
પ્રેમ તેમજ ભૌતિક સુખ-સાધનો ને ઉપર પ્રભુત્વ ધરાવનાર ગ્રહ શુક્ર આજ રાત થી પોતાની ઉચ્ચ રાશિ મીન માંથી નીકળીને મંગળ ની રાશિ મેષ મા પ્રવેશ કરવા જઈ રહ્યા છે અને હાલ આ આખો માસ તે આ રાશી મા જ પરિભ્રમણ કરશે. આ સમય દરમિયાન શુક્ર નો ગુરૂ, કેતુ તેમજ મંગળ નવમી પંચમ યોગ સર્જી રહ્યા છે. આવા મા તમારી આર્થિક સ્થિતિ, પ્રેમજીવન તેમજ કારકિર્દી પર તેનો કેવો પ્રભાવ પડશે તે આ મુજબ વિસ્તારથી જાણીએ.
મેષ રાશિ ના જાતકો મળશે કોઈ ખાસ વ્યક્તિ ને અને આ મુલાકાત તેમને શુભ સાબિત થશે
આ સમય દરમિયાન યાત્રા અથવા તો દેશ ભ્રમણ પર જઈ શકશો. વિદેશ યાત્રા ના પણ યોગ સર્જાય રહ્યા છે. સ્વાસ્થ્ય ની તકેદારી રાખવી. આવક કરતા ખરચાઓ મા વધારો થાય. આજે ગૃહસ્થ જીવન ના કામકાજો માટે સાનુકૂળતા જણાય આવે છે. ખર્ચ-ખરીદી વધતા જણાય. પ્રવાસ સફળ સાબિત થાય.
વૃષભ રાશિ ના જાતકો માટે છે વિદેશ ગમન ના યોગ
આ જાતકો માટે મહત્વ ની બાબતો મા વિલંબ તેમજ વિઘ્ન આવતા જણાય. ધાર્યું ન થવા ને લીધે નિરાશા નો સામનો કરવો પડે. પ્રવાસ સફળ બને. વિદેશ ગમન ના યોગ રચાશે.
મિથુન રાશિ ના જાતકો માટે પરિવારમા આવશે ખુશીઓ ની લહર
આ રાશી જાતકો મન ની મૂંઝવણ અથવા તો ચિંતાઓ ના જાળા માંથી બહાર આવી શકશે. આ સાથે આંનદ ની લાગણી અનુભવી શકશો. પ્રવાસ તેમજ પર્યટન ની મોજ માણી શકશો. ઘર-પરિવારમા ખુશીઓ આવતી જણાય.
કર્ક રાશિ ના જાતકો ને મળશે તેમના કામ મા પ્રગતિ
આ રાશી ના જાતકો તેમના કૌટુંબિક તેમજ સામાજિક કામકાજો કરવામા સફળ થાય. પ્રગતિકારક તેમજ આનંદ નો દિવસ પસાર થાય. તમારો પ્રવાસ સફળ થાય. કામકાજમા પ્રગતિ મેળવો.
સિંહ રાશિ ના જાતકો કરશે લાંબી મુસાફરી
તમારી માનસિક શાંતિ તેમજ પ્રસન્નતા મા વધારો કરી શકશો. કાર્ય સફળતા તેમજ મિલન-મુલાકાતો ફળદાયી નીવડે. લાંબી મુસાફરી કરી શકો છો.
કન્યા રાશિ ના જાતકો ને વાદ-વિવાદ ટાળવો
આ રાશી ના જાતકો ને તેમના ધાર્યા કામ મા વિઘ્ન દુર થતા સાનુકૂળતા સર્જાય. સ્નેહી તેમજ સ્વજનો થી સહયોગ પ્રાપ્ત થાય. આરોગ્ય ની ચિંતાઓ દૂર થતી જણાય. વાદ-વિવાદ ટાળવો.
તુલા રાશિ ના જાતકો માટે વિવાહ માટે નો સાનુકુળ સમય
આ રાશી ના જાતકો ના ધૈર્ય ની કસોટી થતી જણાય. તમારા ઘરે ખર્ચ-ખરીદી ના પ્રસંગો આવે. સ્વાસ્થ્ય ની કાળજી લેવી. સ્નેહીજનો સાથે ના સંબંધો મા સુધારો આવે. વિવાહ માટે આ સમય શુભ જણાય આવે છે.
વૃશ્ચિક રાશિ ના જાતકોએ તેમના જીવનસાથી નુ સ્વાસ્થ્ય સાચવવું
આ રાશી ના જાતકો માટે મહત્વ ની મુલાકાત ફળદાયી નીવડે. પ્રવાસ મા વિઘ્ન આવતું જણાય. બિનજરૂરી ખર્ચ ટાળવો. બીમારી થી બચવું. ધન, આનંદ-પ્રમોદ તેમજ મિલન-મુલાકાતો પાછળ સમય પસાર થતો લાગે. ખર્ચ મા વધારો થતો જણાય. અકસ્માત થી સાવધ રહેવું.
મકર રાશિ ના જાતકો ની આર્થિક સ્થિતિ મા સુધારો આવશે
આ રાશી ના જાતકો ના અંગત પ્રશ્નો તેમજ તેમના અટકાયેલા કામ પુરા થતા જણાય. નાણાભીડ દુર થતી જણાય. આ સાથે જ તેમના ગૃહસ્થ જીવન ના કામો પણ પુરા થતા જણાય. આર્થિક સ્થિતિ મા સુધારો આવે.
કુંભ રાશિ ના જાતકો ના સંબંધો મા સુધારો આવે
આ રાશી ના જાતકો તેમના કૌટુંબિક કાર્યો ને આગળ વધારી શકે. યાત્રા પ્રવાસ નુ આયોજન કરી શકો. નાણાભીડ નો અનુભવ થાય. સ્વાસ્થ્ય પ્રત્યે તકેદારી રાખવી.
મીન રાશિ ના જાતકો ના ખર્ચાઓ મા વૃદ્ધિ થાય
આ રાશી ના જાતકો ના પ્રયત્નો સફળ બનતાં જણાય. તેમને લાભદાયક તક મળતી જણાય. તેમના વિરોધીઓ ની ફાવટ ન ચાલે. આ સાથે જ ગૃહસ્થ જીવન ના પ્રશ્નો નો જવાબ મળતો જણાય.