You are here
Home > Recipe >

આજે જ ઘરે બનાવો ક્રિસ્પી “નુડલ્સ સ્પ્રિંગ રોલ”, ખાવાની મજા પડી જશે, આજે જ નોંધી લો આ સરળ રીત…

મિત્રો, હાલ કોરોના વાઇરસની સમસ્યાના કારણે મોટાભાગના લોકોનુ જીવન સ્થિર બની ચુક્યુ છે, જેમ પહેલા લોકો વીકઓફમા ફેમિલી સાથે હરવા ફરવાની સાથે પોતાની મનપસંદ વાનગીઓનો આનંદ માણતા હતા ત્યારે હવે ખાવાનું તો દૂર કામ સિવાય ઘરની બહાર નીકળવાનુ પણ ટાળી રહ્યા છે. એવામા જો તમારો વીકઓફ સ્પેશિયલ બનાવવા ઈચ્છતા હોવ તો આજે અમે તમને રેસ્ટોરા જેવા જ નુડલ્સ સ્પ્રિંગ રોલ ઘરે બનાવવાની રેસીપી વિશે જણાવીશુ, તો ચાલો જાણીએ.

આવશ્યક સાધન-સામગ્રી :

મેંદો : બાઉલ, તેલ : ૨ ચમચી, નમક : સ્વાદ પ્રમાણે, નુડલ્સ : ૧ બાઉલ, આદુની પેસ્ટ : ૧/૨ ચમચી, મરી પાવડર : ૧/૪ ચમચી, લીલા મરચા : ૨ નંગ, લીંબૂનો રસ અથવા વિનેગર : ૧ ચમચી, સોયા સોસ : ૧ ચમચી, મેંદો : ૨ ચમચી, ઓઈલ : તળવા માટે

વિધિ :

સૌથી પહેલા એક પાત્રમા મેંદો, તેલ અને નમક મિક્સ કરીને તેને મિક્સ કરી લેવા. ત્યારબાદ તેમા આવશ્યકતા મુજબ પાણી ઉમેરીને ઢીલો લોટ બાંધી લેવો. ત્યારબાદ તેને ૧૫ મિનિટ માટે રાખી મુકવો. આ સમય દરમિયાન એક કડાઈમા તેલ ગરમ કરી તેમા આદુની પેસ્ટ અને લીલી મરચી ઉમેરી અને તેને સાંતળવી.

હવે તેમા વટાણાના દાણા, કેપ્સિકમ અને કોબીજ ઉમેરીને ૨ મિનિટ માટે ગરમ કરવા. ત્યારબાદ તેમા બાકીની સામગ્રી ઉમેરીને થોડો સમય માટે હલાવતા રહો. ત્યારબાદ મેંદાના નાના લુઆ તૈયાર કરીને તેની રોટલી વણી લેવી અને તેને બંને તરફથી થોડી શેકવી. આ તૈયાર રોટલીઓમા થોડું-થોડુ સ્ટફીંગ ભરી લેવુ. ત્યારબાદ તેને મેંદાના ઘોળમા ડુબાડીને તેને તળી લેવા. તો તૈયાર છે તમારા ક્રિસ્પી અને સ્વાદિષ્ટ નુડલ્સ સ્પ્રિંગ રોલ.

Leave a Reply

Top