You are here
Home > Recipe >

શુ ઘરે જ બનાવવી છે માર્કેટ જેવી જ “ખારી શીંગ”? તો આજે જ નોંધી લો આ સરળ રીત….

મિત્રો, ઘણીવાર એવા સંજોગો ઉભા થતા હોય છે કે, આપણને કટાણે ભુખ લાગતી હોય છે અને આ સમયે આપણે જે-તે વસ્તુ ખાઇ લઇએ છીએ. આવા સમયે જો યોગ્ય નાસ્તાનુ સેવન કરવામા આવે તો તમારુ શરીર સ્વસ્થ અને તંદુરસ્ત રહે છે અને તમારા શરીરમા વધારાની ચરબી પણ જમા થતી નથી. આજે આ લેખમા અમે તમારા માટે સરળ અને સહેલાઇથી બની જાય તેવી ખારી શીંગની રેસીપી લાવ્યા છીએ. તો ચાલો જાણીએ આ ખારી શિંગ ની રેસીપી વિશે.

આવશ્યક સાધન-સામગ્રી :

શીંગદાણા : ૫૦૦ ગ્રામ,  નમક : ૧ કિલો,  પાણી : ૧/૨ લીટર

વિધિ :

સૌથી પહેલા તો એક પાત્રમા અડધો લીટર જેટલા પાણીમા બે ચમચા નમક ઉમેરીને ગરમ થવા માટે મૂકો. ત્યારબાદ આ પાણી ઉકળે એટલે ગેસ બંધ કરીને આ શીંગદાણા પાણીમા ઉમેરી દો. ત્યારબાદ હવે તેને ઢાંકીને અડધો કલાક માટે રાખી મુકો. આ પછી ચાળણીમાં શીંગદાણાને નિતારી લો અને પંખા નીચે સુકવવા માટે રાખી દો.

હવે એક કડાઈમા એક કીલો જેટલુ નમક ગરમ કરવા માટે મુકો અને થોડા-થોડા સમયે હલાવતા રહો. તે સારી રીતે ગરમ થઈ જાય એટલે તેમા સુકવેલાં શીંગદાણા ઉમેરો. હવે આ શીંગદાણાને ધીમાં તાપે શેકો અને તેને સતત હલાવતાં રહો. સારો એવો ગુલાબી રંગ આવે એટલે ગેસ બંધ કરી થોડીવાર એમ જ હલાવતાં રહો. ત્યારબાદ ચાળણીથી શીંગદાણા ચાળી લો, ઠંડા થાય એટલે તેને એર-ટાઇટ બરણીમાં ભરી લેો. તો તૈયાર છે તમારી ખારી શીંગ. એકવાર આ રેસિપીને ઘરે અવશ્ય ટ્રાય કરજો, ધન્યવાદ.

Leave a Reply

Top