You are here
Home > Recipe >

આજે જ ઘરે બનાવો આ સરળ રીતે સ્વાદિષ્ટ ઇમ્યુનિટિ બુસ્ટર, “સ્પેનિશ રાયતુ”

મિત્રો, અવારનવાર પરિવર્તિત થતા વાતાવરણના કારણે અનેકવિધ પ્રકારના વાયરલ ઈન્ફેક્શ ઉદ્ભવે છે. આવી સ્થિતિમા શરીરને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવુ અત્યંત આવશ્યક છે. આ સમયે સ્વસ્થ ભોજનનુ સેવન કરવુ અત્યંત આવશ્યક છે. પાલકમા પુષ્કળ માત્રામા લોહતત્વ અને અન્ય પૌષ્ટીક તત્વો સમાવિષ્ટ હોય છે તો બીજી તરફ દહી પણ પેટ સાથે સંકળાયેલ સમસ્યાઓને દૂર કરવા માટે ઉપયોગી સાબિત થાય છે અને પાચનને પણ ખૂબ જ સારુ બનાવે છે. તો ચાલો આજે આ લેખમા આપણે પાલક અને દહીં નો ઉપયોગ કરીને રાયતુ બનાવવા માટેની રેસીપી વિશે જાણીએ.

આવશ્યક સાધન-સામગ્રી :

દહી : ૨ બાઉલ, બારીક સમારેલ પાલક : ૨ બાઉલ, લાલ મરચુ પાવડર : ૧/૪ ચમચી, જીરૂ પાવડર : ૧/૨ ચમચી, ખાંડ : ૧/૨ ચમચી, મરીનો ભૂક્કો : ૧/૨ ચમચી, નમક : સ્વાદ અનુસાર, તેલ : ૧ ચમચી, રાઈ : ૧/૪ ચમચી, લીમડાના પાન : ૫-૬ નંગ

વિધિ :

રાયતુ બનાવવા માટે સૌથી પહેલા એક કડાઈમા ઓઈલ ઉમેરી તેને ગરમ કરો. ત્યારબાદ તેમા જીરાનો વઘાર કરી પાલકને ઉમેરો અને નરમ થાય ત્યા સુધી તેને પકાવી લો. ત્યારબાદ બે મિનિટ બાદ ગેસ બંધ કરી દો અને તેને અલગ રાખી મુકો. ત્યારબાદ એક પાત્રમા દહી, જીરુ પાવડર, લાલ મરચુ પાવડર, મરીનો ભૂક્કો અને નમક ઉમેરી તેને યોગ્ય રીતે મિક્સ કરી લો.

ત્યારબાદ એક ફ્રાઈ કડાઈમા તેલ ગરમ કરો અને તેમા રાઈ, જીરુ અને લીમડાના પાન ઉમેરી અને તેને ફ્રાઈ કરી લો. ત્યારબાદ આ ફ્રાઈ થયેલી તમામ સામગ્રીને દહીમા ભેળવીને તેને પાલકમા ભેળવી દો. તો તૈયાર છે તમારુ સ્વાદિષ્ટ અને લિજ્જતદાર રાયતુ. તો એકવાર આ રેસિપીને તમારા ઘરે અવશ્ય ટ્રાય કરજો, ધન્યવાદ!

Leave a Reply

Top