You are here
Home > Recipe >

આજે જ ઘરે બનાવો હોટેલ જેવું જ મશરૂમ મસાલા શાક, આંગળીઓ ચાટતા રહી જશો, નોંધી લો આ સરળ રીત…

માણસો ને પંજાબી શાકનું નામ લેતા જ મોમાં પાણી છૂટે છે તો અમે આજે તમને જણાવીશું કે મસાલા-મસરૂમ નું શાક કઈ રીતે બનાવવું. જે ખાવામાં એકદમ સ્વાદિષ્ટ છે અને તે ઝડપથી બની જાય તેવું શાક છે

કઈ વસ્તુ જોઈશે આ શાક બનાવવા માટે :

૧૫૦ ગ્રામ મસરૂમ ને ધોઇ નાખો ત્યારબાદ તેની છાલ ઉતારો અને તેના નાના કટકા કરી નાખો, ૨ નંગ કાંદા સમારેલા, ૧ ટામેટું, ૧૨ કળી લસણ, આદુ, ૧૦નંગ કાજુ, લાલ મરચું પાવડર ૩ ચમચી, ૨ ચમચી ધાણાજીરૂ, ૧ ચમચી ગરમ મસાલો, અડધી ચમચી મરી પાવડર, ૨ ચમચી કિચન કિંગ મસાલો, ૧ કપ દૂધ, ૪ ચમચી મલાઈ, ૮ મિ.લી તેલ, ૨ ચમચી બટર, સ્વાદ પ્રમાણે નિમક.

કેમ બનાવશો મસાલા મસરૂમ:

પેલા સમારેલ કાંદા, ટમેટું, આદું નો કટકો, લસણ અને કાજુને પીસીને સ્લરી બનાવો. ત્યારબાદ એક તપેલીમાં તેલ લો અને તેને ગરમ કરો પછી તેમા પેસ્ટ નાખો અને બરાબર હલાવો ૧૨ મિનિટ સુધી સાંતળો અને હવે બધા જ મસાલાને મિક્સ કરી દો અને તેને તપેલી માં નાખો. તે પછી ૭ મિનિટ ગરમ થવા દો.

હવે તેમા દૂધ ઉમેરો અને ગ્રેવી થોડી ઘટ્ટ થાય એટલે તેમાં સમારેલા મસરૂમ નાખો અને બરાબર હલાવો. ૬ મિનિટ બાદ મલાઈ ઉમેરો અને તેને બરાબર હલાવો અને પ્લેટમાં કાઢી તેના ઉપર ડુગળી ની રીગ વડે ગાર્નિશ કરો. આની સાથે તમે રોટી અને બટર નાન પણ લઈ શકો છો જો તમારી ઇચ્છા હોય તો કુલ્ચા પણ લઈ શકો છો.

Leave a Reply

Top