You are here
Home > Recipe >

આ રીતે તમારી ઘરે જ બનાવો બોમ્બેની ટ્રેનોમા વેચાતી ચટપટી ભેલપૂરી

અત્યારે ચટપટી ચાટ વિશે તમને સાંભળીને મોઢામા પાણી આવી જાય છે. અને તમારા પરિવારના લોકોને આ કંઈક હળવુ ફુલકુ ખાવાનુ અને ચટપટુ ખાવાનુ મન થાય તો તમારે હવે બહાર જવાની જરૂર નથી પરંતુ જો તમે આ ઘરે જ આસાનીથી તેમની ફરમાઈશ એ પૂરી કરી શકો છો. કેમ કે આજે અમે તમને આ ચટપટી ચાટ ભેલપુરી એ બનાવવાની આખી વિધિ બતાવીશુ. અને આ વિધિથી તમે મુંબઈના ટ્રેનોમા મળે છે તેવી જ એકદમ ચાટ બનાવી શકશો.

આ છે ચટપટી ભેલપુરી બનાવવા માટેની રેસિપી

૧ કપ મમરા

૧ બાફેલુ બટાકુ

૧/૨ કપ કાચ અંકુરિત મગ કે ચણા

૧ ઝીણા સમારેલા ટામેટું

૧ ઝીણી સમારેલી ડુંગળી

૧ સમારેલું લીલું મરચું

૧ નાની ચમચી આમલીની ચટણી

૧ સ્વાદ અનુસાર મીઠું

૧ બારીક સમારેલા લીલા ઘાણા

આ છે ભેળ બનાવવાની રીત

સૌપ્રથમ તમે એક પેનમા તેલ વગર મમરાને શેકી લો. અને હવે એક વાસણમા તમે મમરા અને ટામેટા અને લીલા મરચા અને લીલા ધાણા અને મીઠું અને અંકુરિત ચણા કે મગ એ મિક્સ કરો. અને હવે તેમા તમારી મનગમતી એકદમ ખાટ્ટીમીઠ્ઠી ચટણી એ એડ કરો. અને હવે બધી સામગ્રી એ બરાબર મિક્સ કરી લો. અને તમે ઈચ્છો તો તેમા લીંબુનો રસ કે દાડમ પણ એડ કરી શકો છો. બસ હવે તૈયાર છે આ તમારી ચટપટી ચાટ.

Leave a Reply

Top