You are here
Home > Recipe >

આ વરસાદી વાતાવરણ મા આજે જ બનાવો ભરેલા મરચા ના ભજીયા, જાણો આ સરળ રીત…

મિત્રો, હાલ વર્તમાન સમયમા સમગ્ર રાજ્યમા વરસાદી વાતાવરણ છવાયેલુ છે ત્યારે આ સમયે ભરેલા મરચાના ભજીયા ખાવા મળી જાય તો ખુબ જ મજા પડી જાય છે. આપણા ગુજરાતીઓ ખાવાના ખૂબ જ શોખીન હોય છે. એવામા પણ જો વરસાદ આવતો હોય અને કઇક મસાલેદાર ખાવાનુ મળી જાય તો મજા બમણી થઇ જાય છે. તો ચાલો જાણીએ ભરેલા મરચાના ભજીયા બનાવવાની રેસીપી.

આવશ્યક સાધન-સામગ્રી :

ચણાનો લોટ : ૨૦૦ ગ્રામ , મિક્સ નમકીન : ૧૦૦ ગ્રામ , લીલા મરચા : ૧૦૦ ગ્રામ , બારીક સમારેલ કોથમીર : ૨ ચમચી , લીંબુનો રસ : ૧ ચમચી , નમક : ૧/૨ ચમચી , ધાણાજીરુ : ૧/૨ ચમચી , અજમા : ૧ ચમચી , તેલ : આવશ્યકતા મુજબ

વિધિ :

સૌથી પહેલા મિક્સરમા ચવાણુ ક્રશ કરી લો. ત્યારબાદ આ ક્રશ કરેલ ચવાણુ એક નાના બાઉલમાં કાઢી લો. ત્યારબાદ તેમા કોથમીર અને લીંબુનો રસ ઉમેરી વ્યવસ્થિત રીતે મિક્સ કરી લો. જો તમે ઈચ્છો તો આ મસાલામા દાડમના દાણા પણ ઉમેરી શકો. ત્યારબાદ આવશ્યકતા મુજબ ઓઈલ ઉમેરીને આ પેસ્ટ યોગ્ય રીતે મિક્સ કરી લો.

ત્યારબાદ હવે આપણે મરચામા આ તૈયાર કરેલ સ્ટફિંગ ભરીશું. આખા મરચાના ભરેલ ભજીયા બનાવવા માટે હંમેશા મોટા ઘોલર મરચાની પસંદગી કરવી. જેથી, મસાલો યોગ્ય રીતે ભરી શકાય. આ મરચામા ઉભા કાપા મૂકીને તેમા મસાલો ભરો. આખા મરચાની અંદર મસાલો બરાબર ભભરાવવો. તે થઇ જાય એટલે હવે પછી ભજીયા માટેનુ બેટર તૈયાર કરી લો.

બેટર તૈયાર કરવા માટે એક મોટા પાત્રમા ચણાનો લોટ લો. આ લોટ હંમેશા ચાળીને જ તેનો ઉપયોગ કરવાનો આગ્રહ રાખવો. ત્યારબાદ ચણાના લોટમા ચપટી અજમો, નમક, હિંગ, ધાણાજીરુ અને લાલ મરચુ ઉમેરો. આ બધુ જ વ્યવસ્થિત રીતે મિક્સ કરી લો. ત્યારબાદ તેમા ૨૫૦ મિ.લી. જેટલુ પાણી ઉમેરી ઘટ્ટ બેટર તૈયાર કરી લો. ત્યારબાદ તેમા ચપટી કુકીંગ સોડા અને તેના પર સહેજ લીંબુનો રસ ઉમેરી ફરીથી તેને મિક્સ કરી લો.

ત્યારબાદ ભજીયા તળવા માટે એક કડાઈમા તેલ ઉમેરો અને તેને ગરમ કરો. આ તેલ મધ્યમ આંચ પર જ ગરમ કરવાનુ છે. આ ભરેલા મરચાને બેટરમાં બોળી દો. આખા મરચા પર લોટ ચડી જાય એટલે તેને બેટરમા બોળી દો. આ લોટ મરચા પર ચડી જાય એટલુ ઘાટ્ટુ બેટર રાખવાનુ છે. જો આવશ્યકતા જણાય તો ચણાનો લોટ ઉમેરી બેટરને ઘટ્ટ તૈયાર કરી શકાય.

હવે આ મરચાને ધીમેથી તેલમા મૂકીને તળી લો. ત્યારબાદ એક સાથે ત્રણ-ચાર મરચા મૂકીને તેને બંને તરફ ફેરવીને તળી લો. આ મિશ્રણનો રંગ સહેજ ડાર્ક થાય ત્યા સુધી આ મરચાને ફેરવીને તળી લો. તો તૈયાર છે તમારા સ્વાદિષ્ટ મરચાના ભરેલા ભજીયા. આ ભજીયાને તમે ગ્રીન ચટણી તેમજ ખજૂર-આંબલીની મીઠી ચટણી સાથે ગરમાગરમ સર્વ કરો.

Leave a Reply

Top