You are here
Home > Articles

આ રીતે તમારી ઘરે જ બનાવો કુંભણ ગામના પ્રખ્યાત અને તીખાં તમતમતા “કુંભણીયા ભજીયા” આ રહી બનાવવાની આખી રીત

આમ તો ભજીયા એ આપણા સૌ કોઈના ફેવરીટ માંથી એક છે પણ એમાં પણ કઈક અલગ અલગ રીતે ટ્રાય કરવામાં આવે તો તેની મજા કઈક અલગ જ થઈ જાય છે માટે આપણે મેથી ના ગોટા એ તો ઘણી વાર ખાધા હશે પણ ચાલો આજે કઈક નવું જ ટ્રાય કરીએ જેનું નામ છે કુંભણીયા ભજીયા આ ભજીયા કુંભણ ગામની એક ખૂબ જ પ્રખ્યાત વાનગી છે. અને તેથી જ આ ભજીયાને ‘કુંભણીયા ભજીયા’ તરીકે પ્રખ્યાત થયા છે.


આ છે કુંભણીયા ભજીયા બનાવવાની સામગ્રી

  • ૫૦૦ ગ્રામ ચણાનો લોટ
  • ૫૦૦ ગ્રામ લીલાં મરચાં સ્વાદ મુજબ તીખાં અથવા તો મીડીયમ
  • ૨૫૦ ગ્રામ કોથમીર જીની સમારેલી
  • ૨૫૦ ગ્રામ લીલું લસણ જીણું સમારેલું
  • ૧૦૦ ગ્રામ આદું જીણું સમારેલું
  • ૧ લીંબુનો રસ
  • મીઠું સ્વાદ અનુસાર

આ છે કુંભણીયા ભજીયા બનાવવાની રીત

સૌપ્રથમ તો એક મોટો બાઉલ એ લઈ અને તેમા ઉપર તમને જણાવેલ આ બધી જ સામગ્રી એ મિક્સ કરી અને જરૂર મુજબ તમે પાણી ઉમેરી અને થોડુંક મીડીયમ કઠણ ખીરૂં તૈયાર કરો અને ત્યારબાદ તમે તેલ ને ગરમ કરવા મૂકી દો અને હા એ ધ્યાનમાં રાખો કે આ ભજીયાં એ તમારે બનાવવા માટે તેની આ ટેક્નિક એ જ સૌથી મહત્વની છે. અને તેથી જ આ તૈયાર કરેલા ખીરાંને તમે હાથમાં મૂટ્ઠી ભરી અને આંગળીઓને હથેળીમા ફેરવતા જઈ અને ગરમ તેલમાં ઝીણા પણ એકદમ જીણા નહિ બુંદી કરતા થોડા મોટા એક ડપકાં મૂકતા જાવ અને આ ભજીયાંનો સામાન્ય રીતે તમારે કોઈ જ આકાર એ નક્કી નથી હોતો.

પરંતુ હા ચોક્કસ એ ધ્યાનમા રાખો કે આ ભજીયાની સાઈઝમા તમને કોઈ મોટો ફેરફાર એ ન પડે નહિંતર આ વધુ નાની સાઈઝના ભજીયા એ એકદમ કડક અને વધુ મોટી સાઈઝના ભજીયા એ અંદરથી કાચા જ રહેશે. માટે એ તળાઈ જાય એટલે તેને ગરમા ગરમ ભજીયાને એક બાજુ પસ્તીમાં કાઢી અને તેને મરચાં ડુંગળી કે પછી કઢી સાથે સર્વ કરો અને હા આ ભજીયા એ કુંભણ ગામની ખૂબ જ પ્રખ્યાત વાનગી છે. તેનાથી જ આ ભજીયા એ કુંભણીયા ભજીયા તરીકે પ્રખ્યાત થયા છે.

 

Leave a Reply

Top