You are here
Home > Articles

આ સુકી વસ્તુનું સેવન કરવાથી અનેક રોગો સામે મળશે રક્ષણ અને તમારા સ્વાસ્થ્યને મળશે અઢળક લાભો

મિત્રો , આપણાં હિંદુ ધર્મ માં નારીયેળ નુ અત્યંત વિશેષ મહત્વ છે. કોઈપણ ધાર્મિક કાર્યો હોય તેમાં પ્રસાદ તરીકે તથા પ્રભુ ને ભોગ ધરવા માટે મુખ્યત્વે નારીયેળ નો ઉપયોગ કરવામાં આવે છે. આ નારિયેળ ફક્ત ધાર્મિક દ્રષ્ટિ એ જ નહી પરંતુ , સ્વાસ્થ્ય ની દ્રષ્ટી એ પણ અત્યંત લાભદાયી જણાઇ આવે છે. તમે નારીયેળ નું કોઈપણ સ્વરૂપે સેવન કરો તે આપણાં શરીર માટે લાભદાયી સાબિત થાય છે.

પછી ભલે તમે નારીયેળ નુ પાણી નું સેવન કરો , નારીયેળ ની મલાઈ નુ સેવન કરો કે સૂકા નારીયેળ નું સેવન કરો આ બધુ જ આપણા શરીર ને લાભ પહોંચાડે છે. આ ઉપરાંત નારીયેળ ના સેવન દ્વારા તમે ગંભીર રોગો માંથી પણ મુક્તિ મેળવી શકો. તો આજે આપણે નારીયેળ ના સેવન થી થતાં અમુક લાભો વિશે માહિતી મેળવીશું. આપણાં માંથી ઘણાં લોકો નારીયેળ ને શ્રીફળ તરીકે પણ સંબોધે છે. આ નાળિયેર ધાર્મિક મહત્વ ની સાથોસાથ ઔષધીય ગુણતત્વો પણ ધરાવે છે.

નારીયેળ માં પુષ્કળ પ્રમાણ માં વિટામીન , કેલ્શિયમ , ફાઈબર અને ખનીજ પ્રાપ્ત થઈ રહે છે. આ ઉપરાંત નારીયેળ માં કોલેસ્ટ્રોલ નુ પ્રમાણ ના હોવાના કારણે વજન નિયંત્રિત રાખવામાં પણ ઉપયોગી સાબિત થઇ શકે. યુવા લોકો માટે નારીયેળ વરદાનરૂપ છે. જો તેનુ યોગ્ય રીતે સેવન કરવા માં આવે તો તેમનું શરીર વજ્ર જેવું બની જાય. આ ઉપરાંત નારીયેળ નું સેવન કરવાથી સ્ત્રીઓ ને માસિક સમયે થતી સમસ્યાઓ માં રાહત મળે છે.

તદુપરાંત નારીયેળ નું સેવન કરવાથી તમારુ શરીર ઉર્જામયી બની રહે. સુકા નારીયેળ ના નિયમિત સેવન થી આપણાં હાડકાઓ મજબૂત બને છે. નારીયેળ હાડકા ના વિકાસ માં આવશ્યક મિનરલ્સ પૂરાં પાડી દે છે. જો હાડકા ને યોગ્ય પ્રમાણ માં મિનરલ્સ ના મળે તો તમે આર્થરાઈટીસ તથા ઓસ્ટીયોપોરોસીસ જેવી બીમારીઓ થી પીડાઈ શકો. સૂકા નારીયેળ ના નિયમિત સેવન થી તમે આ પ્રકાર ના રોગો થી બચી શકો.

સૂકા નારિયેળ ના સેવન થી મગજતંત્ર ની કાર્યક્ષમતા માં વૃદ્ધિ આવે છે. આ ઉપરાંત મગજ માં રહેલા ન્યુરોન્સ ને રક્ષણ પૂરુ પાડે છે જેથી તમે કોઈ ન્યુરોલોજીકલ સમસ્યા થી ના પીડાવ. આ ઉપરાંત સૂકા નારીયેળ ના સેવન થી તમારું બ્લડપ્રેશર નિયંત્રણ માં રહે. જેથી તમારુ હ્રદય બ્લોક થવાના ચાન્સીસ માં ઘટાડો જોવા મળે છે તથા હ્રદય નો હુમલો આવવાની સંભાવનાઓ માં પણ ઘટાડો જોવા મળે છે.

સૂકા નારીયેળ ના સેવન થી રકત સાથે સંકળાયેલી સમસ્યાઓ પણ દૂર કરી શકાય. જો શરીર માં રકત ની ઉણપ સર્જાય તો તમારા શરીર માં કમજોરી મહેસૂસ થવા માંડે તથા તમે મૃત્યુ ના મુખ સુધી પણ પહોંચી શકો. સૂકા નારીયેળ માં ભરપૂર પ્રમાણ માં લોહતત્વ હોય છે જેથી તેનુ નિયમિત સેવન કરવાથી આ પ્રકાર ની સમસ્યાઓ ઉદભવતી નથી. આ ઉપરાંત સૂકા નારીયેળ ના સેવન થી કેન્સર જેવી બીમારી પણ દૂર થઈ શકે.

જો તમારી આસપાસ કોઈપણ કેન્સર થી પીડાઈ રહ્યુ હોય તો તેમના આહાર માં સૂકુ નારીયેળ ઉમેરવું જેથી તે આ દર્દમાંથી રાહત મેળવી શકે. સૂકા નારીયેળ ના સેવન થી પ્રોસ્ટેટ કેન્સર તથા બ્રેસ્ટ કેન્સર સામે રક્ષણ મેળવી શકાય. સૂકા નારીયેળ ના નિયમિત સેવન થી તમારી પાચનક્રિયા મજબૂત બને તથા તમે કબજીયાત અને ઝાડા જેવી સમસ્યાઓ માંથી પણ રાહત મેળવી શકશો. જો તમે નિયમિત નારીયેળ નુ નિયમિત સેવન કરો તો તમારું શરીર સ્ફુર્તિમયી બને તથા તમારી શારીરિક તથા માનસિક ક્ષમતા મા વૃદ્ધિ થાય.

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે અમારું આ પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

Leave a Reply

Top