You are here
Home > News >

આ સરકારી સ્કીમ હેઠળ જો ખેતર ને ભાડા પેટે આપવામા આવે, તો તમારી આવક થઇ જશે ચૌગુની, જાણીલો સમ્પૂર્ણ વિગત…

મિત્રો, હાલ સરકાર દ્વારા વિજળી ની બચત કરવા માટે અને કિસાનો ની આવક વધારવા માટે સોલાર પેનલ યોજના ની શરૂઆત કરી છે. આ યોજના અંતર્ગત તેમણે પોતાના ખેતર અથવા ઘર ના ધાબા ખાનગી કંપનીઓ ને ભાડે આપવાના રહેશે અને તેના બદલે તેમને સારુ એવુ વળતર પણ મળશે. જેનાથી તેમની આવક પણ ચાર ગણી થઈ જશે. ફક્ત એટલુ જ નહી આ યોજના અંતર્ગત તેમને સોલાર પેનલ સાવ મફતમા લગાવવામા આવશે. તો ચાલો આજે આ લેખમા આ યોજના વિશે થોડી વધુ માહિતી મેળવીએ.

શું છે આ યોજના?

આ યોજના અંતર્ગત કિસાને પોતાની ખેતરાળ જમીનનો અમુક ભાગ સરકારને ભાડાપાટે આપવો પડશે અને ખાનગી કંપનીઓ તેમને વળતર સ્વરૂપે એક લાખ રૂપિયા પ્રતિ એકરના હિસાબથી ભાડુ આપશે. આ યોજના અંતર્ગત ૨૫ વર્ષ માટે કંપનીને કિસાન પોતાની ખેતરાળ જમીનનો અમુક ભાગ ભાડા પર આપશે. પચ્ચીસ વર્ષની મુદત પૂર્ણ થયા બાદ કિસાનોને કંપનીઓ ચાર લાખ રૂપિયા પ્રતિ એકરના હિસાબથી આપશે. તેનાથી તેમની કમાણી ચાર ગણી થઈ જશે.

આ યોજના હેઠળ મળી શકે અન્ય કમાણીનો સ્ત્રોત :

આ યોજના એવા કિસાનો માટે પણ લાભદાયી છે, જેમની જમીન બિનઉપજાવ અને નકામી પડેલી છે. તે લોકો જમીન પર આ સોલાર પેનલ્સ લગાવી સૌરઉર્જાના માધ્યમથી વિજળી ઉત્પન્ન કરી શકે છે તથા વિવિધ સરકારી અને બિનસરકારી વિજળી કંપનીઓને વેચીને દર મહિને વધારાની આવક મેળવી શકે છે. એક મેગાવોટના સોલાર પ્લાનટ માટે અંદાજે છ એકર જમીનની આવશ્યકતા રહે છે. આ પ્લાન્ટની મદદથી તમે અંદાજે ૧૩ લાખ યૂનિટ વિજળી મેળવી શકો. તેને વહેચીને પણ સારી એવી આવક મેળવી શકાય છે.

યોજનાના લાભ :

આ યોજના હેઠળ ખાનગી કંપનીઓ કિસાનોને ભાડા તરીકે એક લાખ રૂપિયા પ્રતિ એકર આપશે તથા પચ્ચીસ વર્ષ બાદ એક એકર ખેતરનુ ભાડુ ચાર લાખ રૂપિયા જેટલુ થઈ જશે.

આ પેનલ લગાવવામા કિસાનોએ કોઈપણ પ્રકારનો ખર્ચ કરવો પડશે નહી, પી.પી.પી. મોડલ આધારિત ખાનગી કંપનીઓ તેને પોતાના ખર્ચથી લગાવશે.

આ સોલાર પેનલ જમીનથી ૩.૫ મીટરની ઉંચાઈ પર લગાવવામા આવશે જેથી, કિસાનોને ખેતી કરવામા કોઈપણ જાતની સમસ્યા આવશે નહી.

એક એકર જગ્યા આપવા પર ખેડૂતોને એક હજાર યૂનિટ ફ્રી વિજળી મળશે અને જો આવશ્યકતા કરતા વીજળીનુ વધુ ઉત્પાદન થયુ તો તે તેને વહેંચી પણ શકે છે.

Leave a Reply

Top