You are here
Home > Health >

આ વ્યક્તિઓ ને થાયરોઇડ થવા ની સંભાવના હોય છે વધુ, શું તમને ખબર છે ?

મિત્રો, વર્તમાન સમય ની વ્યસ્ત જીવનશૈલી અને અનિયમિત ખાણીપીણી ની આદત ના કારણે હાલ થાઈરૉઈડ ના દર્દીઓ ની સંખ્યામા સતત વૃદ્ધિ થઇ રહી છે. થાઈરૉઈડ ને અમુક લોકો સાઇલન્ટ કીલર માને છે કારણ કે, આ સમસ્યા ના લક્ષણ લાંબા સમય બાદ ખ્યાલ આવે છે. સામાન્ય રીતે આ બીમારી નો શિકાર સ્ત્રીઓ વધુ પડતી થઈ રહી છે. થાઈરૉઈડ ગ્રંથિ ડોક ના ભાગમા શ્વાસ નળીની ઉપર વોંકલ કોડના બંને ભાગો પર બનેલી હોય છે. તે પંતગિયા ના આકારની હોય છે. થાઈરૉઈડ ગ્રંથિ થાઈરાકસીન નામનુ હોર્મોન બનાવવા નુ કાર્ય કરે છે.

આ હોર્મોન થી શરીર ની ઉર્જા, પ્રોટીન ઉત્પાદન અને અન્ય હોર્મોન્સ ના પ્રત્યે ઉદ્ભવતી સંવેદનશીલતા નિયંત્રણ મા રહે છે. આ ગ્રંથિ શરીર મા મેટાબોલિઝમ ની ગ્રંથિઓ ને પણ નિયંત્રિત કરે છે. થાઈરોઈડ કોઈ સમસ્યા નથી પરંતુ, એક ગ્રંથિનું નામ છે તેમા ઉદ્ભવતી સમસ્યા ને સામાન્ય ભાષામા લોકો થાઈરોઈડ જ કહે છે. થાઈરોઈડ ગ્રંથિનું નિયંત્રણ પિટયૂટરી ગ્લૈડને હાઇપોથેલમસ નિયંત્રિત કરે છે. થાઈરોઈડ ગ્રંથિનું કાર્ય થાઇરોકસીન હોર્મોન બનાવીને રક્ત સુધી પહોંચાડે છે. જેના થી શરીર નુ મેટાબોલિઝમ નિયંત્રણ મા રહે છે.

આ ગ્રંથિ બે પ્રકારના હોર્મોન બનાવે છે. એક છે ટી-૩ જેને ટ્રાઈ આયોડો થાયરોનીન કહે છે અને બીજું છે ટી-૪ જેને થાયરોકસીન કહે છે. જ્યારે થાઈરોઈડ માથી ઉદ્ભવતા આ બંને હોર્મોન અસંતુલિત થાય છે ત્યારે થાઈરોઈડ ની સમસ્યા થઈ જાય છે. વર્તમાન સમય મા થાઈરોઈડ જેવી ગંભીર સમસ્યા નો શિકાર નાની વય ના બાળકો પણ થઈ રહ્યા છે જેના લીધે તેમનો શારીરિક અને માનસિક વિકાસ અટકી જાય છે.

એના થી રક્ષણ મેળવવા માટે બાળકો ને બાળપણ થી જ નિયમિત વ્યાયામ, યોગ અને પ્રાણાયમની આદત પાડવી જોઈએ. બાળકો ને બહાર રમતગમત માટે થોડુ પ્રોત્સાહિત કરો. જો બાળક બાળપણ થી જ શારીરિક પરિશ્રમ નહિ કરે તો આગળ જતા તેમને થાઈરૉઈડ, ડાયાબિટીસ, ઓબેસિટી, બ્લડપ્રેશર વગેરે જેવી ગંભીર સમસ્યાઓ નુ શિકાર બનવુ પડી શકે છે. જે અત્યંત પીડાદાયક છે.

થાઈરોઈડ ના કારણો :

આયોડિન ની ઉણપ :

તમારા આહાર મા આયોડિનની ઉણપના કારણે થાઈરોઈડ નોડયુલ ની વૃદ્ધિ થવાની શક્યતાઓ વધી જાય છે. જો આપણા ભોજનમા આયોડિન નુ પ્રમાણ નિમ્ન હોય તો થાઈરોઈડ ગ્રંથિમા થાઈરોઈડ નોડલનો વિકાસ થઈ જાય છે. જો કે એનો અર્થ એવો નથી કે આયોડિનની ઉણપ દૂર કરવા નમક નુ વધુ પડતુ સેવન કરવુ. તમે આયોડિનયુક્ત આહાર નુ સેવન પણ કરી શકો છો. સૌથી વધુ આયોડિન સમુદ્રી માછલીમા મળી આવે છે.

થાઈરોઈડ ઊતક :

જો થાઈરોઈડ ઊતક અસામાન્ય રીત થી વધી જાય ત્યારે થાઈરોઈડ નોડયુલની સમસ્યા પણ થઈ શકે છે. આ સ્થિતિ ને ‘થાઈરોઈડ એડેનોમા’ નામથી પણ ઓળખવામા આવે છે. જો કે સામાન્ય રીતે આ નૉન કેન્સરસ થાય છે અને તેના કારણે વધુ કોઈ ગંભીર સમસ્યા ઉદ્ભવતી નથી. અમુક એડેનોમા એવા પણ છે જે પોતાની જાતે જ થાઈરૉઈડ હોર્મોન ને ઉત્સર્જન પિટયૂટરી ગ્રંથિને બહાર કાઢે છે એના કારણે હાઈપર થાયરાઈડીજ્મ ની સમસ્યા થઈ શકે છે.

થાઈરાઈડ એડીનોમા :

થાઈરાઈડમા આ સીસ્ટ સૌથી સામાન્ય રૂપમા મળી આવે છે, એના કારણ થી જ થાઈરાઈડ એડીનોમા ની સ્થિતિ ઉભી થાય છે. ક્યારેક ક્યારેક ઠોસ થાઈરાઈડ સિસ્ટ અમુક તરલ પદાર્થો ની સાથે મળી જાય છે. જો કે સામાન્ય રીતે અલ્સર એટલે કે સિસ્ટ સૌમ્ય હોય છે પરંતુ, ક્યારેક ક્યારેક તેની સાથે કઠોર પદાર્થ પણ હોય છે.

થાઈરોઈડ નો સોજો :

થાઈરોઈડ ગ્રંથિમા જ્યારે લાંબા સમય સુધી સોજો રહે ત્યારે થાઈરોઈડ નોડયુલ થવાની સંભાવના વધી જાય છે. આ સ્થિતિને થાઈરાઇડીટીસ પણ કહેવાય છે. થાઈરોઈડ ગ્રંથિમા સોજો વધવાના કારણે થાઈરોઈડ ગ્રંથિની કાર્યક્ષમતા મા ઘટાડો થઇ જાય છે, આ અવસ્થા ને હાઇપોથાઈરાઈડીજમ કહે છે.

થાઈરોઈડ કેન્સર :

થાઈરોઈડ કેન્સરમા નોડયુલ નાના રહેવાની વધુ પડતી શક્યતા રહે છે. જો કુટુંબ ના કોઈ સભ્યને આ રોગ થયો હોય તો ઘરના અન્ય સભ્યો ને પણ આ બીમારી થવાની શક્યતા રહે છે. જો આપણી વય ૩૦ થી ૬૦ ની વચ્ચે હોય છે તો થાઈરૉઈડ કેન્સર નુ જોખમ વધી જાય છે.

Leave a Reply

Top