You are here
Home > Articles >

થોડાક જ સમયમાં ચેન્જ કરી દો તમારું ટૂથબ્રશ અને સ્લીપર્સ, નહીં તો પાછળથી પસ્તાશો

આપણા બધાના ઘરમાં રોજબરોજના વપરાશમાં કેટલીક એવી ચીજ વસ્તુઓનો ઉપયોગ થતો રહે છે. પણ જો તેને સમય આવતાંની સાથે જ બદલવામાં ન આવે તો તે ઘાતક નુકસાન પણ કરી શકે છે. ટૂથબ્રશ, સ્લીપર્સ, હેર બ્રશ, હેર સ્ટ્રેટનર કે બાદ તકિયો આ બધાને કેટલાક સમય પછી બદલી લેવા જરૂરી છે. નહીં તો તમે તકલીફમાં મૂકાઈ જશો.

• ટુથબ્રશ

કોઇપણ ટૂથબ્રશ ત્રણ માસ પછી બદલી દેવું જોઇએ. વેસ્ટ લંડનના ગાર્ડન સ્કવેયર ડેંટલ ક્લિનિકલના ડાયરેક્ટર ડો. આમેર સૈયદ પ્રમાણે, 3 મહિના પછી ટૂથબ્રશ ઉપયોગ કરવાથી લૂઝ બ્રિસલ્સના લીધે અવારનવાર પેઢા છોલાવવા લાગે છે અને તેમાંથી લોહી બહાર નીકળવા લાગે છે.

• હેરબ્રશ

કોઇપણ જાતના હેર બ્રશને હંમેશા ચોખ્ખું કરવું જરૂરી છે. ચાર વર્ષ પછી તેને બદલી કરવામાં ઉપયોગી છે, વધારે જૂના બ્રશથી માથાની સ્કીનમાં સ્ક્રેચ આવે છે અને ઇન્ફેક્શનનો ડર રહે છે.

• સ્લીપર્સ

કોઇપણ ચંપલ જો તમે હંમેશા પહેરી રહ્યા છે તો તેને 6 માસ પછી બદલી લો. વધુ જુના સ્લીપર્સથી પગમાં ફંગલ ઇન્ફેક્શન થઇ શકે છે, આ ઉપરાંત ક્યારેક એડીનો દુઃખાવો થાય તે પણ શક્ય છે.

• માઉથવોશ, ટૂથપેસ્ટ અને સાબુ

ટૂથપેસ્ટને 2 વર્ષ સુધી ઉપયોગ કરી શકાય છે, તેમાં ફ્લોરાઇડ હોય છે. એક્સપાયરી ડેટ પછી તેનો ઉપયોગ ન કરો. માઉથવોશ તથા સાબુને 3 વર્ષ સુધી ઉપયોગ કરી શકાય છે, વધારે જૂનો હોવાથી સાબુ કડક થઇ જાય છે.

• તકિયા

તકિયાને બેથી ત્રણ વર્ષમાં ચેન્જ કરીને નાખવા જોઇએ. લૂઝ તકિયાથી બોડીનું અલાઇન્ટમેન્ટ બગડે છે અને ગરદનમાં દુઃખાવો ચાલુ થઇ જાય છે.

• રનિંગ શૂઝ

વધુ પ્રમાણમાં જુના રનિંગ શૂઝનો ઉપયોગ કરવાથી પગમાં ખેંચાણ આવે છે, જેના લીધે દર્દ પણ થઇ શકે છે. તેને 6 મહિના પછી બદલી લેવા જોઇએ.

dip

Leave a Reply

Top