You are here
Home > Recipe >

આજે જ ઘરે બનાવો તળ્યા વગરના ટેસ્ટી અને ક્રિસ્પી “બ્રેડ રોલ”, જેનાથી સ્વાસ્થ્ય પણ રહેશે મસ્ત

મોટેભાગે બધા જ લોકો ને ભાવતા અને દરેક ઘર મા બનતી વાનગી એટલે બ્રેડ રોલ. આ બ્રેડ રોલ તેલ મા તળેલા હોવાથી વ્યક્તિ જે સંતુલિત આહાર લેતા હોય તે ખાય નથી શકતા. ઘણા ડોકટરો તેલ મા તળેલા હોવાથી આની પરહેજ રાખવા કહે છે. તો ચાલો જાણીએ કે તળ્યા વગર કેવી રીતે બનાવી શકાય છે બ્રેડ રોલ. જે ખાવા ના શોખીન માણસો ને નુકશાન પણ નહિ પોહ્ચાવે અને સ્વાસ્થ્ય માટે પણ નુકશાન કરતું નથી. તો ચાલો જાણીએ આ વિશે

બ્રેડ રોલ બનાવવા માટે ની સામગ્રી:

આઠ બ્રેડ આખી, ઝીણી સમારેલી કોથમીર, લીલાં મરચાં, ત્રણ-ચાર બાફેલાં બટાકાં, થોડાક મોટા અજમો, અડધી ચમચી વરિયાળી, નમક સ્વાદ મુજબ, એક ચમચી ધાણાજીરું, એક ચમચી લાલ મરચું, અડધી ચમચી ગરમ મસાલો, એક ચમચી આમચૂર નો પાવડર, અડધી ચમચી શેકેલા જીરું નો પાવડર, થોડું તળવા માટે રિફાઇન્ડ તેલ.

આ બ્રેડ રોલ બનાવવા માટે ની રીત:

બટાકાં ને બાફતી વખતે પાણી ઓછું રાખવું જેથી તેમાં પાણી ન ભરાઇ જાય અને તેને છુંદી લેવા. જેથી બ્રેડ રોલ સારા બનશે. હવે આ છુદેલાં બટાકા મા કોથમીર, આમચૂર નો પાવડર, ધાણાજીરું, ગરમ મસાલો, જીરું પાવડર, લાલ મરચું અને સ્વાદ મુજબ નમક ઉમેરવું. હવે તેમાં અજમા નો ભુક્કો ઉમેરવો. હવે બીજા એક વાસણ મા એક ચમચી તેલ નાખી ગરમ થવા દો અને તેલ ગરમ થાય એટલે તેમાં વરિયાળી, લીલા મરચા અને તૈયાર કરેલ બટાકા ના મસાલા નાખી સારી રીતે ભેળવી લો.

હવે બેકિંગ ટ્રે ને તેલ થી ગ્રીસ કરી લો અને એક નાના વાટકા મા પાણી ભરીને રાખો. ત્યારબાદ બ્રેડ ની કિનારીઓ કાપી લો. હવે આ બ્રેડ ને પાણી મા ડુબાડી તરતોતરત બહાર કાઢી લેવા અને તેને બન્ને હાથ થી દબાવી પાણી નીચોવી લેવું. હવે પછી તૈયાર કરેલ બટાકા ના મસાલા ની ગોળા બનાવી બ્રેડ ની વચ્ચે મૂકો અને તેને સારી રીતે દબાવતા જાવ. જેથી બ્રેડ બધા જ ખૂણા મા મસાલો પોહચી જાય અને તેના રોલ બનાવી તેને પેક કરતા જાવ. આ રીતે શક્ય હોય તેટલા રોલ બનાવી તેમાં ઉપર તેલ પોલિશ કરી દો.

હવે આ તૈયાર રોલ ને ઓવન ની બેકિંગ ટ્રે મા ૧૮૦ થી ૨૦૦ તાપમાન ઉપર ૧૦ થી ૧૨ મિનિટ સુધી બેક કરી લો. લો આ તૈયાર થઇ ગયા તમારા તેલ મા તળ્યા વગર ના બ્રેડ રોલ. હવે તેમાં તમારા સ્વાદ મુજબ ની ચટણી સાથે પરોસી શકાય છે.

Leave a Reply

Top