીએ છીએ કે આપણી કાઠિયાવાડી પ્રજા બે વસ્તુઓ ની અત્યંત શોખીન છે. એક તો નવી-નવી જગ્યાએ હરવુ-ફરવુ અને તે વિશે ની માહિતી એકત્રિત કરવી અને બીજુ નવી-નવી વાનગીઓ ટેસ્ટ કરવી અને તેને ઘરે બનાવવા નો પ્રયત્ન કરવો.

આમ , તો ગાજર ના હલવા થી તો બધા લોકો વાકેફ જ છે. ગાજર મા અનેક પ્રકાર ના પોષકતત્વો સમાવિષ્ટ હોય છે. જે આપણા શરીર ને તંદુરસ્ત રાખવા માટે લાભદાયી સાબિત થાય છે. ગાજર ના હલવા બનાવવા ની અનેકવિધ પધ્ધતિઓ તમે જાણી હશે અને તમે પોતે પણ ઘરે બનાવ્યો હશે. તો આજે આ લેખ મા આપની સમક્ષ આ સ્વાદિષ્ટ તથા લિજ્જતદાર ગાજર ના હલવા ની એક અનોખી રેસિપિ લાવ્યો છુ.

ગાજર નો હલવો બનાવવા માટે આવશ્યક સાધન-સામગ્રી :
ગાજર – દોઢ કિલો , મલાઈવાળુ દૂધ – ૫૦૦ મી.લી , ખાંડ – ૧ બાઉલ , મોળો માવો – ૨૦૦ ગ્રામ , મિક્સ ડ્રાયફ્રુટ – અડધો કપ , ઈલાયચી – ૪ નંગ , ઘી – ૧ બાઉલ.

ગાજર નો હલવો બનાવવા માટે સૌથી પહેલા ગાજર ને સ્વચ્છ પાણી વડે ધોઈ લો. ત્યારબાદ તેને કપડા વડે કોરા કરો. હવે આ ગાજર ની છાલ ઉતારી લો અને તેને મિડીયમ છીણી નાખો. હવે એક જાડી કડાઈ લો. ત્યારબાદ તેમા ૨ ચમચી ઘી ઉમેરો. આ ઘી ગરમ થાય એટલે તેમા છીણેલા ગાજર નુ છીણ ઉમેરો.

આ ગાજર ના છીણ ને ૨-૩ મિનિટ સુધી કડાઈ મા સાંતળો. ત્યારબાદ આ કડાઈ મા દૂધ ઉમેરો. કડાઈ મા દૂધ ઉમેર્યા બાદ તેને ૧૦ મિનિટ સુધી મધ્યમ આંચ પર પકાવવુ. ત્યારબાદ આ મિશ્રણ મા મોળો માવો ઉમેરી અને તેને મધ્યમ આંચ પર ૧૫ મિનિટ સુધી ચડવા દો.

હવે બીજી તરફ ચૂલ્લા પર એક નોનસ્ટીક કડાઈ મૂકો. આ કડાઈ મા અડધી ચમચી ઘી ઉમેરો અને ત્યારબાદ તેમા ડ્રાયફ્રુટ ઉમેરો. આ ડ્રાયફ્રુટ ને ૧ મિનિટ ના સમયગાળા માટે સાંતળો. હવે ગાજર નુ છીણ થોડુ એવુ સોફ્ટ થાય એટલે ખાંડ અને મિક્સ ડ્રાયફ્રુટ ઉમેરો અને જ્યા સુધી મિશ્રણ કડાઈ મા છૂટુ ના પડે ત્યા સુધી તેને મધ્યમ આંચ પર પકાવતા રહો. હવે ગેસ બંધ કરતા પૂર્વે તેમા ઈલાયચી ઉમેરો અને તેને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લો.

તો તૈયાર છે તમારો ગરમા-ગરમ સ્વાદિષ્ટ , લિજ્જતદાર ગાજર નો હલવો. આ ગાજર ના હલવા ને તમે ઈચ્છો તો એર ટાઈટ કન્ટેનર મા ભરી ને ૧૫ દિવસ સુધી ફ્રીઝ મા સંગ્રહ કરી રાખી શકો અને જ્યારે તમારુ ખાવા નુ મન થાય ત્યારે તેને માઈક્રોવેવ મા ગરમ કરી ને ખાઈ શકો.

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે અમારું આ પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

Leave a Reply

Top