You are here
Home > Recipe >

આજે જ ઘરે બનાવો આ ઢાબા સ્ટાઇલમા “દાળ બંજારી”, સ્વાદ દાઢે વળગી જશે, નોંધી લો આ સરળ રીત…

મિત્રો, હાલ કોરોનાની સમસ્યાના કારણે લોકો બહાર જઈને હરતા-ફરતા અને બહારનુ ભોજન કરતા ખુબ જ ડરે છે. આ સમસ્યાના કારણે હાલ લોકો પોતાનો વધુ પડતો સમય ઘરમા ગાળે છે અને શાળાઓ બંધ હોવાના કારણે બાળકો પણ ઘર રહે છે ત્યારે બધા જ લોકો માટે દરરોજ નવુ શુ બનાવવુ? આજે અમે તમારા માટે એક નવી રેસીપી લઈને આવ્યા છીએ ચાલો, જાણીએ તેના વિશે.

આવશ્યક સાધન-સામગ્રી :

ફોતરાવાળી અડદની દાળ : ૧/૨ બાઉલ, ચણાની દાળ : ૧/૪ બાઉલ, હળદર પાવડર : ૧/૨ ચમચી, બારીક સમારેલ ડુંગળી : ૧ નંગ, આદુ-લસણની પેસ્ટ : ૧/૨ ચમચી, બારીક સમારેલા લીલા મરચા : ૧ નંગ, લવિંગ : ૨ નંગ, તજ : ૧ નંગ, લાલ મરચુ : ૨ નંગ, લાલ મરચુ પાવડર : ૧ ચમચી, લીંબુનો રસ : ૨ ચમચી, બારીક સમારેલ કોથમીર : ૩ ચમચી, આદુ : સર્વ કરવા માટે, નમક : સ્વાદ મુજબ, ઘી : ૨ ચમચી, ઓઈલ : ૨ ચમચી

વિધિ :

સૌથી પહેલા એક પાત્રમા અડદ અને ચણાની દાળ લો અને તેને સારી રીતે સાફ કરી લો અને ત્યારબાદ ૩૦ મિનિટ સુધી તેને પાણીમા પલાળીને રાખી મુકો. પાણી કાઢી અને તેને પ્રેશરકૂકર મા ઉમેરો અને તેમા નમક, હળદર પાવડર તથા બે કપ પાણી ઉમેરો. ત્યરબાદ કૂકરનુ ઢાંકણ બંધ કરો અને દાળને ત્રણ-ચાર સીટી વાગે ત્યાં સુધી રાંધો. ત્યારબાદ હવે એક કડાઈમા તેલ ગરમ કરો. ત્યારબાદ તેમા ઘી ઉમેરો અને બંને ને મિક્સ કરો.

હવે તેમા લવિંગ, તજ, આખા લાલ મરચા, લીલા મરચા તથા ડુંગળી ઉમેરી અને બે મિનિટ માટે સાંતળો. ત્યારબાદ તેમાં આદુ-લસણની પેસ્ટ, લાલ મરચુ પાવડર ઉમેરો. ત્યારબાદ તેમા દાળ, પાણી, નમક, લીંબુનો રસ, ૧/૨ કપ પાણી વગેરે વસ્તુઓ ઉમેરીને તેને વ્યવસ્થિત રીતે મિક્સ કરો. પાંચ મિનિટ સુધી તેને ધીમા તાપે રાંધો. ત્યારબાદ હવે ગેસ બંધ કરો. હવે તેમા કોથમીર અને આદુ ફ્લેક્સ ઉમેરી તેને મિક્સ કરો. તો તૈયાર છે તમારી સ્વાદિષ્ટ દાળ બંજારી. તમે તેને ગરમા-ગરમ તવા રોટલી સાથે પીરસો.

Leave a Reply

Top