You are here
Home > Health >

આ સરળ ઘરેલું ઉપચાર વધારશે તમારા ચહેરાનો નિખાર, એકવાર અજમાવો અને જાણો તેના ઉપયોગની રીત….

નમસ્કાર મિત્રો આજે આપણે એક નવા જ ટોપીક ચેહરાની સુંદરતા વિશેની ચર્ચા કરીશું. આજકાલ સુંદર દેખાવુ કોને ના ગમે? છોકરો હોય કે છોકરી દરેકને સુંદર દેખાવું છે. કોઈપણ વ્યક્તિની સુંદરતા તેનુ આભૂષણ છે, જેના દ્વારા તે કોઈપણ વ્યક્તિનુ દિલ જીતી શકે છે. કોઈપણ વ્યક્તિની સુંદરતા તેનો કોઈપણ કાર્યની અંદર ઉત્સાહ વધારી શકે છે.

આજકાલ લોકોની ભાગદોડવાળી જીંદગીની અંદર આપણે ચેહરાની સાર-સંભાળ રાખવાનુ સાવ ભૂલી જ ગયા છીએ. આજકાલ ધૂળ-માટી અને પ્રદુષણથી ચેહરા પર ખીલ, ખીલના દાગ જેવી અનેક સમસ્યાઓ ઊભી થાય છે, જેથી કરીને આપણી ત્વચા સાવ સૂકી બની જાય છે. તો આવી ત્વચાને સુંદર બંનાવવા માટે આજે આપણે આયુર્વેદિક નુસખા વિશે જાણીશું.

ચેહરાને સુંદર દેખાડવા માટે લોકો આજકાલ બજારમા મળતી અનેકવિધ પ્રકારની પ્રોડક્ટનો ઉપયોગ કરતા હોય છે. આ પ્રોડક્ટની અંદર અનેકવિધ પ્રકારના કેમિકલોનો ઉપયોગ કરવામા આવે છે, જેનો વપરાશ કરવાથી ત્વચાને ખુબ જ નુકશાન થાય છે પરંતુ, જો આયુર્વેદિક બ્યુટિ ટિપ્સનો ઉપયોગ કરવામાં આવે તો ઓછા ખર્ચે ચેહરાને સુંદર દેખાડી શકીએ છીએ.

આયુર્વેદિક હોવાથી ત્વચાને કોઈ જ પ્રકારની આડઅસર થતી નથી તો ચાલો આજે આપણે આયુર્વેદિક બ્યુટિ ટિપ્સથી ત્વચાની સુંદરતા કેવી રીતે રાખવી તેના વિશે જાણીએ. આ માટે સૌ પ્રથમ એક બાઉલમા ચાર ચમચી ચણાનો લોટ લો. હવે તેમા અડધી ચમચી હળદર ઉમેરો. હળદરમાં ઘણા પ્રકારના એન્ટી ઓક્સિડેન્ટ્સ જોવા મળે છે. જે ત્વચા ની અંદર ખુબજ ફાયદાકારક છે.

ત્યારબાદ તેમાં બે ચમચી મધ ઉમેરો, જે તમારી ત્વચા ને ઠંડક આપવાનું કામ કરે છે. હવે તેને મિક્ષ કરીને ચેહરા પર લગાવો. આ દેસી ઉપચારનો ઉપયોગ અઠવાડીયામા બે વાર કરવાથી તમને ફાયદો અવશ્ય જોવા મળશે અને ચેહરા પર એક અલગ જ ચમક આવતી દેખાશે. આ ઉપરાંત જો તમારી સ્કીન ઓઇલી હશે તો તે સમસ્યા પણ આ ઉપાયથી દૂર થશે. આ એક આયુર્વેદિક ઉપાય હોવાથી ચેહરાને કોઈ જ નુકશાન થતું નથી અને ઓછા ખર્ચ થી વધુ સારું રિજલ્ટ મેળવી શકીએ છીએ.

Leave a Reply

Top