
મિત્રો, વર્તમાન સમયમાં લોકો દૂધમાં અમુક પ્રકારના પ્રોટીન પાવડર ભેળવી ને તેનું સેવન કરે છે. માર્કેટ માં અનેકવિધ પ્રકારના પાવડર ઉપલબ્ધ હોય છે. પ્રોટીન પાવડર ને દૂધમાં મિક્સ કરી તેનું સેવન કરવાથી બાળકો નું શરીર અને મન નો સંપૂર્ણપણે વિકાસ થાય છે. આ સિવાય સ્ત્રીઓ ને ૩૦ વર્ષ બાદ દૂધમાં અમુક પ્રકારના પાવડર નાખીને તેનું સેવન કરવાનું કહેવામાં આવે છે. જોકે દૂધમાં પ્રોટીન પાવડર નાખીને તેનું સેવન કરવાથી શરીરની બધી જ નબળાઇઓ દૂર થાય છે તેમજ શરીરનો વિકાસ સંપૂર્ણપણે થાય છે.
પરંતુ, તે પાવડર અત્યંત ખર્ચાળ હોય છે. તો આજે આ લેખમાં અમે તમને ઘરે સ્વસ્થ અને આરોગ્યપ્રદ પ્રોટીન પાવડર બનાવવા ની રેસીપી વિશે જણાવીશું. તો ચાલો જાણીએ કે પ્રોટીન પાવડર કેવી રીતે બનાવવામાં આવે છે. પ્રોટીન પાવડર બનાવવા માટે સૌપ્રથમ પ્રોટીનયુક્ત ફળોમાંથી પ્રોટીનયુક્ત બીન્સ , વિટામિન્સ અને એન્ટીઓક્સિડન્ટ માટે બદામ તથા સુગંધ માટે તમારા મનપસંદ મસાલા નો ઉપયોગ થાય છે. તમને નવાઈ લાગશે કે આ પ્રોટીન બેઝ શું છે?
તો ચાલો આજે આ લેખમાં તમને માહિતી આપીએ કે પ્રોટીન પાવડર બનાવવા માટે પ્રોટીન બેઝ ની આવશ્યકતા ક્યાં પડશે તથા તે કોઈપણ લોકલ માર્કેટ અથવા ઓનલાઇન સ્ટોર પર અત્યંત સહેલાઈ થી મળી રહે છે. છોડ માંથી પ્રાપ્ત થતો પ્રોટીન નો બેઝ ખૂબ જ ઉપયોગી હોય છે. પ્રાકૃતિક રીતે અનેકવિધ બીજ એવા છે જે પ્રોટીન થી ભરપૂર હોય છે. પ્રોટીન નો પાવડર બનાવવા માટે આ બીજ એક મુખ્ય સ્રોત ગણાય છે.
તમે સૂરજમુખી ના બીજ, ચિયા ના બીજ, શણ ના બીજ, કોળુ ના બીજ તથા બ્રાઉન રાઇસ ના બીજ જેવા બીજ માંથી કોઈપણ બે પ્રકાર નાં બીજ તમે આ પાવડરમાં ઉપયોગ માં લઈ શકો છો. આ પ્રોટીન પાવડર ને સ્વાદિષ્ટ બનાવવા માટે તમે સૂકોમેવો પણ ઉમેરી શકો છો. કાજુ, બદામ, અખરોટ, પિસ્તા, મગફળી આ બધામાં એન્ટી-ઓક્સિડેન્ટ અને વિટામિન પુષ્કળ પ્રમાણમાં સમાવિષ્ટ હોય છે.
પ્રોટીન પાવડર બનાવતા સમયે તમે ઉપરોક્ત કોઈપણ મનપસંદ સુકામેવા માંથી એક સુકામેવા ની પસંદગી કરી શકો છો. આ સિવાય પ્રોટીન પાવડરને સ્વાદિષ્ટ બનાવવા માટે તમે તેમાં અમુક પ્રકારના સુગંધિત તત્વો સાથે બદામ પણ ઉમેરી શકો છો. જો તમે શિશુ માટે પાવડર બનાવવા ઇચ્છતા હોવ તો અમુક કેસર ના તંતુઓ, કાળા મરીના પાવડર, સૂકા તુલસીના પર્ણો અથવા કોકો પાવડર વગેરે ઉમેરી શકો છો.
પ્રોટીન પાવડર બનાવવા ની વિધિ :
સૌથી પહેલા એક મોટું પાત્ર લો, તેમાં એક નાની વાટકી પ્રોટીન બેઝ ઉમેરો. ત્યારબાદ તેમાં થોડા ફળો ના બીજ ને ખાંડણી વડે ખાંડી ને ત્યારબાદ તેને પ્રોટીન બેઝ માં ઉમેરો. ત્યારબાદ તેમાં તમે પસંદ કરેલા સુકામેવા ને ખાંડી ને ઉમેરો. ત્યારબાદ તેમાં સુગંધ વધારવા માટે તમારો મનગમતો મસાલો ઉમેરી તેને મિકસર વડે ક્રશ કરી લ્યો. ત્યારબાદ આ મિશ્રણ નો એક જગ્યાએ સંગ્રહ કરીને તેનું નિયમિત સેવન કરવું જેથી તમારું સ્વાસ્થ્ય સ્વસ્થ અને તંદુરસ્ત રહે.