You are here
Home > Recipe >

આ રીતે તમારી ઘરે જ બનાવો ગરમા ગરમા ચોખાના લોટનુ ખીચુ ખાવાની મજા પડી જશે

અત્યારે દુનિયાભરમા આ ગુજરાતીની વાનગીઓ એ ખૂબ પ્રખ્યાત છે. માટે તો આજે અમે તમારા માટે આ એક સહેલાઇથી બને તેવી એક વાનગી લઇને આવ્યા છીએ. કે જેને તમે તમારા બપોરના સમયે નાસ્તાની જેમ બનાવી શકો છો. અને ચોખાના લોટનુ આ ખીચુ એ ગુજરાતમા ખૂબ ફેમસ છે. જેને તમારે ગરમ ખાવામા ખૂબ જ મજા આવે છે. અને તે નરમ અને ટેસ્ટી હોય છે. માટે તેમા ઉપરથી તેલ ઉમેરીને તેને બનાવવામા આવે છે.

ચોખાનુ ખીચુ બનાવવા માટેની સામગ્રી

૧ કપ ચોખાનો લોટ

૧/૨ ચમચી જીરૂ અધકચરુ પીસેલુ

૪ ચમચી તેલ

૧ ચમચી લસણ ઝીણી સમારેલી

૧/૨ ચમચી મરચાં ઝીણા સમારેલા

૧ ચમચી બેકિંગ સોડા

૧ ચમચી લાલ મરચુ પાઉડર

૧ ચમચી કોથમીર સમારેલી

સ્વાદનુસાર મીઠું

જરૂરિયા મુજબ પાણી

આ છે ચોખાનુ ખીચું બનાવવાની રીત

તમારે સૌપ્રથમ આ ચોખાના લોટનુ ખીચુ બનાવવા માટે સોથી પહેલા ૩ કપ પાણી અને જીરૂ અને લીલા મરચા અને બેકિંગ સોડા અને મીઠાને એક પેનમા બરાબર મિક્સ કરી લો અને તેને ૨ થી ૩ મિનિટ માટે ઉકાળી લો. અને હવે તેમા તમે ચોખાનો લોટ એ ઉમેરી બરાબર મિક્સ કરી લો અને તેને તમે લાકડાની ચમચી વડે તેને સતત હલાવતા રહો જેથી તમને તેમા ગાંઠ ન બને અને હવે તેને ધીમી આંચ પર તેને ૫ થી ૭ મિનિટ માટે ઢાંકીને રાખો. અને જો કે આ તેને વચ્ચે વચ્ચે હલાવતા રહેવુ.

હવે તેને એક અન્ય પેનમા તેલ ગરમ કરી તેમા લસણ એ ઉમેરી તેને સાંતળી લો અને ગેસની આંચ પર બંધ કરીને તેમા લાલ મરચુ ઉમેરીને તેને બરાબર મિક્સ કરી સાઇડમા રાખો. માટે હવે તૈયાર ખીચાને તમારે એક બાઉલમાં નીકાળી લો અને ઉપરથી તમારા તેલનુ લસણ અને મરચાંનુ મિશ્રણ એ ઉપરથી ઉમેરો. ત્યાર પછી તેને કોથમીરથી ગાર્નિશ કરીને તૈયાર ખીચુ એ ગરમા ગરમ સર્વ કરો.

Leave a Reply

Top